પ્રાથમિક શાળા વાર્ષિક પરીક્ષા ટાઇમ ટેબલ 2023 જાહેર : એપ્રિલ મહિનો એટલે વાર્ષિક પરીક્ષાનો મહિનો.ગુજરાતમાં ધો.3 થી 8ના વિદ્યાર્થીઓની 3 એપ્રિલથી વાર્ષિક પરીક્ષા યોજાશે. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) દ્વારા ગુજરાતની પ્રાથમિક શાળાઓ માટે દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષાનુ ટાઇમ ટેબલ 2023 જાહેર કરવામા આવ્યુ છે. ચાલો જાણીએ ક્યારથી પરીક્ષાઓ શરુ થશે, ક્યારે વિદ્યાર્થીઓને પરિણામ આપવામા આવશે અને ક્યારથી વેકેશન પડશે.
પ્રાથમિક શાળા વાર્ષિક પરીક્ષા ટાઇમ ટેબલ 2023 જાહેર
પોસ્ટનું નામ | પ્રાથમિક શાળાઓનુ વાર્ષિક પરીક્ષાનુ ટાઇમ ટેબલ જાહેર |
વિભાગનું નામ | ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) |
વિદ્યાર્થીઓ | ધો.3 થી 8ના વિદ્યાર્થીઓ |
પરીક્ષાનુ ટાઇમ ટેબલ વર્ષ | 2023 |
આ પણ વાંચો – ભરૂચ જિલ્લાના 38 હજાર વિધાર્થીઓ માટે શરૂ કરાઇ આત્મવિશ્વાસ હેલ્પલાઇન, વાંચો સંપૂર્ણ માહિતી
ધોરણ 3 થી 8 વાર્ષિક પરીક્ષાનુ ટાઇમ ટેબલ
ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની આ પરીક્ષાનો કાર્યક્રમ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં સમાન રહેશે. આ સાથે તમામ સ્કૂલોનું ટાઈમટેબલ પણ એક સમાન રહેશે.
ક્રમ | તારીખ | વાર | ધોરણ | વિષય | સમય | ગુણ |
1 | 3-4-2023 | સોમવાર | 3 થી 5 | ગણિત | 8 થી 10 | 40 |
2 | 5-4-2023 | બુધવાર | 3 થી 5 | ગુજરાતી (પ્રથમ ભાષા/દ્વિતીય ભાષા) | 8 થી 10 | 40 |
3 | 6-4-2023 | ગુરુવાર | 3 થી 5 | પર્યાવરણ | 8 થી 10 | 40 |
4 | 8-4-2023 | શનીવાર | 3 થી 5 4 થી 5 | હિંદી (પ્રથમ ભાષા) હિંદી (દ્વિતીય ભાષા) | 8 થી 10 | 40 |
5 | 10-4-2023 | સોમવાર | 3 થી 5 4 થી 5 | અંગ્રેજી (પ્રથમ ભાષા) અંગ્રેજી (દ્વિતીય ભાષા) | 8 થી 10 | 40 |
6 | 11-4-2023 | મંગળવાર | 3 થી 5 | મરાઠી/ઉડીયા/તેલુગુ/તમીલ/ઉર્દુ (પ્રથમ ભાષા) | 8 થી 10 | 40 |
7 | 12-4-2023 | બુધવાર | 6 થી 8 | ગુજરાતી (પ્રથમ ભાષા/દ્વિતીય ભાષા) | 8 થી 11 | 80 |
8 | 13-4-2023 | ગુરુવાર | 6 થી 8 | વિજ્ઞાન | 8 થી 11 | 80 |
9 | 15-4-2023 | શનીવાર | 6 થી 8 | સામાજીક વિજ્ઞાન | 8 થી 11 | 80 |
10 | 17-4-2023 | સોમવાર | 6 થી 8 | ગણિત | 8 થી 11 | 80 |
11 | 18-4-2023 | મંગળવાર | 6 થી 8 | હિંદી (પ્રથમ ભાષા/દ્વિતીય ભાષા) | 8 થી 11 | 80 |
12 | 19-4-2023 | બુધવાર | 6 થી 8 | અંગ્રેજી (પ્રથમ ભાષા/દ્વિતીય ભાષા) | 8 થી 11 | 80 |
13 | 20-4-2023 | ગુરુવાર | 6 થી 8 | સંસ્કૃત | 8 થી 11 | 80 |
14 | 21-4-2023 | શુક્રવાર | 6 થી 8 | મરાઠી/ઉડીયા/તેલુગુ/તમીલ/ઉર્દુ (પ્રથમ ભાષા) | 8 થી 11 | 80 |
પ્રશ્નપત્રો જિલ્લા કક્ષાએ તૈયાર થશે
ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની આ વાર્ષિક પરીક્ષામાં જિલ્લા કક્ષાએ પ્રશ્ન પત્ર તૈયાર કરવામાં આવશે. ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ વિષયની પરીક્ષા માટે સમાન સમયપત્રકના આધારે નિયમ પરિરૂપ મુજબ પેપર તૈયાર કરવાના રહેશે. બાકીના વિષયોની પરીક્ષા ખાનગી પ્રાથમિક શાળાએ સ્વૈચ્છિક પોતાની રીતે શાળા કક્ષાએ તૈયાર કરેલા ટાઈમટેબલ મુજબ યોજવાની રહેશે.
સામાન્ય સૂચનાઓ – પ્રાથમિક શાળા વાર્ષિક પરીક્ષા ટાઇમ ટેબલ
- ધોરણ 3 થી 4 ના વિદ્યાર્થીથીઓએ પેપર મા જ જવાબો લખવાના હોય છે. જ્યારે ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓએ અલગ ઉતરવહિમા જવાબો લખવાના હોય છે.
- જો કોઇ શાળામા પાળી પધ્ધતી હોય તો પણ આપેલ સમયપત્રક મુજબ જ પરીક્ષા લેવામા આવે છે.
મહત્વપૂર્ણ લિંક
ઓફિશ્યિલ પરિપત્ર વાંચો | અહીં ક્લિક કરો |