વર્લ્ડ / Tata ની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, ફક્ત ૯૭ પૈસામાં ચાલશે ૧ કિલોમીટર.

  • 22-Nov-2021 01:36 PM

દેશમાં ઈલેક્ટ્રીક કારો પ્રત્યે ગ્રાહકોની રૂચિ વધતી જઈ રહી છે. જોકે હજુ ઈલેક્ટ્રીક કારનું વેચાણ પેટ્રોલ અને ડીઝલ કાર થી ઓછું થઈ રહ્યું છે. પાછલા વર્ષના સમય દરમિયાન એટલે કે એપ્રિલ ૨૦૨૦ થી સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી ભારતીય બજાર માટે ઈલેક્ટ્રીક કારની વેચાણના આંકડા ૧,૮૭૨ યુનિટ રહ્યા હતા. વળી આ વર્ષે (એપ્રિલ થી સપ્ટેમ્બર) પહેલા ૬ માસિક વેચાણના આંકડા ૬,૨૬૧ યુનિટ રહ્યા છે. જો વળી તમે પણ એક નવી ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે તમને ટાટા મોટર્સને સૌથી સસ્તી Tata Tigor EV (ટાટા ટીગોર ઇવી) વિશે પાંચ એવી વાતો જણાવીશું, જેનાથી તમે સરળતાથી આ કાર ખરીદવાનો નિર્ણય કરી શકશો.

કિંમત

Tigor EV ને કંપનીએ ત્રણ વેરિએન્ટમાં ઉપલબ્ધ કરાવેલ છે. આ ત્રણ વેરિએન્ટની કિંમત સબસીડી વગર અને ટેક્સની સાથે આ પ્રમાણે છે. Tata Tigor EV XE – ૧૧.૯૯ લાખ, Tata Tigor EV XM – ૧૨.૪૯ લાખ અને Tata Tigor EV XZ+ – ૧૨.૯૯ લાખ રૂપિયા છે. કંપનીની આ કારને TEAL BLUE (Dual Tone) અને Daytona Grey (Dual Tone) કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે.

બેટરી

આ કારમાં 26 kwh લિથિયમ આયર્ન બેટરી આપવામાં આવેલ છે. ટાટાની આ કાર ARAI સર્ટિફાઇડ છે. જે સિંગલ ચાર્જમાં ૩૦૬ કિલોમીટરની રેન્જ આપે છે. Tata Nexon EV ૩૦.૨ kwh ની બેટરી છે. આ બેટરી IP-67 સર્ટિફિકેશન અને ૮ વર્ષની વોરંટી સાથે આવે છે.

રેન્જ

Tata Tigor EV ની ઝડપ ની વાત કરવામાં આવે તો તે ૫.૭ સેકન્ડમાં ૦-૬૦ કિલોમીટરની ઝડપ પ્રાપ્ત કરી શકે છે. ફુલ સિંગલ ચાર્જમાં ઇલેક્ટ્રિક કાર ૩૦૬ કિલોમીટરની રેન્જ આપે છે.

ચાર્જિંગ સ્પીડ

15A નાં રેગ્યુલર ચાર્જર દ્વારા તેને ૦-૮૦ ટકા ચાર્જ કરવામાં ૮ કલાક ૪૫ મિનિટનો સમય લાગે છે. વળી 25kW DC ફાસ્ટ ચાર્જર દ્વારા તેને ફક્ત ૬૫ મિનિટની અંદર ૦-૮૦ ટકા સુધી ચાર્જ કરી શકાય છે.

સેફટી રેટિંગ

ટાટા નું કહેવું છે કે આ કાર ODB 64 ટેસ્ટ સાથે આવે છે, જે રિયર ક્રેશ કોમ્પીટીબલ છે. Tata Tigor EV ને ગ્લોબલ NCAP માં ૪ સ્ટાર સેફટી મળેલ છે.

Share This :

Related Articles

Leave a Comment