બિઝનેસ / વ્હીકલ સ્ક્રેપ પોલિસીનો લાભ લેનારા માટે શું વિચારી રહી છે સરકાર.

  • 24-Nov-2021 08:57 AM

સરકાર તાજેતરમાં રજૂ કરેલી નેશનલ ઓટોમોબાઈલ સ્ક્રેપેજ પોલિસી અંતર્ગત જૂના વાહનોને સ્ક્રેપમાં બદલ્યા પછી ખરીદવામાં આવનારી નવી ગાડીઓ પર ટેક્સ સંબંધિત વધુ રાહત આપવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. આ વાત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે કરી. ગડકરીએ એમ પણ કહ્યું કે, નવી સ્ક્રેપ પોલિસીથી પ્રદૂષણમાં ઘટાડો થશે. તેમણે મારુતિ સુઝુકી તોયોત્સુના સ્ક્રેપ અને રિસાઈક્લિંગ સુવિધા કેન્દ્રનું ઉદ્ઘાટન કરતા આ વાત કરી. આ સરકાર તરફથી મંજૂરી પ્રાપ્ત આ પ્રકારનું પહેલું કેન્દ્ર છે.

માર્ગ પરિવહન અને હાઈવે મંત્રીએ કહ્યું કે, 'સ્ક્રેપ નીતિથી કેન્દ્ર અને રાજ્યો બંનેનો જીએસટી વધશે... હું નાણા મંત્રાલય સાથે તેના પર ચર્ચા કરીશ કે નવી નીતિ અંતર્ગત કયા પ્રકારે ટેક્સ સંબંધિત વધુ રાહત આપી શકાય છે.'

નવી નીતિ અંતર્ગત કેન્દ્રએ કહ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર શાસિત રાજ્યો જૂના વાહનોને સ્ક્રેપમાં ફેરવ્યા પછી નવી ગાડી લેનારાને રોડ ટેક્સમાં 25 ટકા સુધીની છૂટ આપશે. ગડકરીએ કહ્યું કે, જીએસટી પરિષદ પણ એ વાતની શક્યતા ચકાસવાનો આગ્રહ કરી રહી છે કે, નવી નીતિ અંતર્ગત વધુ પ્રોત્સાહન આપી શકાય છે કે કેમ. તેમણે કહ્યું કે, 'આ અંગે છેલ્લો નિર્ણય નાણા મંત્રાલય અને જીએસટી પરિષદ કરશે.'


મંત્રીએ કહ્યું કે, સ્ક્રેપ નીતિથી બધા પક્ષોને લાભ થશે, કેમકે તેનાથી મેન્યુફેક્ચરિંગને ગતિ મળશે, નોકરીઓ ઊભી થશે અને કેન્દ્ર તેમજ રાજ્યોને જીએસટીના રૂપમાં 40-40 હજાર રૂપિયા સુધીની રેવન્યુ મળશે. તેમણે કહ્યું કે, સ્ક્રેપ નીતિ પ્રદૂષણ પર લગામ લગાવવા અને રોજગાર ઊભા કરવાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. ગડકરીએ કહ્યું કે, 'જૂની ગાડીઓ નવા વાહનોની સરખામણીમં વધુ પ્રદૂષણ ફેલાવે છે. એટલે તેમને હટાવવાની જરૂર છે. અમને આશા છે કે, સ્ક્રેપ નીતિથી વેચાણ 10થી 12 ટકા સુધી વધશે.'

Share This :

Related Articles

Leave a Comment