બોલીવુડ / આવી ગયું શાહિદ કપૂરની ફિલ્મ 'જર્સી'નું ટ્રેલર, ક્રિકેટરના રોલમાં જોવા મળશે.

  • 24-Nov-2021 09:42 AM

જે મૂવીની દર્શકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે શાહિદ કપૂરની ફિલ્મ 'જર્સી'નું ટ્રેલર આવી ગયું છે. ડિરેક્ટર ગૌતમ ટીન્નાનુરી અને એક્ટર શાહિદ કપૂર, મૃણાલ ઠાકુર, પંકજ કપૂર સ્ટારર ફિલ્મ 'જર્સી' આજથી 2 વર્ષ પહેલા રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ 'જર્સી'ની રીમેક છે. ક્રિકેટ આધારિત આ ફિલ્મ 'જર્સી'માં શાહિદ કપૂર તદ્દન નવા જ લૂકમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મ 'જર્સી'માં એક્સ-ક્રિકેટર અર્જુન (શાહિદ કપૂર)ની વાર્તા છે જે ફરી એકવખત ક્રિકેટ સાથે જોડાય છે. જેમાં તેનો પારિવારિક સંઘર્ષ દેખાડવામાં આવ્યો છે. 3 મિનિટનું 'જર્સી'નું ટ્રેલર દર્શકોમાં અનેરો આનંદ અને ઉત્સાહ લાવી દેશે. 'જર્સી'માં શાહિદ કપૂરના સપના, આશા અને પરિવારની વાર્તા છે.

'જર્સી'ના શૂટિંગ વખતે શાહિદ કપૂર ઈજાગ્રસ્ત થયો હતો

એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ, શાહિદ કપૂર જ્યારે મોહાલીમાં 'જર્સી' ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તે ત્યાં ઈજાગ્રસ્ત થયો હતો. મળતી માહિતી મુજબ, શાહિદ કપૂર ફિલ્મના સેટ પર પોતાના શોટ્સની પ્રેક્ટિસ કરતો હતો. તે વખતે અચાનક બોલ તેના ચહેરા પર વાગ્યો હતો. રિપોર્ટ મુજબ, આ બોલ શાહિદ કપૂરના નીચેના હોઠ પર વાગ્યો હતો. બોલ વાગવાને લીધે શાહિદને ઘણું લોહી નીકળ્યું હતું. શાહિદને સારવાર માટે તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ જવાયો હતો. શાહિદના હોઠ પર ટાંકા લેવામાં આવ્યા હતા. વાગ્યું હોવાથી શાહિદના હોઠ સૂજી ગયા હતા. અન્ય મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, શાહિદના હોઠ પર ટાંકા આવ્યા હતા.

What is Shahid Kapoor's new movie Jersey about? - Quora
'જર્સી'માં શાહિદની વિરુદ્ધ લીડ એક્ટ્રેસ મૃણાલ ઠાકુર છે. ડિરેક્ટર ગૌતમ ટીન્નાનુરીની આ ફિલ્મમાં પંકજ કપૂર પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મ 'જર્સી' ક્રિટિકલી એક્લેમ્ડ અને કોમર્શિયલ સક્સેસફૂલ તેલુગુ ફિલ્મની રીમેક છે. નોંધનીય છે કે, ટીમે ડિસેમ્બર 2020માં શૂટિંગ પૂરું કર્યુ હતું. જેની જાણકારી પોતે શાહિદે જ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ દ્વારા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કોવિડ દરમિયાન 47 દિવસનું શૂટિંગ ચાલ્યું હતું.

Share This :

Related Articles

Leave a Comment