બિઝનેસ / દુનિયાના અબજોપતિ કેવી રીતે કરે છે સંપત્તિની વહેંચણી? મુકેશ અંબાણી શોધી રહ્યા છે જવાબ!

  • 24-Nov-2021 10:04 AM

ભારત અને એશિયાના સૌથી ધનિક બિઝનસમેન મુકેશ અંબાણી પોતાના 208 અબજ ડોલરના અમ્પાયરને નવી પેઢીના હાથમાં સોંપવાની તૈયારીમાં છે. આ માટે તે ઉત્તરાધિકારનો એવો પ્લાન તૈયાર કરી રહ્યા છે જેનાથી આગળ જઈને કોઈ વિવાદ ઉભો ના થાય. આ માટે મુકેશ અંબાણીએ દુનિયાભરના અબજપતિ પરિવારના ઉત્તરાધિકાર મોડલ(સક્સેશન મોડલ)નો અભ્યાસ કર્યો છે. આ પરિવારોમાં વોલ્ટનથી લઈને કોચ પરિવાર શામેલ છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, તાજેતરમાં મુકેશ અંબાણીએ આ પ્રક્રિયા પર ખાસ ધ્યાન આપ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, 64 વર્ષીય મુકેશ અંબાણીને વોલમાર્ટ ઈંકના વોલ્ટન પરિવારનું મોડલ સૌથી વધારે પસંદ આવ્યું છે. તે પરિવારની હોલ્ડિંગને એક ટ્ર્સ્ટમાં રાખવા માંગે છે, જે દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને કંટ્રોલ કરશે. મુકેશ અંબાણી, તેમના પત્ની નીતા અંબાણી અને ત્રણ બાળકોની આ નવી એન્ટિટીમાં ભાગીદારી હશે અને તે બોર્ડના સભ્યો પણ હશે. આ બોર્ડમાં અંબાણી પરિવારના વિશ્વસનીય લોકો સલાહકારીની ભૂમિકામાં હશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપનીનું મેનેજમેન્ટ પ્રોફેશનલ લોકોના હાથમાં હશે જે રિલાયન્સ અને તેના વેપારને સંભાળશે. નોંધનીય છે કે રિલાયન્સનો બિઝનેસ રિફાઈનિંગ, પેટ્રોકેમિકલ્સથી લઈને ટેલિકમ્યુનિકેશન્સ, ઈ-કોમર્સ અને ગ્રીન એનર્જી સુધી ફેલાયેલો છે. મુકેશ અંબાણી અત્યારે અનેક વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે અને તેમણે કોઈ અંતિમ નિર્ણય નથી લીધો. આ બાબતે વધારે જાણકારી મેળવવા માટે બ્લૂમબર્ગ ન્યુઝ દ્વારા રિલાયન્સ સાથે જોડાયેલા લોકો અને મુકેશ અંબાણીનો સંપર્ક સાધવામાં આવ્યો પરંતુ કોઈ પ્રતિક્રિયા નથી મળી.

ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીએ રિલાયન્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું પદ છોડવાની કોઈ જાહેરાત નથી કરી, પરંતુ હવે તેમના બાળકો વેપારમાં વધારે સક્રિય જણાઈ રહ્યા છે. જૂન મહિનામાં શેરહોલ્ડર્સને સંબોધિત કરતાં મુકેશ અંબાણીએ સંકેત આપ્યો હતો કે તેમના બાળકો આકાશ, ઈશા અને અનંત રિલાયન્સમાં મહત્વની ભૂમિકા ભજવશે. મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે જે વિવાદ થયો હતો, તેને ધ્યાનમાં રાખીને મુકેશ અંબાણી વધારે સતર્ક રહેવા માંગે છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, મુકેશ અંબાણીને વોલમાર્ટ ઈંકના વોલમાર્ટ પરિવારનું મોડલ સૌથી વધારે પસંદ આવ્યુ હતું. વર્ષ 1992માં કંપનીના ફાઉન્ડર સેમ વોલ્ટનના મૃત્યુ પછી જે પ્રકારે તેમના બિઝનસના ટ્રાન્સફરનું સંચાલન કરવામાં આવ્યુ હતું તે અંબાણીને પસંદ આવ્યું છે. દુનિયાની સૌથી ધનિક ફેમિલીએ 1988થી જ કંપનીના રોજબરોજના બિઝનેસને મેનેજરોના હાથમાં સોંપી દીધો હતો અને તેના પર નજર રાખવા માટે એક બોર્ડની સ્થાપના કરી હતી. સેમના મોટા પુત્ર રોબ વોલ્ટન અને ભત્રીજા સ્ટુઅર્ટ વોલ્ટન બોર્ડમાં સામેલ હતા. સેમ વોલ્ટને પોતાના મૃત્યુના 40 વર્ષ પહેલા 1953માં જ આ યોજના પર કામ શરુ કરી દીધુ હતું. તેમણે પોતાના ફેમિલી બિઝનસનો 80 ટકા ભાગ ચાર બાળકોમાં વહેંચી દીધો હતો.
 

Share This :

Related Articles

Leave a Comment