ગુજરાત / GPSCની પરીક્ષા ફરી પાછી ઠેલાઈ, ચેરમેન દિનેશ દાસાએ આપી જાણકારી.

  • 24-Nov-2021 01:08 PM

GPSCની પરીક્ષાની તારીખમાં ફરી એકવાર ફેરફાર કરવામાં આવ્યો છે.  આ GPSCના ચેરમેન દિનેશ દાસાએ ટ્વિટ કરીને જાણકારી આપી છે. તેમણે ટ્વિટમાં જણાવ્યું છે કે, ગ્રામપંચાયતની ચૂંટણીને લીધે આગામી 19થી 26 ડિસેમ્બર દરમિયાન યોજાનારી GPSCની પરીક્ષાઓ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી છે, આ પરિક્ષાઓ આગામી 22 જાન્યુઆરી 2022ના સુધી મુલતવી રહેશે.

અગાઉ પણ કરાયો હતો ફેરફાર 

કોરોના મહામરીને કારણે ઘણા સમયથી GPSC વર્ગ એક અને બેની પરીક્ષા સ્થગિત કરવામાં આવી હતી. પરંતુ હવે જ્યારે પરિસ્થિતી ની પરીક્ષાની તારીખમાં ફરી એક વાર ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા 12 ડિસેબમર 202 ના રોજ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ ગઈકાલે GPSC ના ચેરમેન દિનેશ દાસાએ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે 12 ડિસેમ્બર 2022 ના રોજ યોજાનાર GPSCની પરીક્ષા હવે 19 ડિસેમ્બર 2021ના રોજ યોજાશે. અને હવે ગ્રામ પંચાયતની ચૂંટણીને ધ્યાને રાખીને ફરી એકવાર GPSC ની પરીક્ષા 22 જાન્યુઆરી 2022 સુધી સ્થગિત કરવામાં આવી છે. 

 

10 હજારથી વધુ ગ્રામપંચેતોની ચૂંટણી 

તમને જણાવી દઈએ કે, 19 ડિસેમ્બર 2021 ના રોજ ગુજરાતની 10 હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. અને 1 હજાર જેટલી ગ્રામ પંચાયતમાં પેટાચૂંટણી યોજાશે. અને 21 ડિસેમ્બરેના રોજ મતગણતરી થવાની છે. 

183 બેઠક માટે યોજાશે પરીક્ષા

GPSC વર્ગ 1 અને 2ની કુલ 183 જગ્યાઓ માટે પરીક્ષા યોજવાની છે. જેમાં વર્ગ 1 માટે 15 જેટલી બેઠકો નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની, 8 બેઠકો નાયબ પોલીસ અધિક્ષકન, 1 બેઠક જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની, 48 બેઠકો સહાયક રાજ્ય વેરા કમિશનરની, 1 બેઠક નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ)ની એમ કુલ 73 જગ્યાઓ માટે પરીક્ષા યોજવાની છે. જ્યારે વર્ગ 2 માટે 12 બેઠકો મામલતદારની, 10 બેઠકો તાલુકા વિકાસ અધિકારીની, 10 બેઠકો મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની, 1 બેઠક સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ)ની, 2 બેઠક સરકારી શ્રમ અધિકારીની અને 75 બેઠક રાજ્ય વેરા અધિકારીની એમ કુલ 110 જગ્યાઓ માટે પરીક્ષા યોજવાની છે. આમ વર્ગ 1 અને 2ની સંકલિત કુલ 183 બેઠકો માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે

ઉલ્લેખનીય છે કે, GPSCની પરીક્ષાની તારીખમાં ફરી એકવાર ફેરફાર કરવામાં આવ્યો છે.  આ GPSCના ચેરમેન દિનેશ દાસાએ ટ્વિટ કરીને જાણકારી આપી છે. તેમણે ટ્વિટમાં જણાવ્યું છે કે, ગ્રામપંચાયતની ચૂંટણીને લીધે આગામી 19થી 26 ડિસેમ્બર દરમિયાન યોજાનારી GPSCની પરીક્ષાઓ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી છે, આ પરિક્ષાઓ આગામી 22 જાન્યુઆરી 2022ના સુધી મુલતવી રહેશે.

Share This :

Related Articles

Leave a Comment