વર્લ્ડ / 'ઉરી -2'નું કાવતરું નિષ્ફળ, કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની આતંકીને ઝડપી પાડ્યો.

  • 29-Sep-2021 09:16 AM

જમ્મુ -કાશ્મીરના ઉરી સેક્ટરમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. એન્કાઉન્ટર દરમિયાન એક આતંકવાદી માર્યો ગયો હતો જ્યારે અન્ય આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. લશ્કર-એ-તૈયબાના આતંકવાદી અલી બાબર પાત્રાએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું છે, જે પાકિસ્તાનના પંજાબના ઓખારાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.


મૃતક આતંકીની હજી સુધી ઓળખ થઈ શકી નથી
પ્રાપ્ત વિગજો પ્રમાણે માર્યા ગયેલા આતંકીની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. અગાઉ, સુરક્ષા દળોએ બે આતંકી સાથીઓની ધરપકડ કરી છે અને કાશ્મીરમાં આતંકવાદીઓના ઠેકાણાનો પર્દાફાશ કર્યો છે. શ્રીનગર પોલીસે પુલવામા પોલીસ અને સેનાની 50 RRની મદદથી દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાંથી આતંકવાદીઓના બે ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ (OGW)ની ધરપકડ કરી છે.


બે આતંકવાદી સાથીઓની ધરપકડ
સેનાએ જણાવ્યું હતું કે, 'તેમની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આતંકવાદી રિયાઝ સાથરગુંડ (લશ્કર-એ-તૈયબા કમાન્ડર)એ તેમને શ્રીનગરના નૌહટ્ટાના રાજૌરી કડાલ વિસ્તારમાં એક ઠેકાણું બનાવવા માટે કહ્યું હતું.' આ માહિતી પર સીઆરપીએની સાથે ઓપરેશન (CACO) શરૂ કરવામાં આવ્યું હતું અને ઠેકાણા શોધી કાઢવામાં આવ્યા હતા. જોકે તે ખાલી હતું અને ઘરના માલિકની પૂછપરછ કરવામાં આવી રહી છે અને વધુ તપાસ ચાલુ છે.

બીજો આતંકી જીવતો પકડાયો, હથિયારો પણ રીકવર
મેજર જનરલ વીરેન્દ્ર વત્સના જણાવ્યા અનુસાર, જમ્મુ -કાશ્મીરના ઉરી સેક્ટરમાં ઓપરેશન દરમિયાન એક આતંકવાદી મૃત જ્યારે બીજો આતંકવાદી જીવતો પકડાયો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઓપરેશન દરમિયાન 7 એકે સીરિઝના હથિયારો, 9 પિસ્તોલ અને રિવોલ્વર અને 80થી વધુ ગ્રેનેડ તેમજ ઈન્ડિયન અને પાક કરન્સી રીકવર કરવામાં આવી છે.

Share This :

Related Articles

Leave a Comment