બોલીવુડ / ડિવોર્સની ખબર વચ્ચે પ્રેગ્નેન્સી પર બોલી પ્રિયંકા ચોપરા, સાંભળીને ચોંકી ગયો નિક જોનસ.

  • 25-Nov-2021 09:47 AM

બે દિવસ પહેલા પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી 'જોનસ' અટક હટાવ્યા બાદ લોકો તરત જ તે નિષ્કર્ષ પર ઉતરી આવ્યા હતા કે તે પતિ નિકથી અલગ થઈ રહી છે. જો કે, મધુ ચોપરાએ તરત જ પ્રતિક્રિયા આપતાં ખબરને અફવા ગણાવી હતી તો એક્ટ્રેસે પણ નિકની પોસ્ટ પર કોમેન્ટ કરીને અફવા પર પૂર્ણવિરામ મૂક્યું હતું.

પ્રિયંકા ચોપરાએ હાલમાં નિક જોનસ સાથે મળીને ફેમિલી પ્લાનિંગ વિશે વાત કરી હતી. ઓટીટી પ્લેટફોર્મ પર લોન્ચ થયેલા શો 'જોનસ બ્રધર્સ ફેમિલી રોસ્ટ'મા એક સેગ્મેન્ટ દરમિયાન, પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું કે, નિકના બંને મોટાભાઈઓને બાળકો છે, કેવિન જોનસને બે દીકરીઓ છે જ્યારે જોને પણ દીકરી છે. તેણે તેમ પણ કહ્યું હતું કે, તેઓ એક માત્ર એવું કપલ છે જેમને બાળકો નથી. 'અમે એક માત્ર એવુ કપલ છીએ જેમને બાળકો નથી. તેથી જ આ જાહેરાત કરવા મટે હું ઉત્સાહિત છું. હું અને નિક પ્લાનિંગ કરી રહ્યા છીએ કે...' આટલું કહીને થોડીવાર થોભી થઈ પ્રિયંકાએ ઉમેર્યું હતું કે 'આજે રાતે દારૂ પીશું અને કાલે ઊંઘીશું'. પ્રિયંકાની આ મજાકથી દર્શકો હસવા લાગ્યા હતા પરંતુ નિક એક ક્ષણ માટે ચોંકી ગયો હતો.


'મેં જ્યારે આ વાત કહી ત્યારે તારો ચહેરો એકદમ ફની હતો', તેમ પ્રિયંકાએ નિકને કહ્યું હતું. તો નિકે કહ્યું હતું 'હા, મને થોડી ચિંતા થઈ આવી હતી'. પ્રિયંકા ચોપરાએ અંતમાં કહ્યું હતું કે, 'હું બેબીસીટ કરવા નથી માગતી, મારો અર્થ છે બીજા કોઈની સાથે લગ્ન કરવા'. પ્રિયંકા ચોપરાની આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે હાલ બેબી પ્લાનિંગને લઈને ગંભીર નથી.


પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્નને ત્રણ વર્ષ થઈ ગયા છે. ડિસેમ્બરમાં તેઓ ત્રીજી એનિવર્સરી સેલિબ્રેટ કરશે. કપલે રાજસ્થાનના જોધપુરમાં આવેલા ઉમૈદ ભવનમાં 2018માં લગ્ન કર્યા હતા. કપલે હિંદુ અને ક્રિશ્ચન એમ બે રિવાજ પ્રમાણે લગ્નજીવનના વચન લીધા હતા.

Share This :

Related Articles

Leave a Comment