ધર્મ દર્શન / તારીખ 30 સપ્ટેમ્બર 2021નું રાશિફળ, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

  • 30-Sep-2021 08:29 AM

30 સપ્ટેમ્બરે ચંદ્ર એની મિથુન રાશિથી નીકળીને કર્ક રાશિમાં ભ્રમણ કરશે. ચંદ્રની આ ભ્રમણક્રિયાથી કર્ક રાશિના લોકો માટે મહિનાના અંતિમ દિવસો ફળદાયી રહેશે. અન્ય રાશિઓના જાતકો માટે સપ્ટેમ્બર મહિનો જતાં-જતાં શું આપી રહ્યો છે. જાણો શું કહે છે આજનો આપનો દિવસ

મેષ

મેષ રાશિના જાતકો માટે નોકરીમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે. માર્કેટિંગ માધ્યમથી વેપાર-ધંધાના વિસ્તારની યોજના બનશે. સ્વભાવમાં ઉચાટ રહે, જેના લીધે પરિવારના કોઇ સભ્ય સાથે સંઘર્ષ થાય. આવક સંતોષકારક રહેશે, મામા પક્ષેથી ધન પ્રાપ્તિના યોગ છે. સંપત્તિમાંથી આવકના નવા સ્ત્રોત મળી શકે છે. સંધ્યાકાળે ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. આજે ભાગ્ય 85 ટકા સાથ આપશે.

વૃષભ

આજે સંપત્તિ સુખમાં વધારો થશે. પરિવારમાં સુખશાંતિ જળવાઇ રહેશે અને પારિવારિક જીવનમાં સરળતા રહેશે. વડીલ તરફથી ધન પ્રાપ્તિ થઇ શકે છે. માતા સાથે સંબંધોમાં સુધારો આવશે. નોકરીના પ્રગતિ સાથે સ્થળાંતરના યોગ છે. બિનજરુરી ખર્ચ પર અંકુશ રાખજો. વિદ્યાર્થીઓ આજે કંઇક નવુ જ્ઞાન મેળવશે, જેનો લાભ ભવિષ્યમાં મળશે. સંધ્યાકાળે કલા-સંગીતનો આનંદ ઉઠાવશો. આજે ભાગ્ય 84 ટકા સાથ આપશે.

મિથુન

નોકરીમાં પ્રગતિના યોગ છે. સંતાન તરફથી શુભ સમાચાર મળી શકે છે. જીવન ધોરણ ઉંચુ થશે. ભૌતિક સુખ સુવિધા પ્રત્યે આકર્ષણ વધશે. નોકરી-ધંધામાં સહયોગી અને સાથીઓનો સહયોગ મળશે. વિદ્યાર્થીઓને અશુભ સમાચાર મળી શકે છે આ માટે આળસ છોડીને સક્રિય બની રહેજો. જીવનસાથી સાથે વિચારાત્મક મતભેદો ઉભા થઇ શકે છે, જેના લીધે સંબંધમાં કડવાશ આવે. આજે ભાગ્ય 82 ટકા સાથ આપશે.

કર્ક

નોકરીયાત વર્ગ સહકર્મચારીઓ સાથે વ્યવહારમાં ખાસ ધ્યાન રાખે. સંતાન સુખમાં વધારો અને ક્યાંકથી ભેટ મળશે. પ્રેમલગ્ન કરવા માટે અનૂકુળ સમય છે, જેમાં પરિવારનો સાથ મળશે. સારા મિત્રો મનની વ્યથા દૂર કરવામાં મદદ કરશે. વેપારી વર્ગ નવી પ્રોડક્ટ્સને સામેલ કરી શકે છે. જૂના રોકાણથી લાભ થશે અને સંપત્તિમાં વધારો થશે. સંધ્યાકાળે વિદ્યાર્થીઓનું અભ્યાસમાં મન લાગશે. આજે ભાગ્ય 85 ટકા સાથ આપશે.

સિંહ

ઘરમાં માંગલિક કાર્યોના આયોજનથી મન પ્રસન્ન અને વ્યસ્ત રહેશે. મિત્રોની મદદથી વેપારમાં નવા રસ્તા મળશે. આવક વધવાથી અને આકસ્મિક ધનપ્રાપ્તિથી મનોબળ મજબૂત બનશે. આજે રાશિથી પંચમ ઘરમાં મકર રાશિનો શનિ પસાર થઇ રહ્યો છે, જેના લીધે પાચન ક્રિયા મંદ અને વાયુ વિકારથી શારીરિક પીડા થઇ શકે છે. આજે ખાવા-પીવામાં ધ્યાન આપજો. જીવનસાથી સાથે ઉત્તમ સમય પસાર થશે. આજે ભાગ્ય 84 ટકા સાથ આપશે.

કન્યા

કામમાં વધુ મહેનત કરવી પડશે અને આવકમાં વધારો થશે. બૌદ્ધિક કાર્યો અને લેખનથી આવક વધશે. માતા પક્ષથી ખાસ સહયોગ મળશે અને પરિવારમાં પ્રેમ અને ઉત્સાહ વધશે. સંતાન પક્ષે ઉચ્ચ શિક્ષણ અને સાર્થક પરિણામ મળશે. ભાઇ-બહેનોનું ખાસ ધ્યાન રાખજો અને એમની જરુરિયાતો પૂરી કરશો. સંધ્યાકાળે સંપત્તિમાંથી આવકના યોગ છે અને ભાઇઓના સહયોગથી જૂની દુશ્મનીનો અંત થશે. આજે ભાગ્ય 86 ટકા સાથ આપશે.

તુલા

આજે મરજી વિરુદ્ધ કામ કરવું પડશે, જેનાથી બેચેની અનુભવશો. પરિવારમાં સુખ-શાંતિ જળવાઇ રહેશે. આકસ્મિક ખર્ચ વધી શકે છે જેની પર અંકુશ જાળવી રાખજો. પિતૃક સંપત્તિ મળવાની સંભાવનાઓ છે. જો તમે નોકરી કરો છો તો અધિકારીઓ તરફથી સહયોગ મળી રહેશે. વિદ્યાર્થીઓને આર્થિક લાભ થવાના યોગ છે. સંધ્યાકાળે ધાર્મિક સાહિત્ય વાંચવામાં રસ વધશે અને કેટલાક સામાજિક કાર્યોના આયોજનમાં સમય વિતશે. આજે ભાગ્ય 85 ટકા સાથ આપશે.

વૃશ્ચિક

રાજકારણ સાથે જોડાયેલા લોકોને નવીત્તમ તક અને લાભ મળશે. માતાના આશીર્વાદ ફળશે. બહુ સમયથી અટવાયેલું ધન કોઇ મહાપુરુષના સહયોગથી મળી શકે છે. સંતાન પક્ષે અને બૌદ્ધિક ક્ષેત્રે શુભ પરિણામ મળવાથી પ્રતિષ્ઠામાં વધારો થશે. જીવનસાથીની સલાહ મદદરુપ નીવડશે અને સંબંધ મજબૂત બનશે. આજે ભાગ્ય 85 ટકા સાથ આપશે.

ધન

કામના સ્થળે વધુ મહેનતની જરુર છે. વાતચીત દરમિયાન વાણી સંયમ જરુરી છે. કોઇ સંપત્તિને લઇને પારિવારિક વિવાદ વધવાની સ્થિતિ બની શકે છે. વિદેશમાં ભણેલા જાતકોને શુભ સમાચાર મળી શકે છે. ભાઇઓમાં વિચારોને લઇને મતભેદ થઇ શકે છે. સંધ્યાકાળથી લઇને મોડી રાત સુધી નજીકના સ્થળે જવાનું બની શકે છે. આવનારા દિવસોમાં આરોગ્ય માટે ખાસ કાળજી લેજો. આજે ભાગ્ય 84 ટકા સાથ આપશે.

મકર

આજે ભાગ્યોદય થવાથી અટકાયેલા કામ પૂરા થશે. આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. સામાજિક કામમાં ભાગ લેવાથી અને આયોજન કરવાથી સન્માન અને કિર્તીમાં વધારો થશે. કાર્યક્ષેત્રે અધિકારીઓની પ્રશંસા મળતાં શત્રુઓની ચિંતામાંથી મુક્ત થશો અને પ્રબળ વિરોધીઓ પણ કામની પ્રશંસા કરશે. પરિવારના સભ્યો સાથે વાત કરવાથી દેવુ કરતાં બચી જશો. કામમાં વ્યસ્ત રહેવાના કારણે આરોગ્ય બગડી શકે છે. આજે ભાગ્ય 84 ટકા સાથ આપશે.

કુંભ

આજે કાર્યક્ષેત્રે જવાબદારીમાં વધારો થશે, જેનાથી પદ-પ્રતિષ્ઠા વધશે. સાસરી પક્ષથી સંબંધોમાં મીઠાશ આવશે અને પારિવારિક બિઝનેસમાં ભાઇઓનો સહયોગ મળશે. યોજનાપૂર્વક કરેલા કામમાં સફળતા મળશે. સંપત્તિમાં વધારો અને સંપત્તિથી આવકમાં વધારો થશે. ગુસ્સાથી બચજો, જીવનસાથી સાથે મતભેદો ઉભા ના થાય એની ખાસ કાળજી લેજો. રાજકારણમાં પ્રગતિના યોગ છે. સંધ્યાકાળે ધાર્મિક આયોજનમાં ભાગીદારી કે ધાર્મિક યાત્રા થઇ શકે છે. આજે ભાગ્ય 84 ટકા સાથ આપશે.

મીન

માતાના આરોગ્ય વિશે ખાસ કાળજી લેજો. કાર્યક્ષેત્રે આજે પ્રગતિ મળશે. ધર્મ-કર્મના કામમાં આસ્થા વધશે. સંપત્તિમાં સુધારા અને સારસંભાળમાં ખર્ચ વધશે. આજે દિવસ દરમિયાન નજીકના મિત્રો કે સંબંધીઓનું આગમન થઇ શકે છે. સંપત્તિ કે વેપારમાં રોકાણ કરવું પડે તો નિશ્ચિત થઇને કરજો, આગળ ફાયદો થશે. વિદ્યાર્થીઓને ગુરુજનોનો સહયોગ અને આશીર્વાદ મળશે. સંધ્યાકાળે ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશો અને કોઇ આયોજન કરી શકો છો. આજે ભાગ્ય 85 ટકા સાથ આપશે.

Share This :

Related Articles

Leave a Comment