બોલીવુડ / આમિર ખાને KGF 2ના મેકર્સ અને એક્ટર યશની માગી માફી, જણાવી પોતાની લાચારી.

  • 25-Nov-2021 01:52 PM

આમિર ખાન અને કરીના કપૂરની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ની રિલીઝ ડેટ આખરે આવી ગઈ છે, જે મુજબ ફિલ્મ 14મી એપ્રિલે થિયેટરમાં રિલીઝ થવાની છે. આ જ દિવસે એક્ટર યશ સ્ટારર 'KGF 2' પણ રિલીઝ થવાની છે. તેનો અર્થ એ થયો કે, લાલ સિંહ ચઢ્ઢા અને KGF 2 વચ્ચે બોક્સઓફિસ પર ક્લેશ થશે.

KGF 2 જે દિવસે રિલીઝ થવાની છે, તે જ તારીખ 'લાલ સિંહ ચઢ્ઢા' માટે પસંદ કરવા બદલ આમિર ખાને પ્રોડ્યૂસર અને એક્ટરની માફી માગી હતી. 'લાલ સિંહ ચઢ્ઢા'એ હોલિવુડની ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની રિમેક છે જ્યારે મહામારીના કારણે અનેકવાર રિલીઝ ડેટ પાછળ ઠેલાતા ફેન્સ KGF 2ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

એક ઈન્ટરવ્યૂમાં આમિર ખાને જણાવ્યું હતું કે, ફિલ્મમાં વિઝ્યુઅલ ઈફેક્ટ, કે જેમાં વધારે સમય લાગે છે તે બાકી છે. 'વિઝ્યુઅલ ઈફેક્ટ કરવાની બે રીત છે, તમે ઝડપથી કામ કરી શકો છો અથવા ગુણવત્તાવાળું કામ કરી શકો છો. મારે ઝડપથી નહોતું કામ કરવું, તેથી મેં ફિલ્મની રિલીઝ ડેટ સ્થગિત કરવાનું નક્કી કર્યું હતું', તેમ એક્ટરે કહ્યું હતું.

KGF 2ની સાથે પોતાની ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવાનો વસવસો હોવાનું આમિર ખાને જણાવ્યું હતું. આ સાથે તેણે વળતર તરીકે KGF ચેપ્ટર 2 પ્રમોટ કરવાની ઓફર પણ આપી હતી. એક્ટરે કહ્યું હતું 'મેં ક્યારેય પણ અન્ય મેકર્સ દ્વારા પહેલાથી નક્કી કરવામાં આવેલી તારીખ પર પોતાની ફિલ્મ રિલીઝ કરી નથી. લોકોના મનમાં તેવી ઈમ્પ્રેશન જરાય ઉભી કરવા નથી માગતો કે, હું બીજાની ટેરિટરી પાસ કરી રહ્યો છું. પહેલીવાર હું જીવનમાં સીખનું પાત્ર ભજવી રહ્યો છું, તેથી મારી ફિલ્મને રિલીઝ કરવા માટે વૈશાખી કરતાં સારો દિવસ કોઈ હોઈ શકે નહીં'.


આમિરે વધુમાં જણાવ્યું હતું કે, 'જ્યારે હું મારી ફિલ્મની રિલીઝ ડેટ નક્કી કરી રહ્યો હતો ત્યારે કેજીએફ 2ના પ્રોડ્યૂસર વિજય, ડિરેક્ટર પ્રશાંત અને એક્ટર યશની વારંવાર માફી માગી હતી. મેં મારા કારણો અને તકલીફો પણ તેમને લખીને મોકલી હતી. તેમને તેમ પણ કહ્યું હતું કે, મારી ફિલ્મ માટે વૈશાખીનો દિવસ શ્રેષ્ઠ છે. તેમણે મારી તકલીફ સમજી અને એક દિવસ પર રિલીઝ કરવા માટે સંમત થયા હતા. મારી એક્ટર યશ સાથે લાંબી વાતચીત ચાલી હતી. મેં તેને જણાવ્યું હતું કે, તેની ફિલ્મ હવે સ્ટાઈલિશ બ્રાન્ડ બની ચૂકી છે અને તેથી લોકો સીક્વલ પણ જરૂરથી જોશે. તેની ફિલ્મ એક્શનથી ભરપૂર છે જ્યારે મારી ફેમિલી લવ સ્ટોરી. ફિલ્મમાં કોઈ સમાનતા નથી અને તેથી આશા છે કે તેની બોક્સ ઓફિસ કલેક્શન પર પણ અસર નહીં પડે. મેં યશને વચન પણ આપ્યું હતું કે, 14 એપ્રિલે થિયેટરમાં જઈને તેની ફિલ્મ જરૂરથી જોઈશ'

Share This :

Related Articles

Leave a Comment