બિઝનેસ / શેરબજારમાંથી કઈ રીતે કમાય છે આટલા રૂપિયા? રાકેશ ઝુનઝુનવાલાનું 'સીક્રેટ' જાણો.

  • 25-Nov-2021 01:54 PM

બીગ બુલથી જાણીતા રાકેશ ઝુનઝુલવાલાનું નામ પડે એટલે શેરબજાર સાથે સંકળાયેલા લોકોના કાન ચોક્કસ સરવા થઈ જતા હોય છે. પરંતુ ઝુનઝુનવાલા કઈ રીતે આટલી બધી કમાણી કરી રહ્યા છે તેનું સીક્રેટ જાણવાની કોશિશ રોકાણકારો કરતા હોય છે. તેમની સ્ટ્રેટેજીને સમજવાની પણ રોકાણકારો કોશિશ કરતા હોય છે. તેઓ જે શેરને પસંદ કરે છે તે રોકેટની જેમ ઊંચો જતો રહે છે અને તેના કારણે જ દેશના રોકાણકારોની નજર તેમના પર રહે છે. શેરબજારમાં રૂપિયા લગાવીને ઝુનઝુલવાલાએ અઢળક સંપત્તિ બનાવી છે. આવો એક નજર ઝુનઝુનવાલાના પોર્ટફોફોલિયો પર કરીએ..


માર્કેટની માહિતી આપતી વેબસાઈટ Trendlyne મુજબ ઝુનઝુનવાલાએ સપ્ટેમ્બર 2021 સુધીના આંકડા પ્રમાણે લગભગ 39 કંપનીઓના શેરમાં રૂપિયા લગાવ્યા છે. આ શેરમાં રોકાણની મૂલ્યા 24 હજાર કરોડ જેટલું છે. ટાઈટન કંપની લિમિટેડ ઝુનઝુનવાલાના પસંદગીના શેરોમાંથી એક છે. આ કંપનીમાં તેમના રોકાણની હિસ્સેદારી 4.87% છે, જેની હાલની વેલ્યુ 10,288 કરોડ રૂપિયા છે.

સ્ટાર હેલ્થમાંથી 5 ગણી કમાણી

સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કંપનીએ પોતાના આઈપીઓ માટે પ્રાઈઝ બેન્ડની જાહેરાત કરી દીધી છે. જેના માટે પ્રાઈઝ બેન્ડ 870થી 900 રૂપિયા રાખવામાં આવી છે. રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલાએ આ કંપનીમાં કુલ 17.26% હિસ્સેદારી છે. અહીં પ્રાઈઝ બેન્ડની ઉપરની રકમ પ્રમાણે જોઈએ તો તેમનું રોકાણ દોઢ વર્ષમાં લગભગ 5 ગણુ વધ્યું છે.


કંપનીનો 7,249 કરોડ રૂપિયાનો આઈપીઓ 30 નવેમ્બરે ખુલશે અને 2 ડિસેમ્બરે બંધ થશે. કંપનીના આઈપીઓ પ્રોસ્પેક્ટ્સ મુજબ ઝુનઝુનવાલા દંપતીએ સરેરાશ 156.28 રૂપિયા પ્રમાણે 1,480 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ રોકાણ માર્ચ 2019થી નવેમ્બર 2021 વચ્ચે અલગ-અલગ તબક્કામાં કરાયું હતું. આજે આ રોકાણની કિંમત 8,500 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. ઝુનઝુનવાલા દંપતી આ આઈપીઓમાં પોતાનો ભાગ નથી વેચી રહ્યા.

બીજો સૌથી મોટો સ્ટોક

બુધવારની માર્કેટ વેલ્યુ પ્રમાણે ટાઈટનમાં ઝુનઝુનવાલાની 4.87% હિસ્સેદારીની વેલ્યુ 10,288 કરોડ રૂપિયા થાય છે. આ સિવાય ટાટા મોર્ટર (1,796 કરોડ રૂપિયા), ક્રિસિલ (1,278 કરોડ રૂપિયા) અને એસ્કોર્ટ્સ (1,153 કરોડ રૂપિયા) તેમના ટોપ શેર છે.

સ્ટાર હેલ્થનો આઈપીઓ આ વર્ષનો ત્રીજો સૌથી મોટો ઈશ્યુ છે. પેટીએમ હાલમાં 18,300 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવી હતી, જ્યારે ઝોમેટોનો આઈપીઓ 9,373 કરોડ રૂપિયાનો હતો. જેમાં 2000 કરોડ રૂપિયાના તાજા શેર છે જ્યારે ઓફર ઓફ સેલ દ્વારા 58,324,225 શેરોનું વેચાણ કરાશે. અપર પ્રાઈઝ બેન્ડ હિસાબે દેશની ત્રીજી સૌથી મોટી હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીની વેલ્યુ 51,00 કરોડ રૂપિયા બેસે છે.

આ સિવાય ઝુનઝુનવાલા ફોર્ટિસ, સેલ, નજારા, જુબિલેન્ટ, ફેડરલ બેંક, રેલિસ ઈન્ડિયા, ડેલ્ટા કોર્પ, કેનરા બેંક, ઈન્ડિયા હોટલ્સ સહિત 39 કંપનીઓમાં મોટું રોકાણ ધરાવે છે.

Share This :

Related Articles

Leave a Comment