વર્લ્ડ / મહિલા પેઈન કિલર સમજીને ગળી ગઈ Airpod, પેટમાંથી આવવા લાગ્યો મ્યુઝિકનો અવાજ.

  • 25-Nov-2021 01:56 PM

મેસાચુસેટ્સમાં રહેતી એક મહિલાએ પેઈન કિલરની જગ્યાએ એપ્પલના એરપોડ્સમાંથી એક એરપોર્ડ ગળી ગઈ હતી. 27 વર્ષીય મહિલાએ પોતે ટિકટોક પર આ ઘટનાને દુનિયાના લોકો સાથે શેર કરી હતી. કાર્લી બેલર નામની આ મહિલા પોતાના ટિકટોક વિડીયો માટે સોશિયલ મિડીયા પર પ્રખ્યાત છે. મહિલાએ વિડીયોમાં દાવો કર્યો છે કે, પેઈન કિલર દવાના બદલે તે ભૂલથી એપ્પલ એરપોડ્સના ડાબી બાજુના ઈયરબડને ગળી ગઈ હતી.


એક અંગ્રેજી સમાચારના રિપોર્ટમાં જણાવ્યા મુજબ, કાર્લી બેલરે ટિકટોક વીડિયોમાં દાવો કર્યો છે કે, હું બેડ પર આરામ કરી રહી હતી. મારા હાથમાં એરપોડ્સ હતા અને બીજા હાથમાં પેઈન કિલર ટેબલેટ હતી. મેં પાણીની બોટલ ઊઠાવી અને એક ઈયરબડને દવા સમજીને ગળી ગઈ. બાદમાં મને અહેસાસ થયો કે જેને હું ગોળી સમજીને ગળી ગઈ હતી તે પેઈન કિલર નહીં પણ એરપોડ હતું.

મહિલાએ જણાવ્યું કે, આ ઘટના 5 નવેમ્બરના રોજ ઘઠી હતી. એ સમયે તે તેની એક મિત્રના ઘરે રોકાઈ હતી. જો કે, જ્યારે તેણે દવાના બદલે એરપોડ ગળી લીધુ તો તેને ખબર જ ન પડી કે કંઈ ગડબડ થઈ છે. કાર્લી બેલરે જણાવ્યું કે, ઘરે પરત ફરતી વખતે મને મારૂ એક એરપોડ મળ્યુ નહીં. તો મેં એનુ લોકેશન સર્ચ કર્યું. જેનું લોકેશન મારી પાસે જ બતાવી રહ્યું હતું. એ પછી મેં ફાઈન્ડ માય એરપોડ મ્યુઝિક ચલાવ્યું. તો પેટમાંથી અવાજ સંભળાવા લાગ્યો.


ઘટનાના બે દિવસ બાદ કાર્લી બેલરે ફરી એરપોર્ડનું લોકેશન જાણવાનો પ્રયાસ કર્યો. તો તે બંધ આવી રહ્યું હતું અને તેનું લોકેશન પણ જાણી શકાયુ નહોતું. આવામાં મહિલાએ એક્સ રે કરાવ્યો અને જાણવાનો પ્રયાસ કર્યો કે તેના પેટમાં કોઈ અંગને તો નુકસાન થયુ નથી ને? જો કે, એક્સ રેમાં સ્પષ્ટતા થઈ ગઈ કે કાર્લીના અંગને કોઈ પણ પ્રકારનું નુકસાન થયુ નથી અને ઈયરબડ કુદરતી રીતે જ શરીરમાંથી બહાર આવી ગયો હતો. ત્યારે આ મહિલાને થોડી રાહત થઈ હતી.

Share This :

Related Articles

Leave a Comment