વર્લ્ડ / ડિવોર્સ પછી ડોગી સાથે લગ્ન કરી લીધા મહિલાએ, કહ્યુ-પહેલા કરતાં વધારે ખુશ.

  • 25-Nov-2021 01:59 PM

લંડનમાં રહેતી એક મહિલાએ એના પાળતુ ડોગી સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા હતા જેમાં આશરે 200 લોકો સામેલ થયા હતા. મહિલાએ એના પતિથી છૂટાછેડા લીધા બાદ પોતાના પાળતુ ફિમેલ ડોગી સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

લંડનમાં રહેતી 47 વર્ષની મહિલાનું કહેવુ છે કે, આ લગ્નથી ખૂબ જ ખુશ છે. કારણ કે એક જીવનસાથીમાં આપણે જે ઇચ્છીએ છીએ એ મને શેબા (પેટ ડોગી)માં જોવા મળ્યું.


પતિ સાથે મતભેદો બાદ છૂટાછેડા લઇ ચૂકેલી મહિલા એકલતામાં જીવન પસાર કરી રહી હતી, પરંતુ એ પછી એણે પોતાના પેટ ડોગી શેબા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતા. મહિલાએ એની ફિમેલ ડોગી સાથે સંપૂર્ણ રીતિ-રિવાજ સાથે લગ્ન કર્યા છે અને એને પોતાની જીવનસાથી માની છે. ફિમેલ ડોગીને પોતાની જીવનસાથી કહેનારી મહિલાનું કહેવુ છે કે, એ મારા જીવનનો મહત્વનો હિસ્સો છે. એ મને હસાવે છે, ખુશ રાખે છે અને જ્યારે ઉદાસ હોવ ત્યારે મને સહારો આપે છે.

મહિલાનું કહેવુ છે કે આ લગ્ન માટે તેણે જાતે જ પોશાક તૈયાર કર્યો હતો. લંડનના એક ટીવી શોમાં મહિલાએ જાહેર કર્યું હતું કે, પેટ ડોગી જ્યારે બે મહિનાનું ત્યારથી જ એ એના પ્રેમમાં હતી અને એને ભરોસો હતો કે એક દિવસ તેઓ એક થઇ જશે.

Share This :

Related Articles

Leave a Comment