રાજકારણ / રોબર્ટ વાડરાના ઘરે પહોંચી ઈનકમ ટેક્સની ટીમ, બેનામી સંપત્તિના મામલે પૂછપરછ.

  • 04-Mar-2022 08:55 AM

 કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાના પતિ રોબર્ટ વાઢેરાની ઈનકમ ટેક્સ વિભાગની ટીમ પૂછપરછ કરી રહી છે. રોબર્ટ વાડરાની બેનામી સંપત્તિના મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે.
 

જાણકારી મુજબ, ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે બેનામી સંપત્તિ મામલે પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડરાને નોટિસ મોકલી હતી, પરંતુ તેઓ ઈનકમ ટેક્સની ઓફિસ આવ્યા ન હતા. જેથી ઈનકમ ટેક્સની ટીમ પૂછપરછ માટે રોબર્ટ વાડરાના ઘરે પહોંચી હતી. સૂત્રોએ જણાવ્યું કે, આવકવેરા વિભાગની ટીમ બીકાનેર અને ફરિદાબાદ જમીન કૌભાંડ મામલે રોબર્ટ વાડરાની પૂછપરછ કરી રહી છે.


આરોપો મુજબ, રોબર્ટ વાડરાની ફર્મ સનલાઈટ હોસ્પિટાલિટીએ રાજસ્થાનના બીકાનેરમાં જમીન કૌભાંડ કર્યું છે. તપાસ એજન્સીઓ મુજબ, વાડરાની માલિકીની સ્કાયલાઈન હોસ્પિટાલિટીએ 69.55 હેક્ટર જમીન 72 લાખ રૂપિયામાં ખરીદી હતી અને પછી તે એલેગેની ફિનલેઝને 5.15 કરોડ રૂપિયામાં વેચી હતી, એટલ કે 4.43 કરોડનો નફો કમાયો હતો.

જણાવાઈ રહ્યું છે કે, રોબર્ટ વાડરા કોરોના મહામારીના કારણે ઈનકમ ટેક્સ વિભાગની ઓફિસમાં હાજર નહોંતા રહી શક્યા. ઈનકમ ટેક્સ વિભાગ ઉપરાંત રોબર્ટ વાડરા સામે ઈડી પણ મની લોન્ડ્રિંગ મામલે તપાસ કરી રહી છે. રોબર્ટ વાડરા પર લંડનમાં સંપત્તિની ખરીદી માટે મની લોન્ડ્રિંગનો આરોપ છે. વાડરા પર બ્રાયનસ્ટન સ્ક્વેયરમાં 1.9 મિલિયન પાઉન્ડની કિંમતનું મકાન ખરીદવાનો આરોપ છે. રોબર્ટ વાડરા હાલ આગોતરા જામીન પર છે.

વાડરા પોતાના પર લાગેલા આરોપોને ભૂતકાળમાં નકારી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે તેમણે કંઈ ખોટું નથી કર્યું. જ્યારે કોંગ્રેસ પણ આ મામલાને રાજકીય બદલાની ભાવનાથી કરાયેલી કાર્યવાહી જણાવી રહ્યો છે.

Share This :

Related Articles

Leave a Comment