વર્લ્ડ / કોરોનાના નવા વેરિયન્ટથી હાહાકાર, બ્રિટને આફ્રીકાથી આવતી ફ્લાઈટો પર રોક લગાવી.

  • 26-Nov-2021 10:04 AM

કોરોના વાયરસનો નવો વેરિયન્ટ વધારે ઝડપથી ફેલાય તેવી શંકાના આધારે વિવિધ દેશો એલર્ટ થઈ ગયા છે. ક્યાંક લોકડાઉન તો ક્યાંક બૂસ્ટર ડોઝ લગાવવા અંગેના નિર્ણય લેવામાં આવી રહ્યા છે. આ તરફ બ્રિટને ગુરુવારે છ આફ્રીકાના દેશોથી આવનારી ફ્લાઈટ પર અસ્થાયી રીતે રોક લગાવી દીધી છે. આ માહિતી બ્રિટનના હેલ્થ સેક્રેટરી સાજિદ જાવેદે આપી છે. રિપોર્ટ્સ મુજબ દક્ષિણ આફ્રીકામાં 30થી વધારે મ્યુટેશનન સાથે એક વાવા કોવિડ વેરિયન્ટ B.1.1.529 ફેલાઈ રહ્યો છે. બ્રિટનની સિક્યોરિટી એજન્સી મુજબ આ વેરિયન્ટમાં મોટી સંખ્યામાં સ્પાઈક પ્રોટીન મ્યુટેશન સાથે વાયરલ જીનોમના અન્ય ભાગોમાં મ્યુટેશન જોડાયેલું છે. આ સંભવિત રૂપે જૈનિક રીતે મહત્વપૂર્ણ મ્યુટેશન છે જે વેક્સીન, ઈલાજ અને સંક્રમણના સંબંધમાં વાયરસના વ્યવહારને બદલી શકે છે.

નવો વેરિયન્ટ ઝડપથી ફેલાશે તેવી આશંકા

દક્ષિણ આફ્રીકામાં કોરોના વાયરસના નવા સ્વરુપની માહિતી મળી છે. જે વધારે ઝડપથી ફેલાય તેવી આશંકા છે, આ અંગે અધિકારીઓએ તેની સાથે જોડાયેલા 22 કેસની પુષ્ટિ કરી છે. ઈમ્પિરિયલ કૉલેજ લંડનના વાયરસ સાયન્સના ડૉક્ટર ટોમ પીકોકે આ અઠવાડિયાની શરુઆતમાં પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી વાયરસના નવા સ્વરુપ (B.1.1.529)ને લઈને પોસ્ટ કરી હતી. જે બાદ વૈજ્ઞાનિકોએ આ સ્વરુપ પર નજર રાખી હતી.
 

ફ્રાન્સે નવા વેરિયન્ટ સામે લડવાનો અલગ નિર્ણય લીધો

ફ્રાન્સે કોરોના વાયરસના વધતા કેસ સામે લડવા માટે લોકડાઉન કે કર્ફ્યૂના બદલે ઘરડી વ્યક્તિને કોરોના સામે લડવા માટે બૂસ્ટર ડોઝ આપવાનો નિર્ણય કર્યો છે. દેશમાં પાછલા કેટલાક દિવસોથી સંક્રમણ વધીરહ્યા છે અને રોજના 30 હજાર કરતા વધારે કેસ આવી રહ્યા છે. ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રી ઓલિવિયર વેરને જણાવ્યું કે વેક્સીના બીજા અને ત્રીજા ડો વચ્ચેનું અંતર 6 મહિનાથી ઘટાડીને પાંચ મહિના કરી દેવામાં આવ્યું છે. તેમણે ગઈકાલે જણાવ્યું કે ફ્રાન્સ પાસે બૂસ્ટર ડોઝ લગાવવા માટે પુરતા પ્રમાણમાં વેક્સીનનો સ્ટોક છે.

નવા વેરિયન્ટને લઈને ભારત સરકાર પણ એલર્ટ

નવા વેરિયન્ટને લઈને કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને એલર્ટ રહેવા તથા તમામ રાજ્યોને આંતરાષ્ટ્રીય મુસાફરોની તપાસ કરવા માટે જણાવ્યું છે. આફ્રીકા સહિત દુનિયાના ઘણાં દેશોમાં ગંભીર નવા વેરિયન્ટના કેસ મળ્યા છે. એવામાં કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ગઈ છે. ગુરુવારે સરકારે તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું કે દક્ષિણ આફ્રીકા, હોંગકોંગ અને બોત્સવાનાથી આવનારા તમામ આંતરાષ્ટ્રીય પ્રવાસીઓની યોગ્ય તપાસ અને સ્ક્રીનિંગ સહિતની તપાસ થવી જોઈએ.

Share This :

Related Articles

Leave a Comment