બોલીવુડ / મૂવી રિવ્યુ: 'અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ'

  • 26-Nov-2021 10:38 AM

ફિલ્મ - 'અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ'
ડિરેક્ટર - મહેશ માંજરેકર
કલાકારો - સલમાન ખાન, આયુષ શર્મા, મહિમા મકવાણા
જોનર - એક્શન, ડ્રામા, ક્રાઈમ
સમયગાળો - 2 કલાક 10 મિનિટ
ક્રિટિક રેટિંગ - 3.0/5

સલમાન ખાન અને આયુષ શર્મા સ્ટારર ફિલ્મ 'અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ' એક મરાઠી ફિલ્મ 'મુળશી પેટર્ન'ની ઓફિશિયલ રિમેક છે. જેમાં નાના શહેરના યુવક રાહુલ (આયુષ શર્મા)ની કહાણી છે જે પૂનાનો ખતરનાક ભૂ-માફિયાઓ પૈકીનો એક બની જાય છે. તે ઘણાં દુશ્મનો બનાવે છે અને કાયદો તોડે છે. ત્યારે તેની સામે ઈન્સ્પેક્ટર રાજવીર સિંહ (સલમાન ખાન) અડચણરૂપ બને છે જે શહેરનો સંપૂર્ણ ક્રાઈમ ખતમ કરવા માગે છે.

ફિલ્મ 'અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ'નું ડિરેક્શન મહેશ માંજરેકરે કર્યું છે જેણે ગેંગસ્ટરની કહાણી માટેનું સ્ટેજ તૈયાર કર્યું છે. આ સંપૂર્ણપણે મનોરંજક ફિલ્મ છે. છતાં તેમાં ઓછું એક્શન જોવા મળી રહ્યું છે. આ ફિલ્મમાં એક્શન કરતા વધારે ડાયલોગબાજી છે જે કહાણીમાં અડચણરૂપ જોવા મળી રહી છે. ઈન્ટરવલ પહેલા મોટા પ્લોટ ટ્વિસ્ટ છે જે ઈન્ટરવલ પછી તમામ પાત્રો માટેની ગતિ બનાવી રાખવામાં મદદ કરે છે. મહેશ માંજરેકરે ખૂબ હોશિયારીપૂર્વક ગ્રામીણ અને શહેરી મહારાષ્ટ્ર રજૂ કર્યું છે. કરણ રાવતની સિનેમેટોગ્રાફીએ શહેરમાં થઈ રહેલા સતત વિકાસને સારી રીતે દર્શાવ્યો છે. પોપ્યુલર મરાઠી એક્ટર્સે ફિલ્મને વધારે મજબૂત કરી છે. છતાં ફિલ્મમાં એક જેવા સંઘર્ષને વારંવાર દેખાડવામાં આવ્યા છે. સાથે જ ફિલ્મમાં ચારેય ગીતો જબરદસ્ત છે.

Share This :

Related Articles

Leave a Comment