ઇન્ડિયા / ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયાના બે મહિના પછી અમેરિકાની વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું.

  • 10-Mar-2022 08:36 AM

 અમેરિકામાંડુક્કરનું હૃદય જે વ્યક્તિમાં ટ્ર્રાન્સપ્લાન્ટ કરાયું હતું તેનું મોત થઈ ગયું છે. અમેરિકાના યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડિકલ સેન્ટરએ સારવાર દરમિયન 57 વર્ષના ડેવિડ બેનેટ (David Bennett)નું મોત થઈ ગયું હોવાનું જણાવ્યું છે. ડેવિડને આ વર્ષે જાન્યુઆરીમાં ડુક્કરનું હૃદય લગાવાયું હતું. ડોક્ટરોએ મોતનું ચોક્કસ કારણ તો નથી જણાવ્યું, પરંતુ એટલું કહ્યું કે, તેની તબિયત ઘણા દિવસ પહેલા બગડવાની શરૂ થઈ ગઈ હતી. ડેવિડના પુત્રએ તેના પિતાને અંતિમ સમય સુધી બચાવવાનો પ્રયાસ કરનારા ડોક્ટરોની પ્રશંસા કરી છે. દીકરાએ આશા વ્યક્ત કરી કે, તેના પિતાના કામથી દુનિયાભરમાં અંગોની અછતને દૂર કરવામાં મોટી મદદ મળશે.

યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ સ્કૂલ ઓફ મેડિસિનના નિવેદનમાં ડેવિટ બેનેટ જૂનિયરે કહ્યું કે, અમે ડોક્ટરોના અથાક પ્રયાસ, તેના અભિનવ પ્રયોગ અને સાહસિક પગલાંનું સ્વાગત કરીએ છીએ. અમને આશા છે કે, તેમનું આ કામ એ લોકો માટે એક આશાનું કિરણ બનશે, જે લાંબા સમયથી ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે અંગોની રાહ જાઈ રહ્યા છે. ડેવિડ બેનેટનું ઓપરેશન 7 જાન્યુઆરીએ કરાયું હતું. ત્યારે સમગ્ર દુનિયામાં આ ઓપરેશનની ઘણી ચર્ચા પણ થઈ હતી. ડેવિડના પુત્રએ એમ પણ જણાવ્યું કે, તેના પિતાને જાણ હતી કે, આ ઓપરેશન કામ કરશે તેની કોઈ ગેરન્ટી નથી.

ડુક્કરનું હૃદય લગાવ્યા પછી મેરીલેન્ડ હોસ્પિટલે દાવો કર્યો હતો કે, તે યોગ્ય રીતે કામ કરી રહ્યું છે. મેરીલેન્ડ હોસ્પિટલે સમયાંતરે અપડેટ જારી કર્યા કે બેનેટ ધીરે-ધીરે સાજા થઈ રહ્યા હતા. ગત મહિને હોસ્પિટલના ફીઝિયો થેરેપિસ્ટની સાથે ડેવિડનો એક વિડીયો પણ જારી કરાયો હતો, જેમાં તેઓ તદ્દન સ્વસ્થ જોવા મળી રહ્યા હતા. હોસ્પિટલે પણ કહ્યું હતું કે, પ્રાણીઓના અંગોનો મનુષ્યના શરીરમાં ઉપયોગ કરવાથી માનવ અંગોની અછત દૂર કરી શકાય છે.

બાલ્ટીમોર હોસ્પિટલમાં સર્જી કરનારા ડો. બાર્ટલે ગ્રિફિથે એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, 'અમે ડેવિટ બેનેટના મોતથી ઘણા દુઃખી છીએ. તે એક બહાદુર દર્દી હતા, જેમણે જીવિત રહેવા માટે છેલ્લે સુધી લડાઈ લડી. આ પહેલા વર્ષ 1984માં એક બાળકમાં બબૂનનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. એ હૃદય સાથે બાળક 21 દિવસ જીવતું રહ્યું હતું. અમેરિકામાં ગત વર્ષે 41,000થી વધુ ટ્ર્રાન્સપ્લાન્ટ કરાયા, તેમાંથી 3,800 હૃદયના ટ્રાન્સપ્લાન્ટ હતા.'

Share This :

Related Articles

Leave a Comment