રાજકારણ / પંજાબના રાજકારણમાં ઉથલ-પાથલ વચ્ચે અમિત શાહને મળવા પહોંચ્યા કેપ્ટન અમરિંદર સિંહ.

  • 30-Sep-2021 08:32 AM

પંજાબના રાજકારણમાં થઇ રહેલી ઉથલ-પાથલ વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ બુધવારે સાંજે બીજેપીના પૂર્વ અધ્યક્ષ અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહને મળવા એમના રહેઠાણ પર પહોંચ્યા છે.

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા કેપ્ટન અમરિંદર સિંહ મંગળવારે જ દિલ્હી પહોંચ્યા હતા. જોકે આ દરમિયાન તેમણે એવી ચોખવટ કરી હતી કે તેઓ કોઇ રાજનેતાને મળવા માટે આવ્યા નથી.

પરંતુ આજની અમિત શાહ સાથેની એમની મુલાકાત પંજાબના રાજનીતિના સમીકરણ બદલી શકે છે. પૂર્વ મુખ્યમંત્રી કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થાય એવી અટકળો વધી રહી છે. ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિત શાહ સાથે કેપ્ટન અમરિંદર સિંહની મુલાકાતથી પંજાબની રાજનીતિમાં ભૂકંપ આવી જ ગયો છે પરંતુ કોંગ્રેસના ટોચના નેતાઓ પણ પંજાબ કોંગ્રેસને લઇને ચિંતા વધી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, કેપ્ટન અમરિંદર સિંહ ચાલી રહેલા ખેડૂત આંદોલન અને કેન્દ્ર સરકાર માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેમના સીએમ પદેથી રાજીનામુ આપ્યા પછી નિષ્ણાંતોનું અનુમાન હતું કે કેપ્ટન પંજાબ રાજનીતિને લઇને કોઇ મોટુ પગલુ ભરી શકે છે.

પંજાબ કોંગ્રેસમાં નવજોત સિંહ સિદ્ધુએ પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યા પછી અહીં રાજકીય ઘટનાક્રમમાં નવો વળાંક આવ્યો છે.

Share This :

Related Articles

Leave a Comment