બિઝનેસ / સપ્તાહના પહેલા જ દિવસે શેરબજાર ખૂલતાવેંત 1000નું ગાબડું, નિફ્ટીમાં પણ 250 પોઈન્ટનો કડાકો.

  • 18-Apr-2022 09:55 AM

આજે સપ્તાહના પહેલા જ દિવસે ભારતીય શેરબજારોમાં મોટો કડાકો બોલ્યો હતો. માર્કેટના મુખ્ય ઇન્ડેક્સ પૈકી એક બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ આજે 1000 પોઈન્ટના કડાકા સાથે 57,338 પર ખૂલ્યો હતો. જે આ પહેલાના કામકાજના સત્રમાં એટલે કે 13 એપ્રિલ બુધવારના રોજ 58,338 પોઈન્ટ પર બંધ થયો હતો. અહીં નોંધનીય છે કે આ વખતે શેરમાર્કેટમાં ચાર દિવસનો વીકેન્ડ આવ્યો હતો. માર્કેટ ગુરુવાર, શુક્રવાર અને શનિ-રવિ બંધ રહ્યું હતું. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો મુખ્ય ઇન્ડેક્સ Nifty50 પણ આજે 250 પોઈન્ટના કડાકા સાથે ખૂલ્યો છે. છેલ્લા કામકાજના દિવસ 13 એપ્રિલ, બુધવારના રોજ નિફ્ટી 17,475 પર બંધ થઈ હતી. જે આજે 17,183 પોઈન્ટ પર ખૂલી રહી.

શેરબજારમાં આજે પડેલા ગાબડા પાછળ આંતરરાષ્ટ્રીય બજારનું વિપરિત વલણ અને આંતરાષ્ટ્રિય બજારોમાં બોલેલા કડાકાને આભારી છે. ભારતીય બજારોએ આંતરરાષ્ટ્રીય શેરબજારની સ્થિતિને અનુરુપ પોતાનું આજનું પ્રદર્શન કર્યું હતું. તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધ હજુ પણ લાંબુ ખેચાવાની શક્યતા વચ્ચે કડાકો બોલ્યો હતો. આજે શેરબજારની સાથે સાથે માર્કેટના મિડકેપ અને લાર્જકેપ ઇન્ડેક્સમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં નિફ્ટિ મિડકેપ 100 તેના પાછલા બંધ 30796થી 269 પોઈન્ટ તૂટીને 30565 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. તો નિફ્ટી બેંક પણ 592 ટકા જેટલો ઘટીને 36870 પહોંચી ગયો હતો.

જ્યારે આજે BSE મિડકેપ તેના ગત કામકાજી સત્ર બુધવાર અને 13 એપ્રિલના રોજ 24985 પર બંધ થયો હતો જેમાં 221 પોઈન્ટન ઘટાડા સાથે હાલ લખાઈ રહ્યું છે ત્યારે 24763 પર ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સમાં કડાકા પાછળ આજના ટોપ લુઝર શેર હોય તો ટાટા પાવર, શ્રીરામ ટ્રાન્સ, અદાણી પાવર, મુથૂટ ફાઈનાન્સ અને JSW એનર્જી સહિતના શેરો છે. જ્યારે ભારતી ઈલેક્ટ્રિક, ઓઇલ ઇન્ડિયા, ટોરેન્ટ ફાર્મા, ટીવીએસ મોટર્સ અને હનીવેલ ઓટમ જેવા શેર્સમાં સેન્સેક્સના કડાકા વચ્ચે પણ તેજી જોવા મળી રહી છે.

Amazing deal for you!
Ambrane 15000 mAh Power Bank Olive Green for just Rs 999 (MRP Rs 2499) from Tatacliq
 

Share This :

Related Articles

Leave a Comment