રાજકારણ / 'દિલ્હી-પંજાબની જેમ ગુજરાતમં પણ ખાનગી શાળાઓમાં ડોનેશન અને ફી વધારા પર પ્રતિબંધ મૂકો', AAPની માગણી.

  • 19-Apr-2022 09:35 AM

વડાપ્રધાન મોદી ફરી એકવાર 18 એપ્રિલથી ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં શિક્ષણને જ ચૂંટણી મુદ્દા તરીકે ઉપયોગ કરવાનું નક્કી કર્યું હોય તેમ રાજ્યની ખાનગી શાળામાં ફી વધારા અને ડોનેશન ઉપર પ્રતિબંધ મૂકવા માટે માગણી કરતાં આપના પ્રદેશ પ્રમુખ ઇટાલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને માગણી કરી છે. તેમણે પત્રમાં ચિમકી પણ ઉચ્ચારી છે કે જો સરકાર તેમની માગણીઓ નહીં સ્વિકારે તો આગામી દિવસોમાં લોકશાહી ઢબે વિરોધ કરવામાં આવશે.

આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે રાજ્યમાં શિક્ષણના બેફામ વેપારને કારણે ખાનગી શાળઓઓની મનમાની સામે ગુજરાતના વાલીઓ લૂંટાઈ રહ્યા છે. આપની સરકાર છે તેવા પંજાબ અને દિલ્હીમાં ખાનગી શાળાઓ પુસ્તકો, યુનિફોર્મ કે બુટ મોજાની ખરીદી બાબતે દબાણ કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે ગુજરાતની જનતાને પણ આ હક મળવો જોઈએ એટલું જ નહીં ખાનગી શાળામાં ફી વધારા અને ડોનેશન ઉપર પણ પ્રતિબંધ મૂકાયો છે. તેનો અમલ ગુજરાતમાં થવો જોઈએ. એટલું જ નહીં ડોનેશન માગે તેમની સસામે કાર્યવાહી થવી જોઈએ. ખાનગી શાળાના શિક્ષકો અને સ્ટાફનું શોષણ બંધ થવા સાથે એફઆરસી કમિટીમાં વાલીઓનો સભ્ય તરીકે સમાવેશ પણ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

ઈટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે સરકારી શાળામાં શિક્ષકની ભરતી બંધ થવાથી યુવાનોને નોકરી મળી રહી નથી. મોંઘવારીના કારણે સામાન્ય વ્યક્તિ માટે ઘર ચલાવવું પણ અઘરું બની ગયું છે ત્યારે રુપિયાના અભાવે ગુજરાતના બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે વાલીઓને સરકાર રાહત આપે તે જરુરી છે.

મહત્વનું છે કે આપ દ્વારા આ વખતે ચૂંટણીમાં શિક્ષણ, સરકારી સ્કૂલો અને ખાનગી શાળાઓમાં ફી વધારાને જ નિશાન બનાવીને ભાજપ અને રાજ્ય સરકારને ઘેરવાનો પ્લાન બનાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં જ આ પ્લાના ભાગરુપે દિલ્હીના શિક્ષણ મંત્રી અને આપ પાર્ટીમાં કેજરીવાલના નંબર ટુ મનીષ સિસોદિયા ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના મત વિસ્તારના ગામડાઓની સરકારી શાળામાં ફરીને તેની બિસ્માર હાલતનો વીડિયો જાહેર કર્યો હતો. એટલું જ નહીં તાજેતરની પીએમ મોદીની મુલાકાતને લઈને પણ સિસોદિયાએ ટ્વિટ કર્યું હતું અને કહ્યું હતું કે રાજ્યનું સર્વેલન્સ સેન્ટર એટલે કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ભલે તમે ઉદ્ઘાટન કરો પરંતુ તેમાંથી એવી શાળાઓની તસવીરો નહીં જોવા મળે જેમાં કરોળિયાના જાળા છે અને બેસવા માટે બેન્ચ પણ નથી. શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીના વિસ્તારમાં સરકારી શાળામાં ટોઇલેટ તૂટેલી હાલતમાં હોય તેવું મે મારી મુલાકાત દરમિયાન નજરે જોયું છે, તેવો દાવો સિસોદિયાએ કર્યો હતો.

Share This :

Related Articles

Leave a Comment