બોલીવુડ / Celebs Talks: લગ્નજીવનને ટકાવી રાખવા એશ ધરાવે છે સામાન્ય યુવતી જેવા વિચાર, તમે પણ જાણીને કહેશો વાહ!

  • 22-Apr-2022 09:57 AM

ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan-Aishwarya Rai Bachchan’s Anniversary)ને મેડ ફોર ઇચ અધર કહેવામાં કંઇ જ ખોટું નથી. આવું એટલાં માટે કે, લગ્નના 15 વર્ષ બાદ પણ તેમના પબ્લિક અપિયરન્સમાં પહેલાં જેવો જ પ્રેમ જોવા મળે છે. એટલું જ નહીં, તેઓ એકબીજાંને પર્સનલી અને પ્રોફેશનલી સપોર્ટ કરતાં જોવા મળે છે. આ સપોર્ટ અને પ્રેમનું એક કારણ એ પણ જોવામાં આવે છે કે, બંનેને અગાઉના સંબંધોમાં સફળતા નથી મળી, પણ જ્યારે તેઓએ એકબીજાંને જીવનસાથી તરીકે પસંદ કર્યા તે નિર્ણય તેમને સાચા પ્રેમ સુધી લઇ જવામાં મદદરૂપ થયો.

જો કે, આ કપલની પરફેક્ટ મેરિડ લાઇફમાં લોકો કન્ટ્રોવર્શિયલ પોઇન્ટ્સ શોધતા રહે છે. ઘણીવાર આ કપલે એવી પરિસ્થિતિનો પણ સામનો કરવો પડ્યો હતો જે સાંભળીને તેમના ફેન્સને આશ્ચર્ય થયું હતું. પણ બ્યૂટી વીથ બ્રેઇન ઐશ્વર્યા રાયે આ વાતનો એવો જવાબ આપ્યો કે લોકોની બોલતી બંધ થઇ ગઇ હતી.

(ફોટોગ્રાફ્સઃ ઇન્ડિયાટાઇમ્સ/યોગેનશાહ)

​પ્રેમ-વિશ્વાસ વગર સંબંધ અધૂરો

એક વાત સાથે તમે પણ સહમત થશો કે, આપણે જીવનભર અલગ અલગ લોકો સાથે સંબંધમાં જોડાયેલા હોઇએ છીએ. પરંતુ પતિ-પત્નીની વચ્ચે બનતા બૉન્ડને એક જ ઝટકાંમાં ખતમ કરવો મુશ્કેલ છે. કારણ કે, આ સંબંધ માત્ર પ્રેમ જ નહીં પણ પરસ્પર સહયોગના કારણે પણ ટકી રહે છે. જો તમે સમજદારી નહીં દાખવો તો તેની સીધી અસર સંબંધ પર જોવા મળશે.

આ વાતને એશ-અભિ સારી રીતે સમજે છે. બંનેને ખ્યાલ છે કે, જીવનમાં ખુશી શોધવા અને ખુશ રહેવા માટે પોતાના પ્રત્યે જ નહીં પણ સાથી પ્રત્યેનો પ્રેમ અને સામેવાળાના પ્રેમને સમજવાની નજર હોવી પણ જરૂરી છે. આ જ કારણ છે કે, ફરીવાર જ્યારે તેઓના ડિવોર્સની અફવા ઉડી ત્યારે અભિષેકે સ્પષ્ટ કહી દીધું કે, કોઇ ત્રીજાં વ્યક્તિને મારાં અને એશ વચ્ચેના સંબંધને કેવી રીતે ચલાવવો જોઇએ તેની મંજૂરી હું નથી આપતો. એશને ખબર છે કે હું તેને કેટલો પ્રેમ કરું છું અને મને ખબર છે કે તે મને કેટલો પ્રેમ કરે છે.

​સાત ફેરા બાદ ડિવોર્સ

હકીકતમાં આ કિસ્સો ઐશ્વર્યા-અભિષેકના લગ્નના બે વર્ષ બાદનો છે, જ્યારે આ કપલ ઓપરા વિન્ફ્રેના ફેમસ અમેરિકન શોમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન શોની હોસ્ટ ઓપરાએ એશ-અભિના ભારતીય લગ્નની લાંબી વિધિને લઇને એક સવાલ કર્યો હતો, જેના પર એક્ટરે જવાબ આપતા કહ્યું કે, ભારતમાં લગ્નના ફંક્શન મોટાંભાગે 10 દિવસ સુધી ચાલે છે, ત્યારબાદ કપલ અગ્નિની ફરતે સાત ફેરા લે છે.

અભિષેકની વાત સાંભળીને ઓપરાએ મજાકના સૂરમાં કહ્યું કે, વાહ, સાત ફેરા બાદ તો ડિવોર્સ લેવાનું પણ મુશ્કેલ છે. જેના જવાબમાં ઐશ્વર્યાએ કહ્યું કે, આ પ્રકારના વિચારો દિમાગમાં પણ નથી લાવતા. ઐશ્વર્યાના આ જવાબે ઓપરાની બોલતી બંધ કરી દીધી એટલું જ નહીં, તેણે એ પણ સ્પષ્ટ કરી દીધું કે, તેમના સંબંધો દિલથી જોડાયેલા છે અને આ સંબંધ માત્ર એક બે વર્ષ માટે નહીં પણ જન્મોજન્મ માટે છે.

​સંબંધોમાં કેમ જરૂરી છે આ વ્યવહાર

શો દરમિયાન એશએ ભલે આટલી મોટી વાત સાવ સહજતાથી કહી હોય પણ તેને સમજવમાં ઘણાં કપલ્સ મ્હાત ખાઇ જાય છે. ખાસ કરીને મહિલાઓના મામલે આ વધારે જોવા મળે છે. કારણ કે, પરફેક્ટ લગ્ન હોવા છતાં તેઓને પોતાના સંબંધને લઇને થોડી તો ઇનસિક્યોરિટીઝ હોય જ છે.

તેનું એક કારણ એ પણ છે કે, ઘણીવાર તેમના આવા વર્તનને લોકો જજ કરી લે છે. જો કે, ઐશ્વર્યાના આ વિચારોથી એ વાત સ્પષ્ટ થઇ જાય છે કે તમે તમારાં સંબંધોને શરૂઆતથી જ પોઝિટીવ લઇને ચાલો તો તેને તૂટવાનો ડર નહીંવત રહે છે.

Share This :

Related Articles

Leave a Comment