બોલીવુડ / લગ્નના એક વર્ષ બાદ Shahid Kapoorથી અલગ થવા માગતી હતી Mira Rajput, એક ગેરસમજણ બની હતી કારણ

  • 26-Apr-2022 10:12 AM

બોલિવુડ એક્ટર શાહિદ કપૂર (Shahid Kapoor) તેની અપકમિંગ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ 'જર્સી'ની (Jersey) રિલીઝની રાહ જોઈ રહ્યો છે, જેમાં તેની ઓપોઝિટમાં મૃણાલ ઠાકુર (Mrunal Thakur) છે. ફિલ્મ 'જર્સી' ડિસેમ્બર, 2021માં રિલીઝ થવાની હતી જો કે, તે સમયે કોરોના મહામારીની ત્રીજી લહેર આવતાં તારીખ પાછળ કરવામાં આવી હતી અને હવે ફિલ્મ 14મી એપ્રિલે થિયેટરમાં આવવાની છે. 'જર્સી' ફિલ્મનું ટ્રેલર દર્શકોને પસંદ આવ્યું છે અને તેથી શાહિદ કપૂર ખૂબ જ ખુશ છે. હાલમાં તેણે તેના અંગત જીવન વિશે વાત કરી હતી. એક ઈન્ટરવ્યૂ દરમિયાન એક્ટરે ખુલાસો કર્યો હતો કે, 2015માં લગ્ન કર્યાના એક વર્ષની અંદર તેની ફિલ્મ 'ઉડતા પંજાબ' જોયા બાદ પત્ની મીરા રાજપૂતને (Mira Rajput) લગ્નજીવન યથાવત્ રાખવું કે નહીં તે વિશે વિચાર આવ્યો હતો.

'ઉડતા પંજાબ' રિલીઝ થઈ તે સમયે ખૂબ વિવાદ થયો હતો. ફિલ્મમાં શાહિદ કપૂરે રોકસ્ટારનું પાત્ર ભજવ્યું હતું, જે ડ્રગ એડિક્ટ હતો. ન્યૂઝ 18 સાથે વાતચીત કરતાં એક્ટરે જણાવ્યું હતું કે, ફિલ્મ જોયા બાદ પત્ની મીરા તેની સાથે રહેવા માગતી નહોતી. શાહિદ જ મીરાને સૌથી પહેલા ફિલ્મ દેખાડવા માટે તેને એડિટિંગ રૂમમાં લઈ ગયો હતો. જો કે, બાબતે ત્યારે યુટર્ન લીધો હતો જ્યારે બાજુમાં બેઠેલી મીરા ઉભી થઈને જતી રહી હતી.

ઈન્ટરવલ દરમિયાન મીરાનું રિએક્શનનું જોઈને શાહિદ પરેશાન થઈ ગયો હતો. એક્ટરે કહ્યું હતું કે, 'મને મનમાં સવાલ થયો હતો કે, અચાનક શું થઈ ગયું?. અમારા હમણા જ લગ્ન થયા હતા અને તે અરેન્જ મેરેજ હતા, અમે એકબીજાને સારી રીતે જાણતા પણ નહોતા'. જેના પર મીરાએ સવાલ કર્યો હતો કે, શું તે રિયલમાં પણ સ્ક્રીન પર દેખાય છે તેવો છે અને બાદમાં તેણે કહ્યું હતું કે 'હું તારી સાથે રહેવા માગતી નથી'. એક્ટરે તરત જ તેને સમજાવી હતી અને કહ્યું હતું કે, તે માત્ર ફિલ્મ છે અને રિયલ લાઈફમાં તે સાથે તેને કોઈ લેવાદેવા નથી.

ઉલ્લેખનીય છે કે, શાહિદ કપૂર અને મીરા રાજપૂતના અરેન્જ મેરેજ છે. બંનેના લગ્ન જુલાઈ, 2015માં થયા હતા. કપલ મિશા અને ઝૈન એમ બે બાળકોના માતા-પિતા છે.

Share This :

Related Articles

Leave a Comment