તંજાવુરમાં વાર્ષિક રથયાત્રા દરમિયાન રથનું વાહન હાઈ વોલ્ટેજ તારના સંપર્કમાં આવતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. ખુશીનો કાર્યક્રમ માતમમાં ફેરવાયો છે. આ અકસ્માતમાં 11 લોકોના મોત થઈ ગયા છે. આ ઘટના કઈ રીતે બની કોની ભૂલના કારણે આ ઘટના ઘટી તે અંગે હજુ તપાસ કરવામાં આવી રહી છે. ઘટના સ્થળ પર દેખાય છે કે એક વાહનની આગળ હાઈ વોલ્ટેજ વાયર પડ્યા છે એટલે કે આ વાયર રથના સંપર્કમાં આવતા દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ ઘટનામાં 11 લોકોના મોતની સાથે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસે અક્સમાતનો ગુનો નોંધીને વધારે તપાસ શરુ કરી છે. રથયાત્રા મંદિર તરફ જઈ રહી હતી ત્યારે દુર્ઘટના બની હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે.
સ્વતંત્ર સમાચાર