આ વાતમાં કોઈ બે મત નથી કે જયારે કોઈ એક પાર્ટનર મૂડ ખરાબ હોય તો રિલેશનમાં તણાવ વધવાનું શરૂ થઇ જાય છે. લાંબા સમય સુધી સાથીનો મૂડ ન ખરાબ રહે, તેના માટે તમે કેટલાય પ્રયત્નો કરો છો પરંતુ તેમને મનાવવાનું સરળ નથી હોતું. ખાસ કરીને જ્યારે મેળ પાર્ટનરનો મૂડ કોઈ કારણસર સારો ન હોય અને તેમને તમારે મનાવવું હોય તો તે એક મુશ્કેલભર્યું કામ હોય શકે છે. કારણ કે પુરુષોમાં ઘણીવાર ગુસ્સો વધારે જોવા મળે છે અને તેને શાંત કરવું સરળ નથી હોતું. મૂડ ખરાબ થવાના ઘણા કારણો હોઈ શકે છે જેવા કે કામનું પ્રેશર, તમારી સાથે કોઈ લડાઈ થવી કે ફાઇનાન્સિયલ ટેન્શન હોવું. તેવામાં તમારા પાર્ટનરનો ખરાબ મૂડ કઈ રીતે સારો કરવો તેની કેટલીક સરળ ટિપ્સ અમે તમને જણાવી રહ્યા છીએ જેનાથી તમે પળવારમાં તમારા પાર્ટનરને સારું ફીલ કરાવી શકશો.
એવું કહેવામાં આવે છે કે છોકરાઓના દિલ સુધી પહોંચવાનો રસ્તો પેટથી થઈને જાય છે. તેવામાં જ્યારે પાર્ટનરનો મૂડ ખરાબ હોય તો તેવા સમયે આનાથી વધારે સારો રસ્તો શું હોઈ શકે. સાથીને જે વસ્તુઓ ખાવામાં પસંદ હોય તે બનાવીને ટેબલ પર મૂકો અને જો તે જોઇને તેમનો મૂડ થોડો સારો થાય તો તમે તેમની સાથે કેન્ડલ લાઈટ ડીનર પણ કરી શકો છો. જોકે તમને ખાવાનું બનાવતા ન આવડતું હોય તો તમે બહારથી પણ તેમની ફેવરીટ ડિશ ઓર્ડર કરી શકો છો.
પાર્ટનર જે પણ કામ કરે તેમણે પૂછી લેવું કે શું તેમને તમારી મદદની જરૂર છે. જો તેઓ કોઈ જવાબ ન આપે તો પણ પ્રયત્ન કરો કે તમે તેમની સાથે બેસી તેમના કામમાં કોઈ મદદ કરી શકો. જો તેમનો મૂડ તેનાથી વધારે ખરાબ થતો દેખાય તો તે કરવાનું બંધ કરી દેવું.
તમે તેમની સાથે બેસીને તેમને પૂછી શકો છો કે તેમના અપસેટ થવાનું કારણ શું છે. તેમજ જ જો પાર્ટનરનો મૂડ ખરાબ થવાનું કારણ તમારી સાથે થયેલ ઝઘડો છે અને તેમાં તમારી ભૂલ છે તો તુરંત જ સોરી બોલીને વાત સમાપ્ત કરવાનો પ્રયાસ કરો. તમે તેમને ફોન પર પણ સોરીના પ્રેમભર્યા GIF મેસેજ મોકલી શકો છો.
જયારે પાર્ટનરનો કોઈ કારણસર મૂડ ખરાબ હોય અને તમારી સાથે ખરાબ રીતે વાત કરે તો તમે પણ તેમને સમજવાની જગ્યાએ વળતો જવાબ આપે છે. એવામાં ઘણીવાર તેઓ એકલતા અનુભવે છે. જો તમારા મેલ પાર્ટનરનો મૂડ સારો નથી તો સૌથી પહેલા તેમની પાસેથી કારણ જાણવાનો પ્રયાસ કરો. જો એક-બે વાર તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરશો તો તેઓ તેમના અંદરનો ગુસ્સો જરૂર બહાર કાઢશે અને તમને તેઓ કયા કારણથી અપસેટ છે તે કહેશે.
કપલ્સની વચ્ચે ઘણીવાર લડાઈ એટલા માટે થાય છે કે તેમના વચ્ચે કમ્પેટેબિલિટી નથી હોતી. એક પાર્ટનર ગુસ્સામાં હોય તો બીજા સાથીએ શાંત રહેવું પડે છે. જોકે તમે એવું કરવામાં ઘણીવાર નિષ્ફળ થાવ છો. જો તમારો મેલ પાર્ટનર પહેલાથી જ ખરાબ મૂડમાં હોય તો તમારે તેમની સાથે કોઇપણ વાત પર દલીલ નહીં કરવી કારણ કે તેનાથી વાત વધુ બગડી શકે છે. તમારે એ સમજવું પડશે કે સાથીનો મૂડ ઠીક કરવા તેમની સાથે શાંતિથી વાત કરવી પડશે.
સ્વતંત્ર સમાચાર