બિઝનેસ / LIC IPO: 902-949 રૂપિયા હશે પ્રાઈસ બેન્ડ, પોલિસી હોલ્ડર્સને મળશે ડિસ્કાઉન્ટ.

  • 27-Apr-2022 09:14 AM

લાઈફ ઈન્સ્યોરન્સ ઓફ ઈન્ડિયા (એલઆઈસી)ના આઈપીઓને લઈને સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. LIC IPOની પ્રાઈસ બેન્ડ પણ બહાર આવી છે. સરકારી સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું કે, એલઆઈસી આઈપીઓની પ્રાઈસ બેન્ડ 902થી 949 રૂપિયા વચ્ચે હશે. જેમાં એલઆઈસી પોલિસી હોલ્ડર્સ માટે 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. જ્યારે રિટેલ ઈન્વેસ્ટર્સ અને કંપનીના કર્મચારીઓને 45 રૂપિયાની છૂટ મળશે. એન્કર ઈન્વેસ્ટર્સ માટે આ આઈપીઓલ 2 મેના રોજ ઓપન થઈ શકે છે જ્યારે રોકાણકારો માટે આ આઈપીઓ 4થી 9 મે દરમિયાન ઓપન રહેશે. સૂત્રોનું કહેવું છે કે એલઆઈસી બોર્ડે શનિવારે આઈપીઓની સાઈઝ 5 ટકા ઘટાડીને 3.5 ટકા કરવાની મંજૂરી આપી હતી.

આ ભાગીદારી વેચવાથી સરકારને અંદાજીત 21,000 કરોડ રૂપિયા મળવીના આશા છે. જોકે, આ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ની મંજૂરી પર આધાર રાખશે. જોકે, સરકારી સૂત્રોનું કહેવું છે કે આ ભાગીદારીને 5 ટકા સુધી વધારવાનો વિકલ્પ ખુલ્લો છે. જો આવું થશે તો સરકારને અંદાજીત 30,000 કરોડ રૂપિયા મળી શકે છે.

એલઆઈસી આઈપીઓની સાઈઝ ભલે ઓછી કરવામાં આવી હોય પરંતુ 21,000 કરોડ રૂપિયાના આંકડા સાથે પણ આ દેશનો સૌથી મોટો આઈપીઓ હશે. આ ગત વર્ષે આવેલા પેટીએમના આઈપીઓથી પણ મોટો હશે. પેટીએમનો આઈપીઓ 18,300 કરોડ રૂપિયાનો હતો. આ પહેલા કોલ ઈન્ડિયાનો 2010માં આવેલો આઈપીઓ 15,500 કરોડ રૂપિયાનો હતો. જ્યારે 2008માં રિલાયન્સનો આઈપીઓ આવ્યો હતો જે 11,700 કરોડ રૂપિયાનો હતો.

એલઆઈસી એ 27 એપ્રિલ એટલે કે બુધવારે બપોરે 12.30 વાગ્યે એક પત્રકાર પરિષદ બોલાવી છે જેમાં મીડિયા સમક્ષ આઈપીઓની તમામ જાણકારી રજૂ કરવામાં આવી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, એલઆઈસી આગામી સપ્તાહે 4મેના રોજ સ્ટોક એક્સચેન્જ પર પોતાનો આઈપીઓ લોન્ચ કરી શકે છે. જોકે, સમગ્ર બાબત 27 એપ્રિલે સ્પષ્ટ થઈ શકે છે.

Share This :

Related Articles

Leave a Comment