બોલીવુડ / Ralia wedding: લગ્નમાં 50 લાખની સાડી સાથે આલિયાના સાવ સસ્તા કોલ્હાપુરી સેન્ડલ બન્યા ચર્ચાનો વિષય.

  • 27-Apr-2022 09:14 AM

આલિયા ભટ્ટના વેડિંગ ફોટોગ્રાફ્સ (Wedding Photographs) જ્યારે લોકો સામે આવ્યા ત્યારે તેના ફેન્સ આશ્ચર્યમાં પડી ગયા હતા કે, મિત્રોના લગ્નમાં એકથી એક ચઢીયાતા ગ્લેમરસ લહેંગામાં જોવા મળતી આ એક્ટ્રેસે પોતાના લગ્ન માટે સફેદ રંગની સાડી પર પસંદગી ઉતારી. એટલું જ નહીં, તેની વેડિંગ જ્વેલરી (Wedding Jewelary) અને અન્ય ચીજો સ્ટનિંગ તો ચોક્કસથી હતી પણ તેમાં કંઇ ખાસ કે હટકે ડિઝાઇન નહતી. હવે વાત કરીએ તેના સેન્ડલ્સની તો લગ્નના દિવસે જે સેન્ડલ આલિયાએ પહેર્યા હતા, તે પણ જૂના હતા.

​બજેટવાળા જૂના સેન્ડલ

કરોડો રૂપિયાની માલકણ અને અંદાજિત 50 લાખ રૂપિયાની બ્રાઇડલ સાડી (bridal saree) પહેર્યા બાદ તેણે પોતાના માટે જે બ્રાઇડલ ફૂટવેર (bridal footware) પસંદ કર્યા તે તેની પાસે પહેલેથી જ મોજૂદ હતા. લગ્નના દિવસે જ નહીં, આ સેન્ડલમાં આલિયા પહેલાં પણ બે-ત્રણ વખત કેમેરામાં ક્લિક થઇ ચૂકી છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર તમે આરામથી સર્ચ કરી શકો છો. એટલું જ નહીં, તેની કિંમત તો એટલી ઓછી છે કે, તે તમારાં બજેટમાં ફિટ થઇ જશે.

​આટલી છે કિંમત

પેજ અનુસાર, આલિયા ભટ્ટની હિલ્સ Stoffastyleમાંથી ખરીદવામાં આવી હતી. મુંબઇમાં મોજૂદ આ સ્ટોરની પોતાની વેબસાઇટ પણ છે. ઇન્ટરનેટ પર તેની અંદાજિત કિંમત 3,800 રૂપિયા જ છે. આ નજીવી પ્રાઇઝ, જે થોડીઘણી બચત બાદ કોલેજ ગોઇંગ ગર્લ્સ પણ પોતાના માટે અફોર્ડ કરી શકે છે.

​દિલ્હીના સરોજનીમાં તેના ઓપ્શન

જો આ પેજની માહિતી સાચી છે, તો દિલ્હીના સરોજની માર્કેટથી લઇને કરોલ બાગ સુધી આવી અનેક શોપ્સ આવેલી છે જ્યાં આ પ્રકારની હિલ્સ તમને સરળતાથી મળી જશે. જો કે, આલિયાના વેડિંગ હિલ્સ મુકાબલે તેની પ્રાઇઝ ઓછી જ હશે. વળી, ડિઝાઇનમાં પણ થોડાં ઘણાં ફેરફારો સાથે આ માર્કેટ્સમાં તમને ઘણી સારી હિલ્સ મળી જશે.

Share This :

Related Articles

Leave a Comment