વર્લ્ડ / આટલું જાણી લેશો તો સિઝેરિયનનો ભય થશે દૂર; જાણો ગેરમાન્યતાઓ, હકીકત અને ઉપચાર વિશે.

 • 27-Apr-2022 09:29 AM

બાળકને જન્મ આપતી વખતે જે કુદરતી પ્રક્રિયા છે તેને સદીઓથી મહત્વ આપવામાં આવ્યું છે. હવે મોર્ડન ટેક્નોલોજીના સમયમાં ગાયનેકોલોજિસ્ટ્સ નેચરલ બર્થ પ્રોસેસની (normal delivery) સાથે સાથે ઘણીવાર સિઝેરિયનની સલાહ પણ આપતા હોય છે. ગાયનેકોલોજિસ્ટ્સ અનુસાર, બાળકના જન્મ (child birth) પહેલાં કોમ્પલિકેશન્સને ધ્યાનમાં રાખીને ઘણીવાર નેચરલ બર્થની શક્યતાઓ ઘટી જાય છે. તેવામાં સિઝેરિયન ડિલિવરી શ્રેષ્ઠ ચોઇસ ગણાય છે.

એપ્રિલ મહિનાને સિઝેરિયન અવેરનેસ મન્થ (Caesarean Awareness Month in April) તરીકે ઉજવવામાં આવે છે. એક ખાનગી વેબસાઇટમાં પ્રકાશિત લેખ અનુસાર, અહીં જાણીતા ડોક્ટર્સે સિઝેરિયન (C-section)ને લગતી કેટલીક ખોટી માન્યતાઓ અને તેના વિશેના ડરને ભગાવવા, ઉપરાંત હેલ્થનું ધ્યાન કેવી રીતે રાખશો તેની સલાહ આપી છે તેના વિશે જણાવવામાં આવ્યું છે.

​કોમ્પલિકેશન્સના કારણે મુશ્કેલી

મુંબઇના જાણીતા ગાયનેકોલોજિસ્ટ (gynaecologist)ના જણાવ્યા અનુસાર, નેચરલ બર્થ પ્રોસેસ શક્ય નહીં હોવા પાછળના ઘણાં કારણો છે. જેમ કે, માતામાં ડિલિવરી પહેલાં જ કોઇ કોમ્પલિકેશન્સ ઉભા થવા, બાળકની સાઇઝ, સિફાલોપેલ્વિક ડિસ્પોર્શન (ભ્રૂણના માથાની સ્થિતિ માતાની શ્રેણી સાથે સંબંધિત પ્રોસેસ), અગાઉ બેથી વધુ સિઝેરિયન થયા હતા, પ્લેસેન્ટા પ્રેવિયા (એવી કન્ડિશન જેમાં પ્લેસેન્ટ આંશિક અથવા સદંતર રીતે યુટરસના મુખને બ્લોક કરી દે) અથવા બાળકની એબ્નોર્મલ પોઝિશન અને હાઇ-રિસ્ક પ્રેગ્નન્સી.

​ભવિષ્યમાં ફર્ટિલિટીમાં મુશ્કેલીઓ

સૌથી પહેલી માન્યતા એ છે કે, જે સ્ત્રી સિઝેરિયનની મદદથી બાળકને જન્મ આપે છે તેની ફર્ટિલિટી એટલે કે પ્રજનનક્ષમતામાં મુશ્કેલીઓ ઉભી થાય છે.

આ અંગે તમારાં ડોક્ટર સાથે સરળ અને ચોખવટતા સાથેની વાતચીત કરો. કેરળની અશ્વિની સિજિને તાત્કાલિક સિઝેરિયન કરાવવું પડ્યું કારણ કે તેને ઇન્ટર્નલ બ્લિડિંગ વધી ગયું હતું અને બાળકના જીવને જોખમ હતું. તે ઓપરેશન પહેલાં ખૂબ જ ડરી ગઇ હતી, પણ તેના ડોક્ટરે તેની સાથે શાંતિથી વાતચીત કરી અને તેનો ડર દૂર કર્યો. અશ્વિનીએ કહ્યું કે, સિઝેરિયનના પાંચમા દિવસે જ મને ડિસ્ચાર્જ કરી દેવામાં આવી, લોકો મારી રિકવરીને જોઇને માની જ ના શક્યા કે મેં સિઝેરિયન કરાવ્યું છે.

​સિઝેરિયન સૅફ છે

દિલ્હીના ઓબ્સેટ્રિસિયન અને ગાયનેકોલોજિસ્ટના જણાવ્યા અનુસાર, એડવાન્સ્ડ એન્ટિબાયોટિક્સ, સારાં સર્જિકલ અને સૅફ એનેસ્થેસિયા ટેક્નિક્સનના કારણે સિઝેરિયન સૅફ સર્જરી છે. જો કે, અમુક ચોક્કસ કેસોમાં જ તેની આસપાસના ઓર્ગન્સ જેમ કે બ્લેડર અથવા બાઉલ્સમાં ઇન્જરી થવાના ચાન્સિસ હોય છે. પણ નેચરલ બર્થ હોય કે સિઝેરિયન અતિશય રક્તસ્ત્રાવ (excessive bleeding)ના ચાન્સિસ તો બંને પ્રકારમાં રહેલા જ છે. માત્ર સિઝેરિયનના જ રિસ્ક ફેક્ટર્સને હાઇલાઇટ કરવા મુશ્કેલ છે.

​બંનેમાં રિકવરી ટાઇમ સરખો

મુંબઇની સુનિતાએ તેના બાળકને જન્મ આપવા માટે કુદરતી રીતને જ મહત્વ આપ્યું હતું. તેણે એવા સમયે સિઝેરિયન કરાવ્યું જ્યારે સિઝેરિયન એટલું કોમન પણ નહતું. તેણે કહ્યું કે, મારાં મત મુજબ બંને પ્રક્રિયામાં રિકવરી સમય સરખો જ છે. લોકો કહે છે કે, જો તમે નેચરલ પ્રક્રિયાથી બાળકને જન્મ નથી આપ્યો તો તમે તે દુઃખને સહન જ નથી કર્યુ જે સ્ત્રી માટે સૌથી મહત્વનું હોય છે. પણ સિઝેરિયનમાં પણ એટલું જ દર્દ છે, તેમાં લાંબો ચીરો, ટાંકા અને ઓપરેશન બાદ લેવામાં આવતી તમામ કાળજીનું દર્દ રહેલું છે.

 

​રિકવરી માટેની ખાસ ટિપ્સ

 • યોગ અને ફિઝિયોથેરાપીની મદદ લો
 • પેટના ભાગે મસાજ અને ભારે સામાનને ઉંચકવાનું ટાળો
 • પ્રેગ્નન્સી પહેલાં, દરમિયાન અને બાદમાં એક ચોક્કસ ડાયેટ પ્લાન તમારાં ડોક્ટર પાસે તૈયાર કરાવો અને તેને અનુસરો
 • તમારાં ડોક્ટરના સંપર્કમાં રહો અને ડિલિવરી બાદ રૂટિન ચેકઅપ કરાવતા રહો

 

​ગેરમાન્યતાઓ અને જવાબ

 • વજન વધી જવાની બીક લાગતી હોય છેઃ સિઝેરિયન બાદ વજન નથી વધતું નથી, હકીકતમાં ડિલિવરી (caesarean delivery) બાદ જે હાઇ-કૅલેરી ખોરાક લેવામાં આવે છે, કોઇ એક્સરસાઇઝ નથી કરવામાં આવતી તેથી વજન વધે છે.
 • એનેસ્થેસિયાના કારણે કમરનો દુઃખાવોઃ સ્પાઇનલ એનેસ્થેસિયાના કારણે કમરનો દુઃખાવો નથી થતો.
 • હું એક્સરસાઇઝ નહીં કરી શકું: તમે નોર્મલ એક્ટિવિટીઝ જેમ કે, ચાલવા જવું વગેરે આઠ દિવસ બાદ અને એબ્ડોમિનલ એક્સરસાઇઝ છથી આઠ અઠવાડિયા બાદ કરી શકો છો.
 • સિઝેરિયનથી બાળક નબળું જન્મે છેઃ એડવાન્સ્ડ મેડિકલ ટેક્નોલોજીના કારણે મેટરનલ અને ફૅટલ એક્સીડન્ટ્સમાં દેખીતો ઘટાડો થયો છો. તમારે લાઇફસ્ટાઇલ કે ઉછેરને મહત્વ આફવાની જરૂર છે નહીં કે કેવા પ્રકારે તમે બાળકને જન્મ આપો છો.

​ઓપરેશન બાદ ખાન-પાનનું ધ્યાન

 • પાલક વગેરે જેવા આર્યન-રિચ ફૂડ ખાવ
 • કેલ્શિયમથી ભરપૂર સોયાબીન, ચણા અને આંબળાના પાન લેવાનું રાખો
 • પ્રોટીનથી ભરપૂર ચિકન, એગ્સ, ફિશ, મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ્સ
 • ડ્રાય ફ્રૂટ્સ (Dry fruits), અને સનફ્લાવર સીડ્સ
 • વિટામિન -રિચ ફૂડ જેમ કે, ફ્લાવર, તરબૂચ, સ્ટ્રોબેરીઝ
 • દહીં (Yogurt), પનીર (paneer), સૂપ (soups) પણ ભોજનમાં લઇ શકાય

Share This :

Related Articles

Leave a Comment