ધર્મ દર્શન / કેવો રહેશે તમારો આજનો દિવસ,તારીખ 28 એપ્રિલ 2022નું રાશિફળ .

  • 28-Apr-2022 08:47 AM

Horoscope Today 28 April 2022: 28 એપ્રિલ, 2022 ગુરુવારે ચંદ્રમા દિવસ-રાત મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે. અહીં ચંદ્રમા ગુરુ મળીને ગજકેસરી યોગ બનાવી રહ્યા છે, જે મીન રાશિનાં લોકો માટે ખૂબ જ ફળદાયી છે. આ સિવાય ચંદ્રમાના ગોચરને કારણે મિથુન અને સિંહ રાશિના લોકોને પણ ભાગ્યનો પૂરો સાથ મળશે. કેવો રહેશે અન્ય તમામ રાશિઓ માટે દિવસ, જાણો ગણેશજીએ આજે તમારા ભાગ્યમાં શું લખ્યું છે...

મેષ રાશિફળ (Aries Horoscope)

ગણેશજી કહે છે કે, મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે. તમારી બુદ્ધિ અને કામ પ્રત્યેની નિષ્ઠા જોઈને અધિકારીઓ તમારા વખાણ કરશે. ઘણા નાના-નાના રોકાણો ભવિષ્ય માટે ફાયદાકારક બની શકે છે. ભાગીદારીના વ્યવસાયમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો. આજે મહિલાઓ ઘરના કામમાં વધુ વ્યસ્ત રહેશે. આજે તમને નવું કામ મળી શકે છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાના ક્ષેત્રમાં સફળતા મળશે.

ભાગ્ય આજે તમારો 80% સાથ આપશે. શિવલિંગ પર જળ અર્પણ કરો.

વૃષભ રાશિફળ (Taurus Horoscope)

ગણેશજી કહે છે કે, વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. સખત મહેનતના બળથી તમે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાંથી પણ બહાર આવી જશો. પ્રોપર્ટી ડીલ પર નિર્ણય તમારા પક્ષમાં હોઈ શકે છે. તમારી કમાણી સાવધાની સાથે ખર્ચ કરો. પરિવારમાં બધાને સાથે લઈને ચાલવાનો પ્રયત્ન કરશે. વાહન ચલાવતી વખતે સાવચેત રહો. કાર્ય માટે દિવસ ઉત્તમ છે, મનમાં નવો જોશ અને ઉત્સાહ જોવા મળશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે.

આજે ભાગ્ય 95% તમારા પક્ષમાં રહેશે. યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો.

મિથુન રાશિફળ (Gemini Horoscope)

ગણેશજી કહે છે કે, મિથુન રાશિના લોકોનું ભાગ્ય આજે તેમનો સાથ આપશે. આજે કામકાજમાં તમારું પ્રદર્શન શાનદાર રહેવાનું છે. તમારા અંદર બોલવાની જે કળા છે, તે તમને કોઈપણ ક્ષેત્રમાં સફળતાના શિખર પર લઈ જવામાં મદદરૂપ સાબિત થશે. તમે પ્રગતિ મેળવવા માટે તનતોડ મહેનત કરશો. તમને પરિવાર તરફથી ખુશી અને સહયોગ મળશે, મનોબળ વધશે. નજીકના સંબંધીઓ અને બાળકો તરફથી ખુશી મળશે. સાંજનો સમય મનોરંજક રહેશે.

ભાગ્ય આજે તમારો 82% સાથ આપશે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરો.

કર્ક રાશિફળ (Cancer Horoscope)

ગણેશજી કહે છે કે, આજે કર્ક રાશિના લોકોએ પોતાના મનને કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. નાણાકીય રીતે તમે તમારી જાતને મજબૂત અનુભવશો. સમજદારીથી કામ કરો, મુશ્કેલીઓ સરળ થશે. યુવાનોને કરિયરમાં મોટી સફળતા મળી શકે છે. રાજકીય મામલા તમારા પક્ષમાં ઉકેલાશે. પરિવારના સભ્યો તરફથી ખુશી અને સહયોગ મળશે. ઠંડી વસ્તુઓનો ઉપયોગ ઓછો કરો, શરદીની ફરિયાદ થઈ શકે છે.

આજે ભાગ્ય 90 ટકા તમારી સાથે રહેશે. ભગવાન ગણેશજીની પૂજા-આરાધના કરો.

સિંહ રાશિફળ (Leo Horoscope)

ગણેશજી કહે છે કે, સિંહ રાશિના લોકો આજે ઉત્સાહથી ભરેલાં જોવા મળશે, ભાગ્ય તમારો સાથ આપે છે, કામમાં ઉત્સાહ જોવા મળશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાના ક્ષેત્રમાં સફળતા મળશે. આજે તમે તમારા મિત્ર અથવા પરિચિતને મળશો, જેના કારણે તમારા ચહેરા પર ખુશી જોવા મળશે. પરિવાર તરફથી તમે ચિંતામુક્ત રહેશો. આજે ભાગ્ય તમારો સાથ આપશે, તમે માંગલિક કાર્યમાં ભાગ લેશો.

આજે ભાગ્ય 76 ટકા સુધી તમારી સાથે છે. ચણાના લોટની મીઠાઈનું દાન કરો.

કન્યા રાશિફળ (Virgo Horoscope)

ગણેશજી કહે છે કે, આજે ભાગ્ય કન્યા રાશિના લોકોનો સાથ આપશે. આ સાથે આજે તે લોકો માંગલિક કાર્યમાં પણ ભાગ લેશે. તમારી વાણી મધુર રહેશે, જેના કારણે તમે બીજાને તમારી તરફ આકર્ષિત કરશો. કાર્યક્ષેત્રમાં અપેક્ષિત સફળતા પ્રાપ્ત થશે. તમે તમારી ઈચ્છા મુજબ કાર્ય યોજનાઓ પૂર્ણ કરશો. પારિવારિક સુખ સારું મળશે. મનમાં પ્રસન્નતા બની રહેશે.

આજે તમારું ભાગ્ય 75 ટકા રહેશે. હનુમાનજીની પૂજા કરો.

તુલા રાશિફળ (Libra Horoscope)

ગણેશજી કહે છે કે, તુલા રાશિના લોકોએ આજે પોતાની ઈચ્છાઓ બીજા પર થોપવાનો પ્રયાસ ન કરવો જોઈએ. વહીવટ સંબંધિત કામ સરળતાથી પૂર્ણ થશે. વર્તમાન પરિસ્થિતિઓને કારણે વ્યવસાયિક પ્રવૃત્તિઓ નબળી રહેશે. સારા લોકો સાથે સંબંધ બનશે. તમારી ખ્યાતિ અને પ્રતિષ્ઠા-સન્માનમાં વધારો થશે. તમને પરિવારનો સહયોગ ચોક્કસપણે મળશે, તેથી હિંમત ન હારશો અને આવનારા પડકારોનો સામનો કરો.

આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે. પીપળાના ઝાડ નીચે દીપ પ્રગટાવો.

વૃશ્ચિક રાશિફળ (Scorpio Horoscope)

ગણેશજી કહે છે કે, વૃશ્ચિક રાશિના લોકોનું મન આજે પ્રસન્ન રહેશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે, પ્રવાસ વગેરેનો આનંદ મળશે. વેપારમાં સારો ફાયદો થશે. આજના દિવસની શરૂઆત તમારા માટે સારી થશે. તમે જે પણ કાર્ય તમારા હાથમાં લેશો તેમાં તમને સફળતા મળશે. કામકાજમાં સારો ધન લાભ થશે. તમે પૈસા પણ બચાવી શકો છો.

ભાગ્ય આજે તમારો 81% સાથ આપશે. ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો.

ધન રાશિફળ (Sagittarius Horoscope)

ગણેશજી કહે છે કે, ધન રાશિના લોકો માટે દિવસનો પ્રથમ ભાગ વધુ અનુકૂળ અને સુખદ રહેશે. કામકાજમાં અનુકૂળતા સાથે કાર્યમાં પ્રગતિ થશે અને આજનો દિવસ પારિવારિક સુખ માટે સારો રહેવાનો છે. આજે વેપારી વર્ગના લોકો સારી કમાણી કરી શકે છે, કોઈ સારી ડીલ પણ થઈ શકે છે. તમારા કાર્યક્ષેત્રમાં મોટો બદલાવ આવી શકે છે. આજે કોઈ નવું કામ શરૂ કરવું ફાયદાકારક રહેશે. આજે તમને કોર્ટના કેસમાંથી મુક્તિ મળી શકે છે.

આજે ભાગ્ય 92 ટકા તમારી સાથે રહેશે. હનુમાન ચાલીસાનો પાઠ કરો.

મકર રાશિફળ (Capricorn Horoscope)

ગણેશજી કહે છે કે, આજે મકર રાશિના લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે. તમારા ઘરમાં રહીને જ મોટા ભાગનું કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. કારોબાર કરનારાં લોકો માટે સમય મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ નિરાશ ન થતાં. નોકરિયાત લોકોનાં કામના અધિકારીઓ વખાણ કરશે. તમને સાસરિયાઓ તરફથી સારા સમાચાર મળશે. આજે નોકરીમાં તમારું પ્રદર્શન સારું રહેશે. તમારામાં બોલવાની જે કળા છે, તે તમને કોઈપણ ક્ષેત્રમાં સફળતાના શિખર પર લઈ જવામાં મદદરૂપ સાબિત થશે.

આજે તમારું ભાગ્ય 85 ટકા રહેશે. સૂર્યદેવને જળ અર્પણ કરો.

કુંભ રાશિફળ (Aquarius Horoscope)

ગણેશજી કહે છે કે, આજે કુંભ રાશિના લોકો માટે કામ ધીમી ગતિએથી પ્રગતિ તરફ વધશે. વેપારમાં ઈચ્છા અનુસાર લાભ થવાની સંભાવના છે. કારોબારીઓને મોટા રોકાણથી બચવાની જરૂર છે. આજે કેટલીક નવી ખરીદી કરશો. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. આજે તમે સારા લોકો સાથે સંપર્ક સ્થાપિત કરશો, જેઓ તમને કામમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે અને માર્ગદર્શન આપશે. આજે મન પ્રસન્ન રહેશે.
આજે 79 ટકા ભાગ્ય તમારી સાથે છે. ભગવાન વિષ્ણુજીની આરાધના કરો.

મીન રાશિફળ (Pisces Horoscope)

ગણેશજી કહે છે કે, મીન રાશિના જાતકોની વાતોથી આજે લોકો પ્રભાવિત થશે. પ્રોફેશનલ લાઈફમાં પરિસ્થિતિઓ તમારી ઈચ્છા મુજબ રહેશે. જો તમારા વેપારનું કોઈ કામ લાંબા સમયથી અટકેલું છે, તો આજે તે પૂર્ણ થઈ શકે છે. મિત્રોને આપેલાં વચનને પૂર્ણ કરવામાં સરળતા રહેશે. આજે તમને શિક્ષણ અને સ્પર્ધાના ક્ષેત્રમાં સફળતા મળશે. પરિવારના સભ્યો તરફથી શક્ય તમામ સહયોગ મળતો રહેશે.

આજે ભાગ્ય 95 ટકા તમારી સાથે રહેશે. ભગવાન ગણેશજીની આરાધના કરો.

Share This :

Related Articles

Leave a Comment