રાજકારણ / પીએમ મોદી એક તરફી વાતો કરી ભ્રમ ફેલાવી રહ્યા છે: મમતા બેનર્જી.

  • 28-Apr-2022 09:06 AM

વધતી મોંઘવારી અને કોરોના કેસોને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચુઅલ મીટિંગ કરી. આ મીટિંગ પછી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીએમ પર નિશાન સાધ્યું. મમતા બેનર્જીએ કહ્યું કે, પીએમની આ મીટિંગ એકતરફી હતી. તેમણે મુખ્યમંત્રીઓની વાત સાંભળી નહીં. એટલું જ નહીં, મમતાએ એમ પણ કહ્યું કે, પીએમએ રાજ્યોને વેટ છોડવા માટે કહ્યું,, જ્યારે કે તેમની સરકાર પહેલેથી વેટમાં છૂટ આપી રહી છે અને બંગાળની સરકાર પર કરોડોનું દેવું થઈ ગયું છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે, પીએમએ મુખ્યમંત્રીઓને કહ્યું કે, રાજ્ય વેટમાં છૂટ આપી પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત આપે. તેમણે કહ્યું કે, તેમની સરકારે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 1 રૂપિયાની વેટની છૂટ આપી છે. સબસિડીને પગલે તેમની સરકાર પર છેલ્લા ત્રણ વર્ષમાં 1,500 કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું છે.

મમતા બેનર્જીએ કહ્યું કે, પીએમ મોદીની સાથે આજની વાતચીત સંપૂર્ણ રીતે એકતરરફી અને ભ્રામક હતી. તેમણે જે તથ્ય જણાવ્યા તે ખોટા હતા. અમે છેલ્લા ત્રણ વર્ષથી પેટ્રોલ અને ડીઝલ પર દર લિટરે 1 રૂપિયાની સબસિડી આપી રહ્યા છીએ. અમે તેના માટે 1,500 કરો રૂપિયા ખર્ચ કર્યા છે.

તેમણે દાવો કર્યો કે, બેઠકમાં મુખ્યમંત્રીઓને બોલવા દેવાયા નહીં એટલે એ લોકો વડાપ્રધાનના નિવેદનનો જવાબ આપી ન શક્યા. તેમણે કહ્યું કે, પેટ્રોલ, ડીઝલ અને ગેસની વધતી કિંમતોનો મામલો રાજ્યો પર છોડી દેવાયો. કહેવાયું કે, રાજ્યોએ ભાવ ઘટાડવા પડશે. રાજ્ય તે કઈ રીતે કરશે? તમે કિંમતો વધારી દીધી. શું તમે તમારી આવક જોઈ? તમે લોકોને એકતરફી વાતો કરી ભ્રમ ફેલાવી રહ્યા છો.

મમતા બેનર્જીએ કહ્યું કે, અમારી સરકારને 1.5 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તમે તેના પર કંઈ ન કહ્યું. તમારી પાસે અમારે 97,000 કરોડ રૂપિયા લેવાના છે. હાલમાં ભારત સરકાર પેટ્રોલ પર પશ્ચિમ બંગાળ સરકારની સરખામણીમાં 25 ટકા વધુ ટેક્સ લગાવી રહી છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે, તમે (પીએમ) 5 ભાજપ શાસિત રાજ્યોની પ્રશંસા કરી અને તમે તેમને ઘણા રૂપિયા આપ્યા છે. તેમને ઘણી બધી યોજનાઓ માટે અમારા કરતા વધુ રૂપિયા અપાય છે. એટલે તેમના માટે 4-5 કરોડ છોડવા મોટી વાત નથી. તમે તેમને 40 હજાર કરોડ આપો છો.

Share This :

Related Articles

Leave a Comment