હેલ્થ / કોરોના કેસોના અનિયમિત, ઝડપી અને અણધાર્યા ઉછાળા વચ્ચે તમારા માસ્કને અપગ્રેડ કરવાના કારણો જાણી લો.

  • 28-Apr-2022 09:07 AM

જ્યારે પણ તમે તમારા ઘરની બહાર નીકળો છો, ત્યારે ત્રણ વસ્તુઓ તમને ભૂલવી પોષાય તેમ નથી- તમારો સ્માર્ટફોન, અસરકારક માસ્ક અને સેનિટાઈઝર. 2022માં એ આપણા જીવનની સ્થિતિ બની ગઈ છે! જેમ-જેમ આપણે મહામારીના બીજા વર્ષની નજીક આવી રહ્યા છીએ, તેણે ખરેખર એકલા હાથે આપણી જીવનશૈલી બદલી નાખી છે. કેસોમાં વારંવાર થતા ઉછાળા સાથે તે આપણને આ વાયરસનો સામનો કેવી રીતે કરવું તેનું પુનઃમુલ્યાંકન કરતા રાખે છે. તેથી નિયમોમાં ફેરફાર જરૂરી છે- ખાસ કરીને માસ્કની વિશ્વસનીયતા અને અસરકારતા અંગે. આપણામાંથી મોટાભાગના યોગ્ય રીતે માસ્ક કઈ રીતે પહેરવું તે જાણે છે ત્યારે કયું માસ્ક પહેરવું તે મોટો વિવાદનો વિષય છે.

હાલમાં, બજારમાં કપડાંના ઘરે બનાવેલા માસ્ક, ડિસ્પોઝેબલ માસ્ક અને ≥0.3 માઈક્રોનના વાયરસ, બેક્ટેરિયા, પ્રદૂષણ, રજકણ, ધૂળ અને બીજકણને રોકવા ડિઝાઈન કરાયેલા N95/FFP2 S જેવા રેસ્પિરેટર્સ સહિતના ઘણા પ્રકારના માસ્ક ઉપલબ્ધ છે. FFP2 S માસ્ક Bureau of Indian standards (BIS) દ્વારા સર્ટિફાઈડ છે- પરંતુ, શું તમે વિચાર્યું છે કે, N95/FFP2 S ની સરખામણીએ સર્ટિફાઈડ ન હોય તેવા માસ્ક કેટલા અસરકારક છે?

કોટનના માસ્ક ચમકદાર હોય છે, પરંતુ શું તે તમને સુરક્ષિત રાખવામાં મદદ કરી શકે છે?

જો તમે કોટનના માસ્કનો ઉપયોગ કરો છો તો અહીં કેટલીક રસપ્રદ હકીકત જણાવાઈ છે જે તમને N95/FFP2 S માસ્ક તરફ લઈ જશે. ACGIH દ્વારા કરાયેલા સ્ટડી મુજબ, જો આપણે બધા N95 માસ્ક ( કે પછી તેની સરખામણીનું BIS સર્ટિફાઈડ FFP2 S માસ્ક) યોગ્ય રીતે પહેરીએ તો, આપણે વાયરસ સામે 25 કલાક સુધી સુરક્ષિત રહી શકીએ છીએ, એટલું જ નહીં સંક્રમિત વ્યક્તિની હાજરીમાં પણ. જોકે, બંનેએ કપડાંનું માસ્ક પહેરેલું હોય તો આ આંકડો ઘટીને 27 મિનિટ થઈ જાય છે.
 

n95 mask.


મહામારી શરૂ થઈ ત્યારથી, આપણામાંથી મોટાભાગના લોકો N95 શબ્દથી પરિચિત થયા છે. તે ઘણું અસરકારક માસ્ક છે જેને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર ઓખ્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ (NIOSH) દ્વારા પ્રમાણિત કરાયું છે, જે સીડીસી હેઠળ આવતી યુનાઈટેડ સ્ટેટ્સ ફેડરલ એજન્સી છે. નામ સૂચવે છે તે મુજબ, N95 માસ્ક ઓછામાં ઓછા 95% એરબોર્ન કણોને ફિલ્ટર કરે છે. આ N95 માસ્ક 0.3 માઈક્રોન સુધીના વાયરસ અને બેક્ટેરિયલ કણોને રોકવાની ક્ષમતા ધરાવે છે. મહામારીના શરૂઆતના સમયમાં N95 માસ્કએ લાખો પરિવારોને વાયરસથી બચાવવામાં ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. બે વર્ષ પછી પણ આ માસ્કએ પોતાને નવા વેરિયન્ટ સામે અસરકારક સાબિત કર્યું છે. એક ટિપિકલ N95 માસ્કમાં ચડિયાતા નોન-વુવન, ઈલેક્ટ્રોસ્ટેટિકલી ચાર્જ્ડ મેલ્ટ-બ્લોન મટીરિયલ્સ સાથેના 5 લેયર હોય છે.

FFP2 S માસ્ક: સુરક્ષિત રહેવાનો વધારે અસરકારક રસ્તો

N95 માસ્ક કોરોના વાયરસ સામે ઉત્તમ રક્ષણનો પર્યાય બની ગયા છે, ત્યારે તેની સરખમાણી કરી શકે તેવા માસ્ક પણ ઉપલબ્ધ છે. આવો જ એક વિકલ્પ છે FFP2 S- જે N95 જેટલા જ અસરકારક છે. આ માસ્ક Bureau of Indian standards (BIS)એ જણાવેલા માપદંડોને પૂરા કરે છે. FFP2 S માસ્કનું બીજું પાસું એ છે કે તે ઈલેક્ટ્રોસ્ટ્રેટિકલી ચાર્જ મેલ્ટ-બ્લોન ફિલ્ટર્સનું વધારાનું કવચ પુરું પાડે છે, જે ચેપી કણોને રોકી લે છે.

આ માસ્કને નાકની ઉપરના ભાગથી લઈને દાઢીના નીચેનો ભાગ ઢંકાય તે રીતે બનાવાયા છે. આ માસ્ક બધા માટે યોગ્ય બનાવવા સ્કીન કમ્પેટિબિલિટી ટેસ્ટ, કન્ફર્ટ ટેસ્ટ અને બ્રીથિંગ રેસિસ્ટન્સ ટેસ્ટમાંથી પસાર કરાયા છે. આ ઉપરાંત પણ બીજા ઘણા ટેસ્ટમાંથી આ માસ્કને પસાર થવું પડ્યું છે.

વાલ્વવાળા માસ્ક હવાને હવા ફિલ્ટર કર્યા વિના બહાર છોડવા દે છે, જેનો અર્થ છે કે, સંક્રમિત વ્યક્તિમાંથી (એસિમ્પટમેટિક પણ) વાયરસ અન્ય લોકોમાં ફેલાય છે. તેથી અન્યોની સલામતી માટે વાલ્વ વિનાના માસ્કનો ઉપયોગ કરવો યોગ્ય છે. જ્યારે કપડાંના માસ્ક અને તેમાં પણ સર્જિકલ માસ્ક મૂળભૂત સ્તરનું રક્ષણ પુરું પાડે છે, પરંતુ જ્યારે તમારા આરોગ્યની વાત આવે તો તમારે સમાધાન કરવું જોઈએ નહીં. આ સંદર્ભમાં ITCની Savlon એવું માસ્ક પુરું પાડી રહી છે, જે તમને મદદ કરશે. Savlon FFP2 S માસ્ક 0.3 માઈક્રોન જેટલા નાના એરોસોલ્સ સામે 95% રક્ષણ આપે છે. ઉચ્ચ ફિલ્ટરેશન ક્ષમતાને કારણે Savlon FFP2 S માસ્ક વાયરસના ઘણા પ્રકારના પાર્ટિકલ્સ એરોસોલ્સ, બેક્ટેરિયા, પ્રદૂષણ અને ધૂળ સામે પુરુતું રક્ષણ આપે છે. દરેક બેંચ Bureau of Indian standardsએ જણાવેલા ક્વોલિટી પરફોર્મન્સ અને અસરકારતાના કડક ટેસ્ટમાંથી પસાર થાય છે.

Share This :

Related Articles

Leave a Comment