વર્લ્ડ / Solar Eclipse 2022: સૂર્યગ્રહણથી આ રાશિઓના જીવનમાં આવશે સુખના દિવસો, ધન વૃદ્ધિ પણ થશે.

  • 28-Apr-2022 04:48 PM

30 એપ્રિલે ગ્રહણ થવાનું છે, જે 2022ની સાલનું પહેલું સૂર્યગ્રહણ હશે. સૂર્યગ્રહણ 30 એપ્રિલે રાત્રે શરૂ થશે અને 1 મેએ પૂરું થશે. આમ તો આ ખગોળીય ઘટના છે પરંતુ જ્યોતિષમાં પણ તેનું મહત્વ છે. જે અનુસાર, રાહુના સૂર્ય પર હુમલાના લીધે સૂર્યગ્રહણ લાગે છે. વૈદિક જ્યોતિષ અનુસાર, જ્યારે સૂર્યગ્રહણ લાગે છે ત્યારે સૂર્ય ખૂબ જ પીડામાં હોય છે અને તેની અસર મનુષ્યો પર થાય છે. જ્યોતિષની દ્રષ્ટિએ માનવામાં આવે છે કે સૂર્યગ્રહણની નકારાત્મક અસર હોય છે પરંતુ કેટલીક રાશિઓ પર અનુકૂળ અસર દેખાય છે. 30 એપ્રિલે થનારું સૂર્યગ્રહણ પાંચ રાશિઓના જાતકો માટે ફળદાયી રહી શકે છે. જાણો, કઈ પાંચ રાશિઓ માટે ફાયદાકારક રહી શકે છે સૂર્યગ્રહણ..

મિથુન

મિથુન રાશિના જાતકો માટે સૂર્યગ્રહણ સારું સાબિત થશે. તેના પ્રભાવથી મિથુન રાશિના જાતકોની ધન વૃદ્ધિ થશે. નોકરી કરતાં લોકોની આવક વધી શકે છે. બની શકે કે તમારા કામથી ખુશ થઈને બોસ સારું અપ્રેઝલ આપે. આ દરમિયાન કોઈ નાણાંકીય મુદ્દો હશે તો તે ઉકેલાઈ જશે. જો તમને કોઈની પાસેથી રૂપિયા ઉધાર લીધા હશે તો ચૂકવી શકશો. હાલ લોન લેવાનું વિચારતા હો તો લાભ થઈ શકે છે.

કર્ક

કર્ક રાશિના જાતકો માટે સૂર્યગ્રહણનો સમય સારો રહેશે. આ સમયગાળામાં માતા તરફથી સુખ અને સહયોગ મળશે. વાહન અથવા મકાન ખરીદવાની ઈચ્છા પૂરી કરી શકો છો. આ દરમિયાન તમે કરેલા રોકાણ દ્વારા ફાયદો થશે. સાસરી પક્ષથી લાભ થઈ શકે છે. આ દરમિયાન માન-સન્માનમાં વૃદ્ધિ થશે. જોકે, સ્વાસ્થ્ય સાચવવું, ફેફસા સંબંધિત તકલીફ થઈ શકે છે.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના જાતકો પર સૂર્યગ્રહણની લાભકારક અસર થવા જઈ રહી છે. આ સમયગાળામાં જૂના રોકાણથી લાભ થવાની સંભાવના છે. આ દરમિયાન વિરોધીઓ પર જીત હાંસલ કરી શકો છો. લાંબા સમયથી ચાલી રહેલી બીમારીથી મુક્તિ મળશે. જે જાતકોએ લોન લીધી હશે તેમને પણ લાભ થશે. જોકે, દુર્ઘટના થઈ શકે છે એટલે સતર્ક રહેવું.

ધન

આ અવધિ દરમિયાન ખાસ્સો લાભ થશે. સાથે જ અટકેલા કાર્યો પૂરા થશે. આ દરમિયાન એકાએક ધન લાભ થઈ શકે છે. બની શકે કે તમે ઉછીના આપેલા રૂપિયા પાછા મળી શકે. સાથે જ નોકરિયાત વર્ગને રોજગારની સારી તક મળશે.

કુંભ

સૂર્યગ્રહણના પ્રભાવથી કુંભ રાશિના જાતકો સાહસી બનશે. આ દરમિયાન ધન લાભ માટે કોઈ જોખમ ઉઠાવી શકો છો. સાથે જ વ્યવસાયમાં પ્રગતિ થશે. તમારી યોજનાઓનું ફળદાયી પરિણામ પ્રાપ્ત થશે. સહકર્મચારીઓનો સહયોગ મળશે.

Share This :

Related Articles

Leave a Comment