બોલીવુડ / રણવીર સિંહે પત્ની દીપિકાના દુનિયાની સામે વખાણ કરી પૂરું પાડ્યું આદર્શ પતિનું ઉદાહરણ; બધા પતિએ શીખવા જેવું.

  • 29-Apr-2022 09:31 AM

હાલમાં જ રણવીર સિંહે પત્ની દીપિકા પાદુકોણના વખાણ કરતા જે કહ્યું એ ઘણીવાર પરણિત પુરુષો કહેવામાં શરમાતા હોય છે. પરંતુ આ બાબતમાં અભિનેતાએ બધાનું દિલ જીતી લીધું છે.


અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બી-ટાઉનના એવા કપલ્સમાંથી એક છે જેમની ક્યુટ કેમેસ્ટ્રી અને બોન્ડિંગ ચાહકો ખૂબ પસંદ કરે છે. જયારે બંને એરપોર્ટ પર એકબીજાના હાથ પકડેલા સ્પોટ થયા ત્યારે ચાહકો તેમના વખાણ કરતા થાક્યા ન હતા. જ્યારથી દીપિકા-રણવીરના મેરેજ થયા છે, ત્યારથી બંને લવિંગ કપલની જેમ ઇન્સ્પિરેશન આપે છે. રણવીર તો ઘણીવાર તેની લેડી લવના વખાણ કરતો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર પણ તે તેની વાઈફના વખાણ કરવામાં પાછળ નથી પડતો પરંતુ ખુલીને તેના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. હાલમાં જ તેણે દીપિકાને લઈને કંઇક એવું કહ્યું જેનાથી કોઈ પણ પુરુષ પ્રેરણા લઇ શકે છે.

​રણવીરે ખુલીને કર્યા દીપિકાના વખાણ

હાલમાં જ રણવીરે Grazia India મેગેઝીનને આપેલા એક ઈન્ટરવ્યુમાં એ વાતનો ખુલાસો કર્યો હતો કે, મેરેજ બાદ તેની લાઈફમાં પત્ની દીપિકા ઘણો બદલાવ લઈને આવી છે જેના માટે તે ઘણો આભારી છે.

રણવીરે કહ્યું , ‘આપણી પાસે જે સમય છે તેની સાથે આપણે કેવી રીતે અને શું મેનેજ કરીએ છીએ તે આપણને ડિફાઇન કરે છે. હું હંમેશા મારા કામ પ્રત્યે જુનૂની રહ્યો છું અને લાંબા સમય સુધી હું મારા કામ અને પર્સનલ લાઈફ વચ્ચે બેલેન્સ બનાવી શક્યો ન હતો. એ દીપિકા હતી જે મારી લાઈફમાં આવી અને મને જીવવાનું શીખવાડ્યું. તે મારી સાથે બેસીને મારું વર્ક કેલેન્ડર ચેક કરતી હતી.’ રણવીરે જે રીતે ખુલીને દીપિકાને તેની લાઈફમાં આવેલ પોઝિટીવ બદલાવનો ક્રેડિટ આપ્યો હતો, આવું ઘણીવાર પરણિત પુરુષો નથી કરી શકતા.

​પત્નીના યોગદાનને કરે છે ઇગ્નોર

તમે ઘણીવાર જોયું હશે કે પતિ પત્નીના યોગદાનની કદર કરે તેવું ખુબ જ ઓછું થાય છે. તેઓ મને છે કે તેમાં કોઈ મોટી વાત નથી, વર્ષોથી આ જ રીત ચાલી આવી છે. જોકે લગ્ન બાદ તમારી પત્ની માત્ર તમારી લાઈફમાં ઘણા બધા બદલાવ જ લઈને નથી આવતી પરંતુ તમારી પ્રોફેશનલ લાઈફ ઈફેક્ટ ન થાય તે માટે ઘરને પણ મેનેજ કરતી હોય છે. તમારે તમારી વાઈફના કોન્ટ્રીબ્યુશનનું સમ્માન કરવું જોઈએ. તમે તેને એ વાતનો અહેસાસ કરવો કે તે તામારા માટે જે પણ કરે છે, તેની તમે રિસ્પેક્ટ કરો છો.

​ઈગોના કારણે નથી કરી શકતા વખાણ

છોકરાઓ નાની નાની વાત તેમના દિલ પર લઇ લે છે એ તેમનો ઈગો હર્ટ થઇ જાય છે. પરંતુ તમારે એ સમજવું પડશે કે જયારે તમે તમારી વાઈફના સારા ગુણોના બધાની સામે વખાણ કરો છો તો લોકો તમારા સંબંધની પ્રશંસા કરે છે. પત્નીને પોતાનો જ હિસ્સો સમજો અને કોઈ કામના વખાણ કરવામાં ખચકાટ ન અનુભવો.

જો કોઈ તમારા સામે તમારી પત્નીના વખાણ કરી રહ્યું છે તો તમને ખુશી થવી જોઈએ. જયારે તમે તમારો ઈગો સંબંધો વચ્ચે લાવો છો ત્યારે પત્નીને બરાબરનો હક આપવામાં અસમર્થ રહો છો. જે તમારા પત્ની સાથેના સંબંધમાં અંતર લાવી શકે છે.

​ક્રેડિટ આપવામાં નાનમ અનુભવે છે

કેટલાક પુરુષોને એવું લાગે છે કે જો તેમની પત્નીના કોઈ વધારે વખાણ કરી દે તો તેમની વેલ્યુ તેનાથી ઘટી જાય છે. આ જ કારણ છે કે તેઓ પત્નીને કોઇપણ કામનું ક્રેડિટ આપવામાં ખચકાટ અનુભવે છે. પરતું તમારે એ સમજવું પડશે કે લગ્ન બાદ પત્ની તમારા જીવનમાં સૌથી અગત્યનો હિસ્સો હોય છે, તેવામાં તેના યોગદાનનું ક્રેડિટ આપવામાં કોઇપણ રીતે તમારે નાનમ ન અનુભવવી જોઈએ.

કપલ્સમાં કોઈ પણ એક પાર્ટનર જયારે સફળ થાય છે અને તમે તેના વખાણ કરો છો તો તેનાથી તમારો સંબંધ વધારે મજબુત થાય છે. લોકો માટે તમારું રીલેશન પ્રેરણારૂપ બનવા લાગે છે. તમારા જીવનમાં સાથીના યોગદાન વિશે દુનિયાને જણાવી તમે એક આદર્શ પતિ નું ઉદાહરણ પૂરું પાડો છો.

Share This :

Related Articles

Leave a Comment