એવું કહેવામાં આવે છે કે એક બાળક શીખવાની શરૃઆત ઘરેથી કરે છે. એમાં તે ઘરમાં જે કંઇ પણ જુએ છે તેમાંથી શીખે છે અને કોપી કરવા લાગે છે. મોટાભાગના માતા-પિતા તેમના બાળકને સ્વસ્થ રાખવા માટે તેમના ખાવા-પીવા પર ધ્યાન આપે છે પરંતુ પોતાના પર ધ્યાન નથી રાખતા. જોકે અમુક લોકોએ એક નવતર પ્રયોગ શરૃ કર્યો છે જેમાં બાળકને યોગ્ય પાઠ આપવા માટે સૌથી પહેલા તેઓ પોતાની જાત પર કામ કરે છે. નવનીતનું એક સમયે વજન 98 કિલો સુધી પહોંચી ગયું હતું. પિતા હોવાને કારણે તે પોતાના બાળક માટે એક આદર્શ ઉદાહરણ બનવા માંગતા હતા. તેથી તેઓ ફિટનેસ કમ્યુનિટીમાં જોડાયા. ત્યારબાદ યોગ્ય જ્ઞાન અને સમર્થનથી નવનીત થોડા જ સમયમાં વજન 35 કિલો સુધી ઘટાડી શકયા. ચાલો જાણીએ કે નવનીતે કેવી રીતે કર્યું અશક્ય કામ.
(તમામ તસવીરોઃ TOI)
નવનીત જણાવે છે કે તેમના વધતા વજનને કારણે તેમને અનેક સમસ્યાઓ થવા લાગી હતી. આ કારણે તે ફ્રસ્ટ્રેડેટ રહેવા લાગ્યા હતા. તેઓ જણાવે છે કે જાડાપણાં અને વધારે ફેટ પરસન્ટેજને કારણે તેઓ સામાન્ય એક્સરસાઇઝ પણ કરી શકતા ન હતા. તેઓ એક પિતા પણ છે અને તે નહોતા ઇચ્છતા કે તેમના બાળકો તેમને અનફિટ પિતા તરીખે જુએ. આ માટે નવનીત એ ફિટર કમ્યુનિટી જોઇન કરી અને તેમના કોચ કિશોર એચ. શિવાજીની મદદથી વજન ઘટાડાવાનું શરૂ કર્યું.
નવનીત અઠવાડિયામાં 5થી 6 દિવસ એક્સરસાઇઝ કરે છે. તેમાં એક દિવસમાં તે બે મસલ્સ ટ્રેન કરે છે. આ કારણે તેઓ એક જ અઠવાડિયામાં એક મસલ્સને બે વાર ટ્રેન કરી શકે છે. આમાં તેઓ પુશ, પુલ, લેગ્સ, કોર, પુશ-પુલ મિક્સ કરે છે અને રવિવારના દિવસે તેઓ આરામ કરે છે.
નવનીત કહે છે કે વજન વધવાને કારણે તેઓ પોતાના મનગમતા કપડાં પહેરી શકતા ન હતા. આ કારણે તેઓ બહુ ફ્રસ્ટ્રેટેડ રહેતા હતા અને કંઇ પણ યોગ્ય રીતે હેન્ડલ કરી શકતા ન હતા.
નવનીત કહે છે કે તેઓ એવી બધી જૂની આદતો, જેના કારણે તેમનું વજન વધ્યુ હતું તે, બદલી નાખી છે. જેમાંની એક આદત હતી બહારનું ભોજન. નવનીતે ઘરનું જમવાનુ સ્ટાર્ટ કર્યું. ત્યાર બાદ તેમણે ઘરે જમવાનું બનાવવાનું સ્ટાર્ટ કર્યું અને પોતાની કેલેરી ઇનટેક પર ધ્યાન આપ્યું. આ સિવાય તેમણે એક્સરસાઇઝને પણ ટ્રેક કરવાનું શરૃ કર્યું. આમ કરીને તેમણે તેમની બધી જ ખરાબ આદતો બદલી નાખી અને તે કારણે આજે તેઓ ફિટ બની શક્યા છે.
નોંધ : લેખક માટે જે વસ્તુઓ કામ કરી છે તે બની શકે કે તમારા માટે કામ ન પણ શકે. આ લેખમાં જણાવવામાં આવેલી ડાયટ- વર્કઆઉટને આંખબંધ કરીને ફોલો કરવાનું ટાળો અને તમારા શરીર માટે શું શ્રેષ્ઠ કામ કરે છે તે શોધો.
સ્વતંત્ર સમાચાર