બિઝનેસ / LIC IPOએ અત્યારથી જ ગ્રે માર્કેટમાં મચાવી ધૂમ, પણ નિષ્ણાતોએ આપી મોટી ચેતવણી.

  • 29-Apr-2022 09:41 AM

લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)ના આઈપીઓની કાગડોળે રાહ જોવામાં આવી રહી છે. એલઆઈસીના આઈપીઓની તારીખ અને પ્રાઈસ બેન્ડની જાહેરાત કરી દેવામાં આવી છે. જેને લઈને અત્યારથી જ ગ્રે માર્કેટમાં હલચલ જોવા મળી રહી છે. એલઆઈસીનો આઈપીઓ સબસ્ક્રાઈબ માટે ઓપન થયા પહેલા જ ગ્રે માર્કેટમાં તેણે ધૂમ મચાવી દીધી છે. હાલમાં ગ્રે માર્કેટમાં એલઆઈસી આઈપીઓનું પ્રીમિયમ 45થી 55 રૂપિયા બોલાઈ રહ્યું છે. જે તેની 902-949 રૂપિયાની પ્રાઈશ બેન્ડ કરતા 5થી 7 ટકા વધારે છે. આટલા મોટા ઈસ્યુ માટે ગ્રે માર્કેટમાં આટલું પ્રીમિયમ ઘણું સારું છે. ભારતની સૌથી મોટી ઈન્સ્યોરન્સ કંપનીનો આઈપીઓ 4 મેના રોજ સબસ્ક્રિપ્શન માટે ઓપન થશે જે 9 મે સુધી રહેશે. આ ઈસ્યુ દ્વારા કંપની 20,600 કરોડ રૂપિયા એકત્રિત કરશે. એલઆઈસીના આઈપીઓની સાઈઝમાં ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં તે ભારતનો સૌથી મોટો આઈપીઓ બનશે.

ગ્રે માર્કેટને ટ્રેક કરતા ડીલર્સ અને ઘણી બધી વેબસાઈટ્સના જણાવ્યા પ્રમાણે વર્તમાન પ્રીમિયમ ફક્ત શરૂઆતનો ટ્રેન્ડ દર્શાવી રહ્યું છે અને હાલમાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી જોઈએ. અનલિસ્ટેડઅરેનાના કો-ફાઉન્ડર અભય દોષીએ જણાવ્યું હતું કે શરૂઆતના સંકેતો સારા છે પરંતુ ઈસ્યુ થોડો મોટો છે અને કંપનીએ અનઓફિશિયલ માર્કેટમાં પ્રભુત્વ જમાવ્યું છે. તેમણે કહ્યું હતું કે, એલઆઈસીનો આઈપીઓ થોડો મોટો હોવાના કારણે રોકાણકારોએ ગ્રે માર્કેટ પર વધારે ધ્યાન આપવું જોઈએ નહીં. એક વખત ઈસ્યુ ઓપન થવા દો અને જુઓ રોકાણકારો કેવો રસ દાખવી રહ્યા છે.

ભારત સરકાર એલઆઈસીના 22.13 કરોડ શેર્સ વેચશે જે કંપનીના સ્ટેકના 3.5 ટકા થાય છે. અગાઉ તે કંપનીના સ્ટેકના પાંચ ટકા શેર્સ ઓફલોડ કરવા ઈચ્છતી હતી. કંપનીના કર્મચારીઓ માટે 15.81 લાખ શેર્સ રિઝર્વ રાખવામાં આ્યા છે જ્યારે 2.21 કરોડ શેર્સ પોલિસીહોલ્ડર્સ માટે રિઝર્વ છે. રિટેલ અને કમર્ચારીઓને 45 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે જ્યારે પોલિસીહોલ્ડર્સને પ્રતિ શેર 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

માર્કેટના અન્ય નિષ્ણાતોએ જણાવ્યું હતું કે એલઆઈસીના આઈપીઓને લઈને ઘણી બધી હલચલ જોવા મળી રહી છે. રોકાણકારો પાસે ભારતમાં ઈન્સ્યોરન્સ ક્ષેત્રની સૌથી મોટી કંપનીના શેરહોલ્ડર બનવાની તક છે. પેટીએમ મનીના સીઈઓ વરૂણ શ્રીધરે જણાવ્યું હતું કે, અમે રોકાણકારોને સલાહ આપીએ છીએ કે તેઓ પોતાની એસેટ એલોકેશન, ઈન્સ્યોરન્સ સેક્ટરમાં રોકાણ અને લાંબા ગાળાના મત અંગે વિચાર કરે. એલઆઈસી આઈપીઓમાં શોર્ટ ટર્મ પ્રાઈઝ વધારે મહત્વની ન હોવી જોઈએ.

Share This :

Related Articles

Leave a Comment