એપીએલ અપોલો ટ્યૂબ્સ લિમિટેડ (APL Apollo Tubes Ltd) ઈલેક્ટ્રિક રેસિસ્ટન્સ વેલ્ડેડ (ERW) સ્ટીલ પાઈપ્સ એન્ડ સેક્શન્સ બનાવતી દેશની સૌથી મોટી કંપની છે. તેની આંતરાષ્ટ્રીય બજારમાં પણ સારી પકડ છે અને તે દુનિયાના 20થી વધુ દેશોમાં નિકાસ કરે છે. કંપનીની પ્રોડક્ટ્સમાં પ્રીગેલ્વેનાઈઝ્ડ ટ્યૂબ્સ, સ્ટ્રક્ચરલ ઈઆરડબલ્યુ સ્ટીલ ટ્યૂબ્સ, ગેલ્વેનાઈઝ્ડ ટ્યૂબ્સ, એમએસ બ્લેક પાઈપ્સ અને હોલો સેક્શન્સની 1,100થી વધુ વેરાયટીઝ સામેલ છે. આ કંપનીએ છેલ્લા બે વર્ષમાં પોતાના રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. 28 એપ્રિલ, 2020એ આ શેરની કિંમત 124.59 રૂપિયા હતી, જે 26 એપ્રિલ, 2022એ 1043 રૂપિયાએ પહોંચી ગઈ હતી. આ પ્રકારે તેણે બે વર્ષમાં 737 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. જો તમે બે વર્ષ પહેલા તેમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેની કિંમત 8.37 લાખ રૂપિયા હોત. આ કંપની એસએન્ડપી બીએસઈ 500 (S&P BSE 500) ઈન્ડેક્સનો ભાગ છે. આ ઈન્ડેક્સ 28 એપ્રિલ, 2020એ 12,374.8 પોઈન્ટ પર હતો અને 26 એપ્રિલ, 2022એ 23,729 પોઈન્ટ્સ પર પહોંચી ગયો. એટલે કે આ દરમિયાન તેમાં 91.75 ટકાનો ઉછાળો આવ્યો છે. પરંતુ આ દરમિયાન એપોલો ટ્યૂબ્સે આ ઈન્ડેક્સની સરખામણીએ 8 ગણુ વધુ રિટર્ન આપ્યું છે. ગત નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની રેવન્યુ 24.95 ટકા વધારાની સાથે 3123.94 કરોડ રૂપિયા રહી. આ દરમિયાન કંપનીનો નેટ પ્રોફિટ 14 ટકા ઘટીને 127.88 કરોડ રૂપિયા રહ્યો. કંપની હાલ 50.88 ગણા ટીટીએમ પીઈ પર ટ્રેડ કરી રહી છે, જ્યારે કે ઈન્ડસ્ટ્રીનો પીઈ 6.49 ટકા છે. નાણાકીય વર્ષ 2021માં કંપનીનો આરઓઈ 11.34 ટકા અને આરઓસીઈ 13.77 ટકા રહ્યો હતો. ગુરુવારે સવારે 10.20 કલાકે એપીએલ એપોલો ટ્યૂબ્સ લિમિટેડનો શેર 1.06 ટકાની તેજી સાથે 1033.550 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. બીએસઈ પર આ શેરનો 52 સપ્તાહનો હાઈ 1,113.655 રૂપિયા અને લો 5899 રૂપિયા છે. શેરબજારમાં બિનઅનુભવી છો? તો પછી 'First Step' સાથે કરો શરુઆત, જે 1986થી ભારતના #1 ઇન્વેસ્ટમેન્ટ મેગેઝિન “દલાલ સ્ટ્રીટ ઇન્વેસ્ટમેન્ટ જર્નલ”ની વિશિષ્ટ પ્રોડક્ટ છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
સ્વતંત્ર સમાચાર