વર્લ્ડ / RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો! લોકડાઉનમાં 85 હજારથી વધુ HIV પોઝિટિવ કેસો નોંધાયા.

  • 29-Apr-2022 11:34 AM

HIV Cases During Lockdown: વર્ષ 2020-21 દરમિયાનના કોરોના કાળ દરમિયાન જ્યાં સમગ્ર દેશ લોકડાઉનના કારણે ઘરમાં કેદ થઈ ગયો હતો, તેવામાં આ સમયગાળા દરમિયાન સમગ્ર દેશમાં અસુરક્ષિત શારીરિક સંબંધને કારણે 85 હજારથી વધારે લોકો HIV પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ ચોંકાવનારો ખુલાસો આરટીઆઈ મારફતે થયો છે. પ્રથમ લોકડાઉનના સમયગાળામાં HIVના સૌથી વધારે કેસો મહારાષ્ટ્રમાં (10,498) નોંધાયા છે, જે બાદ આંધ્ર પ્રદેશમાં (9521) અને કર્ણાટકમાં (8947) કેસો નોંધાયા છે. વધુ વસ્તી ધરાવતાં રાજ્યોમાંથી પશ્ચિમ બંગાળમાં સૌથી ઓછા 2757 કેસો નોંધાયા છે, આ ઉપરાંત મધ્ય પ્રદેશમાં 3037 HIV કેસો નોંધાયા છે.

મધ્ય પ્રદેશના નીમુચ ટાઉનના એક્સિવિસ્ટ ચંદ્રશેખર ગૌર દ્વારા કરવામાં આવેલી આરટીઆઈમાં નેશનલ એઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (NACO) દ્વારા આ માહિતી પૂરી પાડવામાં આવી હતી. NACO દ્વારા માહિતા આપતાં જણાવવામાં આવ્યું હતું કે, વર્ષ 2020-21 દરમિયાન અસુરક્ષિત સેક્સને કારણે HIVના 85,268 કેસો નોંધાયા હતા.

NACOએ RTIના જવાબમાં જણાવ્યું કે, HIVના ટ્રાન્સિમિશનના મોડ્સની માહિતી, પ્રી અને પોસ્ટ ટેસ્ટ કાઉન્સિલિંગમાં HIV પોઝિટિવ વ્યક્તિઓ દ્વારા આપવામાં આવેલી પ્રતિક્રિયાને આધારે ICTC કાઉન્સિલર દ્વારા રેકોર્ડ કરવામાં આવી છે. આ ઉપરાંત NACO દ્વારા જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા એક દાયકામાં અસુરક્ષિત સેક્સને કારણે HIV કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. વર્ષ 2011-12માં 2.4 લાખ કેસ નોંધાયા હતા, જ્યારે 2019-20માં 1.44 લાખ કેસ અને 2020-21માં 85,268 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

આ અંગે એક્ટિવિસ્ટ ચંદ્રશેખર ગૌરે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભલે છેલ્લા 10 વર્ષમાં કેસોમાં ઘડાયો નોંધાયો છે, પણ તે હજુ પણ એક ચિંતાનો વિષય છે, જ્યારે સમગ્ર દેશમાં લોકડાઉન હતું, તે સમયે અસુરક્ષિત સેક્સને કારણે 85 હજારથી વધારે HIV કેસો નોંધાયા છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે, હજુ પણ વધારે જાગૃતિ ફેલાવવાની જરૂર છે.

Share This :

Related Articles

Leave a Comment