બોલીવુડ / મૂવી રિવ્યુ: 'રનવે 34'

  • 30-Apr-2022 09:32 AM

ફિલ્મ - 'રનવે 34'
એક્ટર - અજય દેવગણ, અમિતાભ બચ્ચન, રકુલપ્રીત સિંહ, બોમન ઈરાની
ડિરેક્ટર - અજય દેવગણ
પ્રકાર - હિન્દી, ડ્રામા, થ્રિલર
સમયગાળો - 2 કલાક 28 મિનિટ
ક્રિટિક રેટિંગ - 3.0/5

બોલિવૂડ ફિલ્મ 'રનવે 34' (Runway 34)માં એક્ટર અજય દેવગણ, અમિતાભ બચ્ચન, રકુલપ્રીત સિંહ, બોમન ઈરાની મુખ્ય રોલમાં છે. સૌથી રસપ્રદ વાત એ છે કે 'રનવે 34'નો ડિરેક્ટર પણ અજય દેવગણ જ છે. 'રનવે 34' ફિલ્મ વર્ષ 2015ની દોહા-કોચી ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડિંગની અસલ ઘટનાથી પ્રેરિત છે અને તેમાં કેપ્ટન વિક્રાંત ખન્ના (અજય દેવગણ) અને તેઓના કો-પાઈલટ તાન્યા અલબરકર્કી (રકુલપ્રીત સિંહ)ની વાર્તા છે.


'રનવે 34' ફિલ્મની વાર્તા ખૂબ જ રોમાંચક અને રસપ્રદ છે. જેમાં કેપ્ટન વિક્રાંત અને તાન્યા દરરોજની માફક 150 પેસેન્જર્સને લઈને દુબઈથી કોચીની ફ્લાઈટની ઉડાન ભરે છે. બધું જ સામાન્ય ચાલી રહ્યું હોય છે પણ જેવું આ પ્લેન કોચી એરપોર્ટ પર પહોંચે છે ત્યારે એવું કશું થાય છે કે જેની કલ્પના કદાચ કોઈએ નહીં કરી હોય. કોચીનું હવામાન ખરાબ હોવાથી ફ્લાઈટ ઉતારવી શક્ય નથી હોતું અને વિક્રાંત આ પ્લેનનું લેન્ડિંગ કરાવવાના પ્રયાસ કરે છે, પરંતુ શક્ય બનતું નથી. આખરે તેઓ આ ફ્લાઈટ થોડે દૂર લઈ જાય છે. આ પ્લેનમાં ઈંધણ ખતમ થઈ જતાં તેને મે ડે કોલ એટલે કે અનુમતિ વિના ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડે છે. હવે આ નિર્ણય યોગ્ય છે કે નહીં? આ નિર્ણય લેવા પાછળ શું કિંમત ચૂકવવી પડશે તે જાણવા માટે આ ફિલ્મ 'રનવે 34' જોવી પડશે.

'રનવે 34'ના ડિરેક્ટર અજય દેવગણ જ્યારે લેખકો સંદીપ કેવલાની અને આમિલ કીયાન ખાન છે. અમર મોહિલે અને જસલીન રોયલે 'રનવે 34'માં મ્યુઝિક આપ્યું છે. 'રનવે 34'માં સિનેમેટોગ્રાફર અસીમ બજાજનું કામ ખૂબ સારું છે. ઈન્ટરવલ પછી 'રનવે 34' ફિલ્મ જ્યારે ઈન્ક્વાયરી રૂમમાં પહોંચે છે ત્યારે તે શરૂઆત જેવી રોમાંચક નથી રહેતી. 'રનવે 34'માં અજય દેવગણનું ડિરેક્શન સારું છે. કેમેરાની આગળ અજય દેવગણ જેટલો સ્ટાઈલિશ છે તેટલો જ સ્માર્ટ ડિરેક્શનના કામમાં છે. તેણે 'રનવે 34'નો ઓપનિંગ સીન ખૂબ સારી રીતે શૂટ કર્યો છે. ઈન્ટરવલ પહેલા 'રનવે 34'માં ફ્લાઈટ લેન્ડિંગના સીન્સ ખૂબ જ રોમાંચક છે. 'રનવે 34'નો વિષય નવો છે અને તેના વિઝ્યુઅલ્સ પણ સરસ જોવા મળે છે. 'રનવે 34'માં તમામ એક્ટર્સે ખૂબ જ સારું પરફોર્મ કર્યું છે. અજય દેવગણનું ડિરેક્શન અને રોમાંચક વિઝ્યુઅલ્સ માટે 'રનવે 34' ફિલ્મ જોવી જોઈએ.

Share This :

Related Articles

Leave a Comment