હેલ્થ / Glowing Face Routine: ચહેરા પર ડાયમંડ જેવો ગ્લો જોઇતો હોય તો જાણો મેકઅપ એક્સપર્ટની ખાસ ટિપ્સ.

  • 30-Apr-2022 09:33 AM

હેલ્ધી અને ગ્લોઇંગ (Glowing Skin) સ્કિન દરેક યુવતીનું સપનું હોય છે. જો કે, પ્રદૂષણ, અનહેલ્ધી ફૂડ, વ્યસ્ત લાઇફસ્ટાઇલ (Busy Lifestyle)ના કારણે આપણે બસ ઇન્ટરનેટ પર મોડલ્સ અને એક્ટ્રેસિસના હેલ્ધી ગ્લોને જોઇને નિસાસા જ નાખીએ છીએ. જો તમારી ત્વચા હેલ્ધી હશે તો તેમાં કુદરતી રીતે જ નિખાર જોવા મળશે. આ અંગે મિલાન (ઇટલી)ની ફેમસ સ્કિનકેર અને મેકઅપ બ્રાન્ડ કિકો મિલાનો (Kiko Milano)ની મેકઅપ એક્સપર્ટ પૂજા મલ્હોત્રા (Pooja Malhotra, Make Up Expert) કેટલીક ખાસ ટિપ્સ જણાવી રહ્યા છે. જેનાથી તમે પણ તમારાં ચહેરા પર કુદરતી નિખાર આસાનીથી મેળવી શકશો.

​મેકઅપ રિમૂવલ

તમારાં સ્કિનકેર રૂટિનને સ્ટાર્ટ કરવા માટે જરૂરી છે કે તમારી પાસે સારી ક્વોલિટી અને બ્રાન્ડની મેકઅપ રિમૂવલ કિટ હોય. તમારાં મેકઅપ સાથે જ સૂઇ જવાની આદત તમને ભારે પડી શકે છે. મેકઅપ દૂર નહીં કરવાથી ઓવરનાઇટ ક્લોગ્જ અને પોર્સા કારણે ત્વચા પર ડાઘ અને બ્લેકહેડ્સની સમસ્યા સર્જાય છે. તેથી રાત્રે સૂતા પહેલાં તમારાં ચહેરાને મેકઅપ ફ્રી કરીને સૂવો. આ માટે તમે ક્લિન્ઝર કે ફેસ વૉશનો પણ ઉપયોગ કરી શકો છો.

​સ્કિન એક્સફોલિએશન

એક્સફોલિએશન સૌથી મહત્વનું સ્ટેપ ગણાય છે. આનાથી ડેડ સ્કિન તો દૂર થાય જ છે, પણ સાથે જ ત્વચાના પોર્સ ખૂલવાથી સ્કિન એકદમ હેલ્ધી લાગે છે. તમે અઠવાડિયામાં એક અથવા બે વખત સ્ક્રબનો પણ ઉપયોગ કરી શકો છો.

​ક્લેરિફાઇંગ ટોનર

ટોનર (Toner) તમારાં PH બેલેન્સને જાળવી રાખવામાં મદદ કરશે અને ખૂલ્લા રોમ છીદ્રોને ઘટાડવામાં અસરકારક છે. ટોનર ઘણીવાર સાફ કર્યા બાદ પણ ધૂળ-માટીના જે અવશેષો ચહેરા પર રહી ગયા હોય તેને હટાવે છે.

​મોઇશ્ચરાઇઝર

તમારી ત્વચા હવે મોઇશ્ચરાઇઝર (moisturizer) માટે તૈયાર છે. મોઇશ્ચરાઇઝર સ્કિનને ફ્રેશ અને હેલ્ધી ગ્લો આપે છે. આ માટે તમે હાઇડ્રેટિંગ મોઇશ્વરાઇઝરનો ઉપયોગ કરો જેથી ત્વચા પર યૂથફૂલ લૂક જળવાઇ રહે.

​સિરમ

તમારાં સ્કિન કેર (skin care) રૂટિનમાં સિરમ (serum)ને એડ કરવાનું ભૂલશો નહીં. તે સ્કિનના ડિપ લેયર્સ સુધી જાય છે અને ડ્રાયનેસ, એજિંગ, સ્કિનની ઇલાસ્ટિસિટી અને કરચલીઓ જેની સમસ્યા દૂર કરે છે.

​મેકઅપમાં કરો આ વસ્તુ સામેલ

તમારાં મેકઅપ લૂકમાં ગ્લો માટે કોસ્મેટિક પ્રોડક્ટ્સ જેમ કે, પાઉડર, ક્રિમ અને લિક્વિડ હાઇલાઇટર (Liquid Highlighters)ને એડ કરો. આનાથી તમારો મેકઅપ લાંબા સમય સુધી રહેશે અને ચહેરો ગ્લો કરશે. ચહેરાના હાઇ પોઇન્ટ્સ (high points of the face) પર નજીવી માત્રામાં હાઇલાઇટ અપ્લાય કરો. તે તમારાં લૂકમાં નેચરલ શાઇન એડ કરશે.

​હેલ્ધી લાઇફ સ્ટાઇલ અપનાવો

ચહેરા પર મોંઘાદાટ પ્રોડક્ટ્સ અને બ્યૂટી રૂટિન જ નહીં, નેચરલ ગ્લો માટે હેલ્ધી લાઇફસ્ટાઇલ પણ એટલી જ જરૂરી છે. તેથી નિયમિત રીતે એક્સરસાઇઝ (Exercise) કરો, પોતાને હાઇડ્રેટેડ રાખો અને ખાન-પાનની સારી આદતો કેળવો. આમ કરવાથી તમારો ચહેરો અંદર જ ગ્લો કરવા લાગશે.

Share This :

Related Articles

Leave a Comment