ગુજરાત / દેવભૂમિ દ્વારકાઃ પોલીસકર્મીએ ગોળી મારી આપઘાત કર્યો, 4 પુત્રીઓ નિરાધાર બની.

  • 30-Apr-2022 10:07 AM

ખંભાળીયા હાઈવે પર આવેલા ખોડિયાર માતાના મંદિર પાસે આજે બપોરે એક હેડ કોન્સ્ટેબલે સરકારી રિવોલ્વરથી ગોળી (policeman shot himself) મારીને આપઘાત (Dwarka suicide) કરી લેતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે સરકારી રિવોલ્વરથી ગોળી મારીને (Policeman committed suicide) આપઘાત કર્યો હોવાની વાતની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહ કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. મહત્વનું છે કે, ત્રણ મહિના પહેલાં ખંભાળીયાના મહિલા પોલીસ કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ પ્રવીણ વાઘેલા ખંભાળીયા તાલુકાના મોવાણ ગામના વતની હતી. હેડ કોન્સ્ટેબલ પ્રવીણ વાઘેલાએ ખંભાળીયા હાઈવે પર આવેલાં ખોડિયાર માતાના મંદિર પાસે સરકારી રિવોલ્વરથી માથામાં ગોળી મારીને આપઘાત કરી લેતાં પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે જઈને મૃતદેહ કબજે કર્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. હેડ કોન્સ્ટેબલ પ્રવીણ વાઘેલાએ આપઘાત કેમ કર્યો એ જાણવા માટે પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સરકારી રિવોલ્વરથી ગોળી મારીને આપઘાત કરનારા પ્રવીણ વાઘેલાને ચાર પુત્રીઓ છે. થોડાં સમય પહેલાં જ તેમની પત્નીનું કોરોનાકાળમાં મોત નીપજ્યું હતું. ત્યારે ચારેય દીકરીઓએ માતા બાદ પિતા ગુમાવી દેતા નિરાધાર બની છે. ચારેય દીકરીઓ સહિત પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ ઘટના બાદ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. જો કે, પ્રવીણ વાઘેલાએ ગોળી મારીને આપઘાત કેમ કર્યો એનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસ તપાસ થયા બાદ આપઘાત પાછળનું સાચુ કારણ જાણવા મળશે. મહત્વનું છે કે, ત્રણ મહિના પહેલાં પણ આવી જ એક ઘટના બની હતી. ત્રણ મહિના પહેલાં ખંભાળીયાના મહિલા પોલીસ કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.

Share This :

Related Articles

Leave a Comment