બોલીવુડ / સોહેલ ખાન અને સીમા સચદેવ કેમ ડિવોર્સ લઈ રહ્યા છે? ક્યાં થઈ હતી પહેલી મુલાકાત?

  • 14-May-2022 09:25 AM

અમારા સહયોગી 'ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'ના સમાચાર મુજબ, બોલિવૂડ એક્ટર સોહેલ ખાન અને તેની પત્ની સીમા સચદેવ મુંબઈની ફેમિલી કોર્ટમાં હાજર રહ્યા અને છૂટાછેડાની અરજી દાખલ કરી છે. સોહેલ ખાન અને સીમા સચદેવ છૂટાછેડા (Sohail Khan and Seema Khan file for divorce) લઈ રહ્યા છે તે જાણીને ફેન્સ ચોંકી ગયા છે. હજુ સુધી એવું જાણવા નથી મળ્યું કે સોહેલ ખાન અને સીમા સચદેવ કેમ છૂટાછેડા લઈ રહ્યા છે. પરંતુ, તેઓ છેલ્લાં ઘણાં સમયથી અલગ રહેતા હોવાનું જાણવા મળ્યું છે.
q3
મળતી વિગતો મુજબ, એક્ટર ચંકી પાંડેની સગાઈમાં સૌપ્રથમ સોહેલ ખાન અને સીમા સચદેવ વચ્ચે મુલાકાત થઈ હતી. ત્યારબાદ તેમણે એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. સીમા સચદેવ દિલ્હીની છે અને તે મુંબઈ ફેશન ઈન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવા માટે આવી હતી. તે આજે પણ જાણીતી ફેશન ડિઝાઈનર અને સ્ટાઈલિસ્ટ છે.

બોલિવૂડ એક્ટર સોહેલ ખાન અને સીમા સચદેવે તારીખ 15 માર્ચ, 1998ના દિવસે લગ્ન કર્યા હતા. તેઓના બે બાળકો નિર્વાણ અને યોહાન છે. સીમા સચદેવના પરિવારજનો આ લગ્નની વિરુદ્ધ હતા જેથી સોહેલ ખાન અને સીમા સચદેવે ઘરેથી ભાગીને લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. લગ્નના 24 વર્ષ પછી સોહેલ ખાન અને સીમા સચદેવે કેમ છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો તે હજુ સુધી જાણી શકાયું નથી. ઘણાં સમયથી સીમા સચદેવ પણ ખાન પરિવારના ઘરમાં રહેતી નથી. તે બાંદ્રાના ફ્લેટમાં રહે છે.
q4


સલમાન ખાનનો ભાઈ સોહેલ ખાન પણ એક્ટર-પ્રોડ્યુસર-ડિરેક્ટર છે. તેણે સલમાન ખાનને લઈને 'પ્યાર કિયા તો ડરના ક્યા', 'હેલ્લો બ્રધર', 'જય હો' જેવી ફિલ્મો બનાવી છે. સોહેલ ખાને સીમા સચદેવ સાથે 1998માં લગ્ન કર્યા હતા. તેઓના સંતાનમાં 2 દીકરા નિર્વાણ અને યોહાન છે. મીડિયા રિપોર્ટ મુજબ, ‘ટાઈગર 3’ ફિલ્મમાં નિર્વાણ આસિસ્ટન્ટ ડિરેક્ટરનું કામ કરી રહ્યો છે. નિર્વાણ એક્ટર નહીં પણ ડિરેક્ટર બનવા ઈચ્છે છે. તે ફિલ્મોમાં ટેક્નિકલની સાથે-સાથે સીન્સ સેટઅપથી લઈને ડિપાર્ટમેન્ટ સાથે કો-ઓર્ડિનેશન અને સમગ્ર સ્ટારકાસ્ટ સાથે કામ કરવાની રીતનો અનુભવ લેવા ઈચ્છે છે.

Share This :

Related Articles

Leave a Comment