ગુજરાત / 2 વર્ષના બાળકથી લઈને 100 વર્ષના વૃદ્ધ કોઈપણ ઉંમરે થઈ શકે મોતિયો, અમદાવાદ સુરતની ઘટનાથી સામે આવ્યું.

  • 14-May-2022 11:16 AM

તેમની દ્રષ્ટિ અસ્પષ્ટ હતી અને તેમની વચ્ચે 98 વર્ષનો જનરેશન ગેપ હતો જોકે ઉંમરના આ તફાવત સાથે જાણે કોઈ લેવાદેવા ન હોય તેમ સુરતના બે વર્ષીય લક્ષિત કાયાથ અને અમદાવાદના 100 વર્ષીય મનસુખ ગાંધી - બંને મોતિયાના દર્દીઓ બન્યા - અને તેમની દ્રષ્ટિ ફરી યોગ્ય કરવા માટે તેમને ઓપરેશન કરાવવું પડ્યું હતું. હવે, જ્યારે એક વ્યક્તિ સ્પષ્ટ ભવિષ્ય જોવાની આશા રાખી શકે છે, ત્યારે બીજો પોતે જોયેલા સુખી જીવન તરફ સંતોષ સાથે એક નજર કરી શકે છે. શહેર સ્થિત આંખના સર્જન ડૉ. મનીષ રાવલના પ્રયત્નોને આભારી કે જેમણે ગાંધી સમાન વૃદ્ધ દર્દી જેમને સાથે સાથે બીજી પણ ગંભીર બિમારીઓ જેવી કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને થાઇરોઇડ છે અને2021 માં કોવિડ -19 નો પણ થયો હતો તેમનું ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. જો કે, 2 વર્ષના લક્ષિત માટે શુક્રવાર બે મોતિયાની શસ્ત્રક્રિયામાંથી પ્રથમ હતી. સુરતની જૂની સિવિલ હોસ્પિટલમાં તેની જમણી આંખનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, હવે થોડા મહિના પછી તેની ડાબી આંખમાં પણ આવી જ સર્જરી કરવામાં આવશે. બાળકોમાં મોતિયો દુર્લભ છે અને નિષ્ણાતોના જણાવ્યા મુજબ, લક્ષિતની ઉંમરના 10,000માંથી માત્ર ત્રણ જ બાળક આ રીતે મોતિયા સાથે જોવા મળે છે.

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતા ઉંમરની સદી ફટકારનાર દર્દી ગાંધીની એકમાત્ર આંખ જેમાં ગત વર્ષે જોવાની મુશ્કેલીઓ શરૂ થઈ હતી. જ્યારે એક આંખ તો તેમણે ઘણા સમય પહેલા એક અકસ્માતમાં ગુમાવી દીધી હતી અને હવે ગુરુવારે તેમનું મોતિયાનું ઓપરેશન થયું અને દ્રષ્ટી પરત મળી. મહત્વનું છે કે ગાંધીની સર્જરી ગત વર્ષે ઓક્ટોબરમાં કરવામાં આવનાર હતી પરંતુ તેમનું સુગર લેવલ ખૂબ જ વધારે હોવાથી ઓપરેશન પોસ્ટોન કરવામાં આવ્યું હતું. ડો. રાવલે કહ્યું કે આ ઉંમરે પણ તેઓ ખૂબ જ હેલ્ધી છે અને તેમને સર્જરી દરમિયાન ફક્ત લોકલ એનેસ્થેસિયાની જ જરુર પડી હતી. આ સાથે તેમણે કહ્યું કે અત્યાર સુધી તેમણે કરેલી સારવારમાં ગાંધી તેમના સૌથી વધુ ઉંમરના દર્દી છે.

તેમજ ડો. રાવલે મોટી ઉંમરે મોતિયાના ઓપરેશન સાથે સંકળાયેલા જોખમો અંગે જણાવતા કહ્યું કે 65 વર્ષની ઉંમર પછી વ્યક્તિમાં મોતિયો વધવાના ચાન્સ વધી જાય છે. હવે અમે ફેકોમ્યુલ્સિફિક્શન પ્રોસિજરનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ પહેલાના સમયમાં આ ઓપરેશન ખૂબ જ ગંભીર રહેતું હતું અને અમારે વિશેષ ધ્યાન રાખવું પડતું હતું. જેમનું ઓપરેશન થયું તે 100 વર્ષના દાદા મનસુખ ગાંધીના દીકરા ઘનશ્યામ ગાંધીએ જણાવ્યું કે તેમના પિતાને છેલ્લા 50 વર્ષથી ડાયાબિટિઝ છે પરંતુ તેમણે પોતાની લાઈફસ્ટાઈલ ખૂબ જ સ્ટ્રિક્ટ રાખી છે તેના કારણે તેઓ 95 વર્ષના હતા ત્યાં સુધી વાહન ચલાવી શકતા હતા.

જ્યારે શુક્રવારે સુરતમાં જે બે વર્ષના બાળકનું મોતિયાનું ઓપરેશન થયું તે લક્ષિતના માતા પિતાને પોતાના બાળકને મોતિયો હોવાનું ત્યારે સામે આવ્યું જ્યારે તેઓ ઝાડાની દવા લેવા માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જૂની સિવિલ હોસ્પિટલના ઓપ્થેલ્મિક સર્જન ડો.રિષી માથુરે ટાઈમ્સ સાથે વાત કરતાં કહ્યું કે મોતિયો ખૂબ જ વિઝિબલ હતો અને તેના કારણે અમે બાળકની દ્રષ્ટીને તે વધુ કાયમી ધોરણે નુકસાન કરે તે પહેલા જ દૂર કરવા માટેનું વિચાર્યું. આટલી નાની ઉંમરે મોતિયો થવા પાછળ ડો. માથુરે કહ્યું કે આનું કોઈ ચોક્કસ કારણ તો નથી પરંતુ આ ગર્ભાવસ્થા દરમિયાન કોઈ ઇન્ફેક્શનના કારણે થયું હોવું જોઈએ. માટે જ નાના બાળકોના માતા-પિતાએ તેમનું નિયમિત ચેક અપ કરાવવું જોઈએ.

Share This :

Related Articles

Leave a Comment