ગુજરાત / કાળાભાઈ ભુરાભાઈની મોટી આગાહી, આ તારીખે ગુજરાતમાં મુશળધાર વરસાદ થશે શરૂ, વાવાઝોડાને લઈને કરી આગાહી.

  • 18-May-2022 11:47 AM

આ વર્ષે ચોમાસુ વહેલું આવશે તેવા સમાચાર વચ્ચે આ વર્ષે ચોમાસુ કેવું રહેશે તેને લઈને કાળાભાઈ ભારભાઈ આગાહી કરી છે. રાજ્યમાં હવામાન નિષ્ણાતો દ્વારા કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં હડમતિયા ગામના કાળાભાઈ વરસાદને લઈને આગાહી કરી છે. કાળાભાઈ ની આગાહી મુજબ રાજ્યમાં વાવાઝોડાની અસર પણ જોવા મળી શકે છે.

હવામાન નિષ્ણાતો દર વર્ષે ચોમાસાને લઈને આગળ કરે છે. ત્યારે ફરી એકવાર આગાહી કરતા જણાવ્યું છે કે, આ વર્ષે ચોમાસુ સારું રહેશે. એટલે કે 2 જૂનથી 15 જૂન સુધી મુશળધાર વરસાદ પડી શકે છે.

અને જેઠ મહિનામાં છેલ્લા પખવાડિયામાં 17 જૂનથી 30 જૂન સુધી પણ ભારે વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, તારીખ 5 જુલાઇથી 12 જુલાઇ દરમિયાન ભારે વરસાદ પડશે તેવું તેમણે જણાવ્યું હતું.

ત્યારે ટાપુ પર ચોમાસુ શરૂ થઇ ગયુ છે. તેમજ સામાન્ય કરતા એક અઠવાડિયા પહેલા આંદામાન નિકોબાર માલ જોવા મળતા કેરળમાં વહેલું ચોમાસું શરૂ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે કેરળમાં 1 જૂને ચોમાસુ થતું હોય છે.

2022 ના નક્ષત્ર પ્રમાણે ચોમાસુ સારું રહેશે તેવું નિષ્ણાતોનું કહેવું છે. આ વર્ષે દેશમાં ચોમાસું વહેલું દસ્તક આપશે.  તેની વચ્ચે કાળાભાઈ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. તેમની આગાહી પ્રમાણે આ વર્ષે ચોમાસુ વહેલું આવશે. અને ખેડૂતો માટે વાવણીલાયક વરસાદ થશે.

આગામી દિવસોમાં ફરીથી વાતાવરણમાં પલટો આવી શકે છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અને ખેડૂતો માટે વાવણીલાયક વરસાદ થશે.

Share This :

Related Articles

Leave a Comment