ગુજરાત / 16 જિલ્લામાં ભારે વરસાદની આગાહી ,

  • 24-Jul-2022 12:48 PM

16 જિલ્લામાં ભારે વરસાદની આગાહી : ગુજરાતમાં ધોધમાર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર,બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ અને વલસાડમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

આ સિવાય મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે રાજ્યમાં 23 જૂલાઈના સવારના 6 વાગ્યાથી 24 જૂલાઈના સવારના 6 વાગ્યા સુધીમાં 216 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વાપીમાં 7 ઇંચ વરસાદ પડ્યો છે. કુલ 8 તાલુકામાં 4થી 7 ઇંચ મેઘ મહેર થઈ છે. જ્યારે સીઝનનો સરેરાશ 21 ઇંચ એટલે કે 64 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. 102 તાલુકામાં 10થી 20 ઇંચ વરસાદ પડ્યો છે.

દરિયામાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ થઈ સક્રિય

હવામાન વિભાગનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દરિયામાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસવાની વકી કરી છે, આથી હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 50 જળાશય હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યાં છે. અત્યારસુધી ગુજરાતમાં સરેરાશ 60 ટકા વરસાદ નોંધાયો છે.

રવિવારે આ જિલ્લાઓમાં વરસાદનું જોર વધી શકે છે

હવામાન વિભાગ દ્વારા શનિવારે કચ્છ-બનાસકાંઠા-પાટણ-મહેસાણા-ગાંધીનગર-અરવલ્લી-સુરેન્દ્રનગર-મોરબીમાં ઓરેન્જ, જ્યારે જામનગર-રાજકોટ-બોટા-અમદાવાદ-ખેડામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રવિવારે અનેક જિલ્લામાં વરસાદનું જોર વધી શકે છે. કચ્છમાં શનિવારે રેડ, બનાસકાંઠા-પાટણ-મહેસાણા-મોરબી-જામનગર-સુરેન્દ્રનગર-દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ, જ્યારે રાજકોટ-બોટાદ-પોરબંદર-અમદાવાદ-ખેડા-ગાંધીનગર-સાબરકાંઠા-અરવલ્લીમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

લોકોને બિનજરૂરી ઘરે થી બહાર ન નીકળવા અપીલ

ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગની આગાહી બાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. જેને લઈ લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા પણ જણાવાયું છે. વધુમાં વહેતા નદી નાળામાંથી પસાર ન થવું અને નદી-ડેમના પટ્ટમાં અવર-જવર ન કરવા પણ અપીલ કરવામાં આવી છે.

Share This :

Related Articles

Leave a Comment