બોલીવુડ / કેટરિના કૈફ અને વિકી કૌશલને મળશે શાહરૂખ ખાનના આશીર્વાદ? લગ્નમાં આપશે હાજરી?

  • 28-Nov-2021 09:20 AM

વિકી કૌશલ અને કેટરિના કૈફ થોડા જ દિવસોમાં પતિ-પત્ની બની જવાના છે. 9 ડિસેમ્બરે વિકી અને કેટરિના લગ્ન કરશે જ્યારે 7-8 ડિસેમ્બરે સંગીત અને મહેંદી સેરેમની યોજાશે. મહેંદી સેરેમની માટે સ્પેશિયલ મહેંદીનો ઓર્ડર આપવામાં આવ્યો છે. ત્યારે વર-વધૂ પોતાના પરિવારો અને ટીમ સાથે મળીને લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. હવે ગેસ્ટ લિસ્ટની વાત કરીએ તો કેટરિના-વિકીના લગ્નમાં સામેલ થનારા કેટલાંક બોલિવુડ સેલેબ્સના નામ સામે આવ્યા છે. સલમાન ખાન અને તેનો પરિવાર વિકી-કેટરિનાને આશીર્વાદ આપવા આવશે ત્યારે હવે ચર્ચા થઈ રહી છે કે કિંગ ખાન શાહરૂખ પણ આ પ્રસંગમાં સામેલ થવાનો છે.

જર્મનીમાં શેની સારવાર કરાવી રહ્યા છે અનિલ કપૂર? વિડીયો જોઈને ચિંતામાં મૂકાયા ફેન્સ

મીડિયા રિપોર્ટ પ્રમાણે, કેટરિના અને વિકીના રાજસ્થાનમાં યોજાનારા રોયલ વેડિંગમાં શાહરૂખ ખાન સામેલ થવાનો છે. શાહરૂખ ખાન મીડિયાની નજરોથી બચીને કેટરિના અને વિકીના લગ્નમાં પહોંચીને તેમને આશીર્વાદ આપવાનો છે. કેટરિના અને શાહરૂખે 'ઝીરો', 'જબ તક હૈ જાન' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે અને બંને વચ્ચે સંબંધો પણ સારા છે ત્યારે એક્ટર તેના લગ્નમાં સામેલ થશે તેવી ચર્ચા છે. શાહરૂખ અને સલમાન ઉપરાંત વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, કબીર ખાન, મિનિ માથુર, અલી અબ્બાસ ઝફર વગેરે જેવા સેલેબ્સ લગ્નમાં સામેલ થશે તેવી ચર્ચા ચાલી રહી છે.

વિકી અને કેટરિનાના લગ્ન રાજસ્થાનના સવાઈ માધોપુરમાં આવેલા લક્ઝુરિયસ રિસોર્ટમાં થવાના છે. વિકી અને કેટરિનાની ટીમ તેમજ વિવિધ ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ ત્યાં તડામાર તૈયારીઓ કરી રહી છે. સુરક્ષાથી માંડીને લગ્નના મેન્યૂ સુધી બધી જ તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. વિકી કૌશલ શૂટિંગમાં વ્યસ્ત હોવાના કારણે તેના આઉટફિટ પસંદ કરવામાં કેટરિનાની મદદ વિકીનો ભાઈ અને મમ્મી કરી રહ્યા છે, તેવી જાણકારી મળી છે.

વિકી કૌશલ અને કેટરિના કૈફે દિવાળીના દિવસે ડાયરેક્ટર કબીર ખાનના ઘરે સગાઈ કરી હોવાની પણ ચર્ચા છે. જોકે, વિકી અને કેટરિના તરફથી હજી સુધી લગ્નને લઈને કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી. ચર્ચા તો એવી પણ છે કે, વિકી અને કેટરિનાએ જૂહુના એક બિલ્ડિંગમાં આઠમા માળે નવું ઘર ખરીદ્યું છે. લગ્ન બાદ તેઓ અહીં જ શિફ્ટ થવાના છે. કેટરિના કૈફ નવા ઘરના ઈન્ટિરિયરના કામ પર દેખરેખ રાખી રહી છે. આ નવા ઘરમાં રહેવા ગયા બાદ વિકી અને કેટરિના વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના પાડોશી બની જશે.

Share This :

Related Articles

Leave a Comment