વર્લ્ડ / ટૂંક સમયમાં સપનું હકીકત બનશે! WhatsApp પર આવી રહ્યું છે ધાંસૂ ફીચર.

  • 30-Sep-2021 08:35 AM

 

યૂઝર એક્સપીરિયન્સને વધુ સારો બનાવવા માટે ઘણા વોટ્સએપ ફીચર્સ રજૂ કરવામાં આવી ચૂક્યા છે. તો, ઘણા ફીચર્સ પર કામ ચાલી રહ્યું છે. થોડા દિવસો પહેલા સામે આવ્યું હતું કે, વોટ્સએપ યૂઝર્સ માટે સ્ટેટસ, લાસ્ટ સીન, પ્રોફાઈલ ફોટોને કોન્ટેક્ટસથી છૂપાવીને રાખવા માટે ટેસ્ટ કરી રહ્યું છે. પહેલા આઈઓએસ એપ પર આ ફીચરનો ટેસ્ટ થતો જોવામાં આવ્યો હતો, તો હવે જોવામાં આવ્યું છે કે, કંપની આ ફીચરનું ટેસ્ટિંગ એન્ડ્રોઈડ વર્ઝન પર પણ કરી રહી છે.

વાબેટાઈન્ફો મુજબ, વોટ્સએપ હવે પસંદગીના કોન્ટેક્ટ્સથી લાસ્ટ સીન, સ્ટેટ્સ, પ્રોફાઈલ પિક્ચર અને ઘણું બધું છૂપાવવા માટે ફીચર રજૂ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવાયું છે કે, લાસ્ટ સીન, પ્રોફાઈલ પિક્ચર, અબાઉટ માટે એક નવું માય કોન્ટેક્ટ આઈકન એડ કરવામાં આવી શકે છે, જેનાથી યૂઝર્સ એ બાબતની પસંદગી કરી શકશે કે તે કોને પોતાનો ડેટા બતાવવા ઈચ્છે છે અને કોને નહીં.

વોટ્સએપ ફીચર ટ્રેકરે એક સ્ક્રીનશોટ શેર કર્યો છે. તેમાં એ દર્શાવાયું છે કે, ફીચર રોલઆઉટ થયા પછી કેવું દેખાશે. સ્ક્રીનશોટમાં એવરીવન, માય કોન્ટેક્ટ, માય કોન્ટેક્ટ્સ એક્સેપ્ટ, નોબડી જેવા ફીચર્સ અપાયા છે.

એવામાં જો તમારો કોઈ એવો મિત્ર કે સહકર્મી છે, જે બીજાના કામમાં ખૂંચ કરતો રહે છે તો તમે તેને માય કોન્ટેક્ટ એક્સેપ્ટ વિકલ્પ અંતર્ગત રાખી શકો છો. તમારે તમારા બધા કોન્ટેક્ટ્સથી લાસ્ટ સીન, પ્રોફાઈલ પિક્ચર અને બાકી બધું છૂપાવવાનો વિકલ્પ પણ મળશે.

રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે, જ્યારે તમે કોઈ કોન્ટેક્ટને બહાર કરો છો, તો એ જરૂરી નથી કે એ વ્યક્તિ પાસે અપડેટેડ વર્ઝન હોય. એવું એટલા માટે કે આ કામ સર્વર પોતાની રીતે જ કરી લે છે. એટલે, જ્યારે આ સુવિધા બીટા ટેસ્ટર્સ માટે ઈનેબલ થઈ જશે, તો તમે તરત જ કોન્ટેક્ટસને માય કોન્ટેક્ટ એક્સેપ્ટ વિકલ્પમાં મૂકવાનું શરૂ કરી શકશો.

જોકે, એ યાદ રાખવું મહત્વનું છે કે, જો તમે કોઈને તમારા લાસ્ટ સીન જોવાથી હટાવો છો તો તમે પણ તેનું લાસ્ટ સીન નહીં જોઈ શકો. તમે તેની વ્હોટ્સએપ સ્ટોરી કે સ્ટેટસને પણ નહીં જોઈ શકો, જો તમે તેને તમારું સ્ટેટસ જોવાથી રોકો છો તો.

વોટ્સએપ આ નવું ફીચર હાલ આઈઓએસ અને એન્ડ્રોઈડ એપ પર ટેસ્ટ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, કંપની તરફથી આ ફીચરને લઈને કોઈ સત્તાવાર જાહેરાત નથી કરાઈ. આ ફીચર પર હાલમાં કામ ચાલી રહ્યું છે અને તેને ઉપલબ્ધ થવામાં હજુ સમય લાગશે.

Share This :

Related Articles

Leave a Comment