બોલીવુડ / આજે પણ નુસરત જહાંને પ્રેમ કરે છે પૂર્વ પતિ નિખિલ જૈન, કહ્યું- હું બાયસેક્સ્યુઅલ નથી

  • 28-Nov-2021 09:24 AM

બાંગ્લા ફિલ્મોની અભિનેત્રી અને તૃણમૂલ કોંગ્રેસના લોકસભા સાંસદ નુસરત જહાં પાછલા થોડાક સમયથી ચર્ચામાં છે. પહેલા પૂર્વ પતિ નિખિલ જૈન સાથે છૂટાછેડા, ત્યારપછી એક્ટર યશ દાસગુપ્તા સાથે અફેર અને દીકરાના જન્મને કારણે તેમની ઘણી ચર્ચા થઈ રહી છે. નુસરત જહાંથી અલગ થયા પછી પહેલીવાર નિખિલ જૈને ખુલીને આ બાબતે વાત કરી છે. તેમણે નુસરત જહાં સાથેના પોતાના સંબંધ વિષે ખુલાસો કર્યો છે.

નિખિલ જૈન વ્યવસાયે બિઝનસમેન છે. નિખિલ જૈને અમારા સહયોગી Ei સમય ડિજિટલ સાથે ખાસ વાતચીત કરી છે, જેમાં તેમણે પોતાના જીવનના અનેક ખુલાસા કર્યા છે. આ વાતચીતમાં નિખિલ જૈને જણાવ્યું કે, તે આજે પણ પોતાના પૂર્વ પત્ની નુસરત જહાંને પ્રેમ કરે છે. ઉલ્લેખનીય છે કે નુસરત જહાંએ નિખિલ જૈનથી અલગ થયા પછી તેમના પર ઘણાં આરોપ મૂક્યા હતા. તેમાંથી એક આરોપ એ પણ હતો કે નિખિલ જૈન બાઈસેક્સ્યુઅલ છે. જો કે આ ઈન્ટર્વ્યુમાં નિખિલે નુસરતના આ આરોપને ફગાવી દીધો છે.

ઉલ્લેખનીય છે કે નુસરત જહાં અને નિખિલ જૈને જૂન 2019માં તર્કીના બોરડમમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. જો કે એક જ વર્ષમા બન્ને વચ્ચે મતભેદ શરુ થઈ ગયા. ત્યારપછી નુસરત જહાં અને નિખિલ જૈન અલગ થઈ ગયા અને નુસરત જહાંએ આ લગ્નનો સ્વીકાર કરવાની જ ના પાડી દીધી. નુસરત જહાંની દલીલ હતી કે આ લગ્ન તર્કીમાં થઈ હતી અને ભારતમાં સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત રજિસ્ટર નહોતી થઈ. માટે ભારતમાં આ લગ્ન કાયદાકીય રીતે માન્ય ના ગણી શકાય.


ત્યારપછી નુસરત જહાં બાંગ્લા ફિલ્મોના અભિનેતા યશ દાસગુપ્તા સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા. ઓગસ્ટ મહિનામાં નુસરત જહાંએ એક દીકરાને જન્મ આપ્યો, જેના પિતા યશ દાસગુપ્તા છે. નુસરત જહાંએ પોતાના દીકરાનું નામ યીશાન દાસગુપ્તા રાખ્યું છે.

Share This :

Related Articles

Leave a Comment