બોલીવુડ / વિકી-કેટરિનાના લગ્ન: રણથંભોરમાં બુક થઈ 45 હોટેલ્સ

  • 29-Nov-2021 08:40 AM

વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન હાલ બોલિવૂડમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો બની ગયો છે. વિકી અને કેટરિનાના લગ્ન અંગેની જાતજાતની માહિતી મીડિયામાં વહેતી થઈ છે. વિકી અને કેટરિનાએ હજી સુધી લગ્ન અંગેની સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ લેટેસ્ટ મીડિયા રિપોર્ટનું માનીએ તો એ-લિસ્ટ સ્ટાર્સ જેવા કે કરણ જોહર, ફરાહ ખાન, ઝોયા અખ્તર વગેરે લગ્ન પ્રસંગોનો અગત્યનો ભાગ હશે.

બોલિવૂડ એક્ટર વિકી કૌશલ અને કેટરિના કૈફ ડિસેમ્બરમાં રાજસ્થાનના રણથંભોરમાં લગ્ન કરવાના છે. તારીખ 7-8-9 ડિસેમ્બરે આયોજિત વિકી કૌશલ-કેટરિના કૈફના લગ્નપ્રસંગ માટે રાજસ્થાનના રણથંભોરની 45 હોટેલ્સનું બુકિંગ કરવામાં આવ્યું છે. અહીં નોંધનીય છે કે વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન અને પ્રસંગના સ્થળ વિશે સૌપ્રથમ અમારા સહયોગી 'ઈટાઈમ્સે' જ જણાવ્યું હતું.

અમારા સહયોગી 'ઈટાઈમ્સ'ના રણથંભોરના સૂત્રોના જણાવ્યા મુજબ, અહીં તારીખ 7 ડિસેમ્બરથી ઘણાં સેલેબ્સ આવવાના છે. પહેલા એવું પણ સાંભળ્યું હતું કે 9 ડિસેમ્બરે સલમાન ખાન આવવાનો છે પણ પછી એવું જાણવા મળ્યું કે સલમાન ખાન નથી આવી રહ્યો. ચાલો જોઈએ કોણ-કોણ આવી રહ્યું છે. વધુ મળતી માહિતી મુજબ, રાજસ્થાનના રણથંભોરની લગભગ 45 હોટેલ્સ બુક થઈ ગઈ છે. કારણકે રણથંભોરમાં નાની-નાની હોટેલ્સ છે. વિક કૌશલ અને કેટરિના કૈફના લગ્નમાં ઘણાં બોલિવૂડ સેલેબ્સ આવવાના હોવાથી રણથંભોરની 40થી વધારે હોટેલ્સનું બુકિંગ થઈ ગયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


આ સિવાય 'પિંકવિલા'ના રિપોર્ટ પ્રમાણે, વિકી કૌશલની અપકમિંગ ફિલ્મ 'ગોવિંદા નામ મેરા'ના ડાયરેક્ટર શશાંક ખૈતાન વિકી-કેટરિનાના લગ્નમાં હાજર રહેવાના છે. લગ્નમાં સામેલ થનારા બોલિવુડ સેલેબ્સમાંથી કન્ફર્મ થયેલું આ પહેલું નામ છે. શશાંક ખૈતાન વિકી તરફથી આવશે એટલે કે તેઓ જાનૈયા છે. આ ઉપરાંત વિકી અને કેટરિનાના સંગીત અંગે પણ રસપ્રદ માહિતી સામે આવી છે. કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર ફરાહ ખાન તેમજ કરણ જોહરને વિકી અને કેટરિનાની સંગીત સેરેમની ધમાકેદાર બનાવાની જવાબદારી સોંપાઈ છે. મતલબ કે, આ બંને પર્ફોર્મન્સ કોરિયગ્રાફ કરવાના છે. વિકી-કેટરિનાની સંગીત સેરેમની 7 ડિસેમ્બરે યોજાવાની છે. મીડિયા રિપોર્ટ મુજબ વિકી અને કેટરિના 9 ડિસેમ્બરે લગ્ન કરશે.

Share This :

Related Articles

Leave a Comment