વર્લ્ડ / સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ પાંચ SUV છે દમદાર, પર્ફોમેન્સમાં જોવુ નહીં પડે

  • 29-Nov-2021 09:12 AM

ભારતનું ઓટોમોબાઇલ માર્કેટ એક પ્રાઇઝ સેન્સેટિવ માર્કેટ છે. આ માટે અહીં ગ્રાહક ઓટોમોબાઇલ્સ ખરીદી વખતે એની કિંમત પર ખાસ ધ્યાન આપે છે. એમાં પણ ભારતીય ગ્રાહકો બજેટ કાર ખરીદવાનું વધારે પસંદ કરે છે આ માટે અહીં સેકન્ડ હેન્ડ કારનું માર્કેટ પણ એટલું જ મોટુ છે. જેમાં આજના જમાનાની દરેક નાનીથી માંડીને મોટી કાર મળી રહે છે. એવામાં જો તમે પણ સેકન્ડ હેન્ડ ખરીદવાનો પ્લાન કરી રહ્યો છો, આ માટે સેકન્ડ હેન્ડ SUV કાર તમારા માટે બહુ સારો અને બજેટ કારનો વિકલ્પ બની શકે છે. આ SUV કાર ભારતીય માર્કેટમાં પોતાનું સ્થાન બનાવી ચૂકી છે જેનું પર્ફોમેન્સ એટલું દમદાર રહેશે કે તમે રાઇડિંગ સુખદ અનુભવ કરી શકશો.

મહિન્દ્રા સ્કોર્પિયોઃ
આ ભારતની સૌથી પોપ્યુલર SUVમાંથી એક છે. આ કારની સેકન્ડ હેન્ડ માર્કેટમાં ખૂબ જ ડિમાન્ડ છે. જો તમે સેકન્ડ કાર માર્કેટમાંથી આ કાર ખરીદો છો તો 3.5 થી 7 લાખ રુપિયાના બજેટમાં તમારા માટે આ સૌથી સારો વિકલ્પ રહેશે.

મહિન્દ્રા XUV 500:
આ કારનું એપડેટેડ વર્ઝન કંપનીએ થોડા સમય પહેલાં જ લોન્ચ કર્યું છે. લુકમાં એકદમ આકર્ષક અને પાવરફુલ પર્ફોમેન્સ માટે જાણીતી આ કારને તમે યુઝ્ડ કાર માર્કેટમાં 4.5થી 10 લાખ રુપિયાની વચ્ચે ખરીદી શકો છો.

ફોર્ડ એન્ડેવરઃ
પાવર અને પર્ફોમેન્સના મામલે આ 7 સીટર કારનો કોઇ જવાબ નથી. હવે ફોર્ડ એ ભારતમાં કાર ઉત્પાદન કરવાનું બંધ કરી દીધું છે તો જો તમે આ કાર ખરીદવા માંગો છો તો તમારે સેકન્ડ હેન્ડ કાર જ ખરીદવી પડશે. આ કાર 2 લાખથી 6 લાખ રુપિયાની વચ્ચે ખરીદી શકાય છે.

ટોયોટા ફોર્ચ્યુનરઃ
આ SUV ભારતમાં ખૂબ જ લોકપ્રિય કાર છે. જેથી સેકન્ડ હેન્ડ કાર માર્કેટમાં એની ડિમાન્ડ પર હાઇ છે. 7 સીટર SUV કારને યુઝ્ડ કાર માર્કેટમાંથી 10થી 15 લાખ રુપિયાના બજેટમાં ખરીદી શકો છો. જોકે સફળ હોવા છતાં આ કારનું વેચાણ ભારતમાં બંધ થઇ ગયું છે.

Mahindra Alturas G4:
આ 7 સીટર કાર ભારતીય માર્કેટમાં ખૂબ જ અંડર રેટેડ કાર છે. પાવર અને પર્ફોમેન્સના મામલે આ કાર કો પણ ફુલ સાઇઝ એસયૂવીને ટક્કર આપે છે. જો તમને યુઝ્ડ કાર માર્કેટમાં આ કાર યોગ્ય બજેટમાં મળી રહે તો ખરીદી લેવી જોઇએ.

Share This :

Related Articles

Leave a Comment