ગુજરાત / પાણીમાં પગ લટકાવીને બેઠી હતી યુવતી, પગ બહાર કાઢ્યા તો અંગુઠો થઈ ગયો હતો ગાયબ, કારણ જાણીને ચોંકી જશો.

  • 29-Nov-2021 03:58 PM

નદીમાં સ્નાન કરવું વળી કોને પસંદ નથી હોતું. ઘણા લોકો ખુબ જ શોખ થી નદીમાં ડુબકી લગાવતા હોય છે. નદી ખુબ જ સુંદર જગ્યા હોય છે. અહીંયા આવીને અને તેમાં સ્નાન કરીને મન તાજગીથી ભરાઈ જાય છે. તેમાં ઘણા લોકો નદીમાં પગ લટકાવીને બેસવાનું પસંદ કરે છે. આવું જ એક ૧૩ વર્ષની બાળકીએ પણ કર્યું હતું. તે નદીમાં પગ લટકાવીને સુંદર દ્રશ્યનો આનંદ લઇ રહી હતી. જોકે ત્યારે તેની સાથે કંઈક એવું થયું જેને જોયા બાદ તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.

યુવતીએ જ્યારે પોતાના પગ નદીમાંથી બહાર કાઢી, તો તેનો અંગુઠો ગાયબ થઈ ગયો હતો. અંગુઠો સંપુર્ણ રીતે પગથી અલગ થઈ ગયો હતો. તે અંગુઠો ક્યાં ગાયબ થઈ ગયો તેના વિશે કોઈને જાણવા મળ્યું નહીં. જો કે બાદમાં અંગુઠો ગાયબ થવાનું કારણ સામે આવ્યું, તો દરેક લોકો ચોંકી ગયા હતા. આ ઘટના વિશે જે લોકોએ પણ સાંભળ્યું છે, તેઓ ડરને લીધે નદીમાં પગ લટકાવીને બેસવાનું બંધ કરી દીધું છે. તો આખરે તે યુવતી સાથે શું થયું હતું, જેના લીધે તેના પગનો અંગુઠો ગાયબ થઈ ગયો હતો? ચાલો જાણીએ.

નદીમાં ગાયબ થયો બાળકીના પગનો અંગુઠો

હકીકતમાં આ અનોખી ઘટના આર્જેન્ટિનાની છે. રિપોર્ટ અનુસાર ૧૩ વર્ષની બાળકી અહીંયા આવેલ એક નદીના કિનારે પરિવાર સાથે બેસેલી હતી. તેના પગ નદી ની અંદર લટકેલા હતા. અહીં બેસીને તે આનંદ લઇ રહી હતી. જોકે થોડા સમય બાદ તેને અચાનક પગમાં દુખાવો થવા લાગ્યો. જ્યારે તેણે પોતાના પગ નદી માંથી બહાર કાઢ્યા તો તેમાંથી લોહી નીકળી રહ્યું હતું અને પગમાં અંગુઠો પણ હતો નહીં. આ જોઈને બાળકીનો પરિવાર ગભરાઈ ગયો અને તેને તુરંત હોસ્પિટલ લઈ ગયો.

માછલી નીકળી તેનું કારણ

હવે સવાલ એ ઉભો થાય છે કે આખરે તે યુવતીનો અંગુઠો ક્યાં ગયો? હકીકતમાં તેનો અંગુઠો એક માછલી ખાઈ ગઈ. તમને આ વાત સાંભળીને જરૂરથી અજીબ લાગી હશે, પરંતુ તે હકીકત છે. જ્યારે યુવતી નદીમાં પગ લટકાવીને બેઠી હતી, ત્યારે એક માછલીએ તેના પગ ઉપર હુમલો કરી દીધો હતો અને અંગુઠો અલગ કરી નાખ્યો હતો. આ એક પીરાના માછલી હતી.

ખુબ જ ખતરનાક હોય છે પીરાના માછલી

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે પીરાના એક ખતરનાક માછલી હોય છે. તે આકારમાં તો નાની હોય છે, પરંતુ તેના દાંત ખુબ જ તીક્ષ્ણ હોય છે. આ માછલી માંસ ખાય છે. તે ઝુંડ માં રહીને શિકાર કરે છે. તેને જ્યારે પણ કોઈ જીવંત માંસનો ટુકડો અથવા તો જીવ દેખાય છે તો તેની ઉપર તુટી પડે છે. આ માછલીઓ વિશે કહેવામાં આવે છે કે તેનું ઝુંડ એક આખા મનુષ્યને પણ ચટ કરી જાય છે. જોકે આવા મામલા ખુબ જ ઓછા જોવા મળે છે. પરંતુ આ માછલીઓ નો મનુષ્ય પર હુમલો કરીને ઘાયલ કરવા સામાન્ય વાત છે.

બાળકીની સાથે થયેલી ઘટના વિશે સ્થાનિક લોકોનું કહેવું છે કે જો તમે નદીમાં તુરંત ડુબકી લગાવીને બહાર નીકળી જાઓ તો કંઈ થતું નથી, પરંતુ જે લોકો નદીમાં વધારે સમય સુધી રહે છે આ માછલીઓ તેમની ઉપર હુમલો કરી દેતી હોય છે. પીરાના માછલી વધારે તાપમાન અને છીછરા પાણી વાળા વિસ્તારોમાં વધારે જોવા મળે છે.

Share This :

Related Articles

Leave a Comment