બિઝનેસ / Star Health IPO: મંગળવારે ઓપન થઈ રહેલો ઝુનઝુનવાલા સમર્થિત ઈસ્યુ ભરવા જેવો છે?

  • 30-Nov-2021 08:40 AM

સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કંપની (સ્ટાર હેલ્થ)નો 7,249 કરોડ રૂપિયાનો આઈપીઓ આવતીકાલે મંગળવારથી ઓપન થઈ રહ્યો છે. 5.83 કરોડ શેર્સ વેચાણ માટે મૂકવામાં આવ્યા છે જેની પ્રાઈઝ બેન્ડ 870-900 રૂપિયા પ્રતિ શેર છે. 10 ટકા રિટેલ ક્વોટા રિઝર્વ છે.

FY21 પ્રમાણે હેલ્થ ઈન્સ્યોરન્સ માર્કેટમાં સ્ટાર હેલ્થ 15.8 ટકા માર્કેટ શેર ધરાવે છે. રાકેશ ઝુનઝુનવાલા સમર્થિત કંપની કોવિડ-19ના ઉદભવથી જ ખોટ નોંધાવી રહી છે અને તેના નેટવર્કમાં ક્લેઈમમાં પણ વધારો થયો છે. રોગચાળાને કારણે ક્લેઈમમાં થયેલો વધારો FY21માં કુલ ચોખ્ખા ચૂકવાયેલા ક્લેઈમના 30 ટકા અને 30 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા છ મહિનામાં 40.5 ટકા જેટલો હતો.

30 સપ્ટેમ્બર સુધીમાં છ મહિનામાં સ્ટાર હેલ્થે 380.27 કરોડની ખોટ નોંધાવી છે. જ્યારે FY21માં તેની ખોટ 825.58 કરોડ છે. FY20નો નફો 268 કરોડ રૂપિયા રહ્યો હતો. હવે વિશ્વમાં ઓમિક્રોન નામનો કોરોનાનો નવો વેરિયન્ટ સામે આવ્યો છે અને જો તેના કારણે પરિસ્થિતિ વકરશે તો કોવિડ ક્લેઈમમાં વધારો નોંધાશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝે કહ્યું છે કે ઓમિક્રોનની તિવ્રતા શું છે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી.

હાલ તો એનાલિસ્ટોએ આ ઈસ્યુને સબસ્ક્રાઈબ રેટિંગ આપ્યું છે પરંતુ લાંબા ગાળા માટે. એન્જલ બ્રોકિંગે જણાવ્યું હતું કે FY21 માર્કેટ કેપથી ગ્રોસ રિટન પ્રીમિયમ (GWP) ના સ્ટાર હેલ્થ દ્વારા માંગવામાં આવેલા 5.5 ગણું મૂલ્યાંકન સ્ટેન્ડઅલોન હેલ્થ ઈન્સ્યોરર સ્પેસમાં તાજેતરના સોદાઓ સાથે સુસંગત હતું અને તેની સ્થિતિને ધ્યાનમાં લેતા તે વાજબી જણાય છે. લાંબા ગાળાને ધ્યાનમાં લઈને જ તેને સબસ્ક્રાઈબ રેટિંગ આપવામાં આવે છે. બ્રોકરેજે ઉમેર્યું હતું કે, કોવિડ-19ના કારણે ક્લેઈમમાં વધારો થઈ શકે છે અને કોઈ પણ સ્પર્ધા વધશે તો કંપનીના નફા પર નકારાત્મક અસર થઈ શકે છે.

અરિહંત કેપિટલે પણ લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને સબસ્ક્રાઈબ રેટિંગ આપ્યું છે. બ્રોકરેજ ફર્મે જણાવ્યું હતું કે, હેલ્થ ઈન્સ્યોરન્સ ઈન્ડસ્ટ્રીમાં અન્ય કંપનીઓ કરતા સ્ટાર હેલ્થનો ટ્રેક રેકોર્ડ ઘણો સારો રહ્યો છે. તેની પ્રોડક્ટમાં રિટેલ હેલ્થનો શેર ઘણો વધારે છે, ગ્રુપ હેલ્થ સેગ્મેન્ટમાં SMEs પર તેનું ધ્યાન વધારે છે અને તેની એજન્ટ પ્રોડક્ટિવિટી પણ ઘણી સારી છે. FY21માં કોવિડના કારણે તેનો ક્લેઈમ રેશિયો ઘણો જ વધારે રહ્યો હતો જે Fy22Eમાં સામાન્ય થવાની શક્યતા છે.

30 સપ્ટેમ્બર 2021 પ્રમાણે 25 રાજ્યો અને પાંચ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કુલ મળીને સ્ટાર હેલ્થની 779 શાખાઓ છે. આ તમામ શાખાઓમાં 562 સેલ્સ મેનેજર સ્ટેશન્સ અને 6,892 ઈન-હાઉસ સેલ્સ મેનેજર્સ છે. સ્ટાર હેલ્થ મોટા ભાગે તેની પોલિસીઓ વ્યક્તિગત એજન્ટો દ્વારા ડિસ્ટ્રિબ્યુટ કરે છે.

Share This :

Related Articles

Leave a Comment